For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાણીની સરખામણીએ કેટલી છે તેમના થનાર દામાદ આનંદ પીરામલની સંપત્તિ?

ભારતના જ નહીં પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સામેલ એવા મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પીરામલ પરિવારની વહુ બનવા જઇ રહી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ભારતના જ નહીં પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં સામેલ એવા મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી પીરામલ પરિવારની વહુ બનવા જઇ રહી છે. અહેવાલ મુજબ કોર્પોરેટ જગતના દિગ્ગજ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના દીકરા આનંદ પીરામલની સાથે ઇશાના લગ્ન નક્કી થયાં છે, જો બધું કુશળ મંગળ રહેશે તો આ વર્ષે ડિસેમ્બરમાં જ બંનેનાં લગ્ન થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇશાના જુડવા ભાઇ આકાશ અંબાણીની સગાઇ હીરા કારોબારી રસેલ મેહતાની નાની દીકરી શ્લોકા મેહતા સાથ થઇ છે. આ બંને પણ બહુ જલદી લગ્નના બંધનમાં બંધાશે.

કોણ છે આનંદ પીરામલ

કોણ છે આનંદ પીરામલ

આનંદ પીરામલ પણ બહુ પૈસાદાર અને તાકતવર ખાનદાન સાથે સંબંધ ધરાવે છે. આનંદ પીરામલ પોતાના પિતા અજય પીરામલની કંપનીમાં એક્ઝિક્યુટિવ ડારેક્ટરના પદ પર છે. 25 વર્ષીય આણંદ યૂનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયાથી ઇકોનોમિક્સમાં સ્નાતક છે, બાદમાં તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં એમબીએ કર્યું છે. પીરામલ ઇન્ટરપ્રાઇજેજ વેબસાઇટ મુજબ આનંદ ગ્રુપના રિયલ એસ્ટેટ બિઝનેસને સંભાળે છે, પીરામલ ગ્રુપ જોઇન કરતા પહેલાં આનંદે બે સ્ટા્ટઅપ શરુ કર્યાં હતાં, પહેલું પીરામલ ઇસ્વાસ્થ્ય જે રૂરલ હેલ્થકેર સ્ટાર્ટઅપ છે અને બીજું પીરામલ રિયલ્ટી.

4.5 બિલિયન ડોલરના માલિક છે અજય પીરામલ

4.5 બિલિયન ડોલરના માલિક છે અજય પીરામલ

આનંદ પીરામલના પિતા અજય પીરામલ 'પીરામલ ગ્રુપ' અને શ્રીરામ ગ્રુપના ચેરમેન છે. અજય પીરામલને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને દેશના પીએમ નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરતાં પણ જોવા મળ્યા હતા. અજય પરામલની કંપની પીરામલ ગ્રુપ ફાર્મા, હેલ્થકેર અને ફાઇનાન્સ સર્વિસના ક્ષેત્રમાં કામ કરે છે. આનંદ ઉપરાંત અજય પીરામલની દીકરી નંદિની પણ છે, જે કંપનીના બોર્ડ મેમ્બર્સમાંથી એક છે. ફોર્બ્સ મુજબ અજય પીરામલની સંપત્તિ 4.5 બિલિયન ડોલર છે અને તેઓ ભારતમાં 22મા અને દુનિયામાં 404મા સૌથી અમીર વ્યક્તિ છે.

મુકેશ અંબાણીની સંપત્તિ 40.1 બિલિયન ડૉલર

મુકેશ અંબાણીની સંપત્તિ 40.1 બિલિયન ડૉલર

ભારતના પૂરા ટેક્સ રેવન્યૂમાં લગભગ 5 ટકા યોગદાન મુકેશ અંબાણીની કંપનીનું હોય છે અને વર્ષ 2017ના આંકડાઓ મુજબ એમની કંપનીની પાસે 110 મિલિયન ડોલરની સંપત્તિ છે. ફોર્મસે માર્ચ 2018માં જાહેર કરેલા આંકડાઓ મુજબ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ આ સમયે 40.1 બિલિયન ડોલર છે. રિપોર્ટ મુજબ મુકેશ અંબાણીની વાર્ષિક સેલેરી 15 કરોડ રૂપિયા છે.

મહાબલેશ્વર મંદિરમાં કર્યું પ્રપોઝ

મહાબલેશ્વર મંદિરમાં કર્યું પ્રપોઝ

એવા અહેવાલ પણ છે કે આનંદે ઇશાને મહાબલેશ્વર મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. જાણકારી મુજબ બંનેએ આ અંગેની માહિતી તેમના માતા-પિતાને આપી. જણાવવામા આવી રહ્યું છે કે બંને પરિવાર સાથે લન્ચ પણ કરી ચૂક્યું છે. ઇશા અને આનંદ લાંબા સમયથી દોસ્ત છે. હવે બંને લગ્નના બંધનમાં બંધાઇ જશે.

જિયો અને રિલાયન્સ રિટેલની બોર્ડ મેમ્બર છે ઇશા

જિયો અને રિલાયન્સ રિટેલની બોર્ડ મેમ્બર છે ઇશા

ઇશા અંબાણી અને આકાશ અંબાણી બંને મુકેશ અંબાણી અને નીતા અંબાણીના જુડવા સંતાન છે. એમનો એક અનંત અંબાણી નામનો નાનો ભાઇ પણ છે. ઇશા અંબાણી રિલાયન્સ રિટેલ અને જિયોની બોર્ડ મેમ્બર પણ છે. એમણે એમેરિકાની યેલ યૂનિવર્સિટીથી સાઇકોલોજી અને સાઉથ એશિયન સ્ટીઝમાં અભ્યાસ કર્યો હતો.

English summary
Who is anand piramal know about the man set marry mukesh ambani daughter isha ambani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X