ફિક્સ ડિપોઝિટ સામે લોન કેમ ગુડ આઇડિયા?

જો આપ ફિક્સ્ડ ડિપોઝિટ ધરાવતા હોવ અને આપને તાત્કાલિક લોનની જરૂર પડી હોય તો ગભરાઇ જવાની જરૂર નથી. આપ આપની ફિક્સડ ડિપોઝિટ સામે લોન મેળવી શકો છો. આમ કરવાનું કારણ એ છે કે તેના પર માત્ર એક ટકાનો વ્યાજ દર લાગે છે. એ પણ આપની ફિક્સ્ડ ડિપોઝિટ સામે.

આ બાબતને ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજી લઇએ. દાખલા તરીકે આપની પાસે રૂપિયા 5 લાખની ફિક્સડ ડિપોઝિટ છે. જેના પર આપને 9.5 ટકા વ્યાજ મળે છે. તેના પર એક ટકા વધારે લેખે વ્યાજ આપે ચૂકવવું પડે છે. એટલે કે આપને માત્ર 10.5 ટકાના દરે લોન મળી શકે છે.

investment-13

ફિક્સ ડિપોઝિટ સામે લોન લેવાના ફાયદા શું છે?
જો આપ પર્સનલ લોન લેશો તો આપે 14થી 24 ટકાની વચ્ચે વ્યાજદર ચૂકવવાનો આવશે. વળી આ લોન માટે વિવિધ માપદંડો ધ્યાનમાં રાખવા પડે છે. આપ ફિક્સ ડિપોઝિટ સામે લોન લેશો તો આપે ફિક્સ ડિપોઝિટ પર આપને મળતા વ્યાજ કરતા માત્ર એક ટકા વધારે વ્યાજ ચૂકવવું પડે છે. આપ ફિક્સ ડિપોઝિટ સામે લોન લઇને મોટી રકમની બચત કરી શકો છો.

બીજી બાબત એ છે કે આપને સરળતાથી લોન મળી જાય છે. પર્સનલ લોન મેળવવા અનેક પ્રક્રિયાઓ પૂરી કરવી પડે છે.

માત્ર એક તકલીફ એ છે કે ફિક્સ્ડ ડિપોઝિટ સામે લોન મેળવવા માટે આપની પાસે પર્યાપ્ત રકમની એફડી હોવી જરૂરી છે. આપે પર્સનલ લોન હંમેશા છેલ્લા વિકલ્પ તરીકે લેવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X