For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : આવક વેરા વિભાગ સંબંધિત ફરિયાદ ક્યાં કરી શકાય?

|
Google Oneindia Gujarati News

અનેકવાર એવું બનતું હોય છે કે ઉતાવળે કરેલા કામમાં ક્ષતિ રહી જાય છે. આ ક્ષતિ પાછળથી દૂર કરવી પડે છે. જ્યારે ઇન્કમ ટેક્સ સંબંધિત ક્ષતિ બહાર આવે ત્યારે ચિંતાનો વિષય બને છે અને તેને શક્ય તેટલી ઝડપથી ઉકેલવામાં આવે તેવું કરદાતા ઇચ્છે છે.

કેવી ક્ષતિ કે મુસીબત હોઇ શકે?
કરદાતાને ઇન્કમ ટેક્સ સંબંધિત કોઇ ક્ષતિ કે ગરબડ થઇ હોવાનો ખ્યાલ આવે છે ત્યારે અથવા તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જ કોઇ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું બને છે. ઘણી વાર એવું બને છે કે આપની ફરિયાદ કોઇ સાંભળતુ નથી. અનેકવાર અરજીઓ કર્યા છતાં આપને રિફન્ડ મળી રહ્યું ના હોય વગેરે જેવી સમસ્યાઓ પણ નડે છે. જોકે આપે આ અંગે વધારે ચિંતિત થવાની જરૂર નથી. આપ થોડું ધ્યાન આપશો તો આનો ઉકેલ સરળતાથી લાવી શકાશે.

tax-1

ફરિયાદ ક્યાં નોંધાવવી?
આપની ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સંબંધિત કોઇ પણ મુશ્કેલી લઇને આપ ફરિયાદ નોંધાવી શકો છો. આ ફરિયાદ આવકવેરા લોકપાલ સમક્ષ નોંધાવવાની હોય છે. દેશમાં કુલ 12 સ્થાનોએ આવકવેરા લોકપાલ કાર્યરત છે. આપ આપના નજીકના કેન્દ્ર પર જઇને ફરિયાદ કરી શકો છો. જે સ્થળોએ આવકવેરા લોકપાલ બેસે છે તેમાં નવી દિલ્હી, ચેન્નાઇ, કાનપુર, ચંદીગઢ, મુંબઇ, પુના, કોચ્ચિ, ભોપાલ, કોલકત્તા, હૈદરાબાદ, બેંગલોર અને અમદાવાદનો સમાવેશ થાય છે.

English summary
Where to complaint about issue regarding income tax department in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X