For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોન વિના પણ તમારુ બાળક કરી શકશે ઉચ્ચ અભ્યાસ, 35 લાખની બચત પણ થશે

આજકાલ ઉચ્ચ શિક્ષણ ઘણું મોંઘુ બનતું જાય છે. આ જ કારણે બાળકો માટે એજ્યુલેશન લેવું મોંઘું બનતું જાય છે. જોકે આ લોન બધાને મળી શકતી નથી.

|
Google Oneindia Gujarati News

આજકાલ ઉચ્ચ શિક્ષણ ઘણું મોંઘુ બનતું જાય છે. આ જ કારણે બાળકો માટે એજ્યુલેશન લેવું મોંઘું બનતું જાય છે. જોકે આ લોન બધાને મળી શકતી નથી. અને જેમને મળે છે તેમને આ માટે મોંઘું વ્યાજ આપવું પડે છે. એવામાં મૂળધન અને વ્યાજ મળીને ભારે ભરકમ EMI ચુકવવી પડતી હોય છે. પરંતુ જો તમે તમારા દિકરા-દીકરીના શિક્ષણ માટે પહેલેથી પ્લાન કરો તો તેમની માટે 25 લાખ રૂપિયા સરળતાથી તૈયાર થઈ જશે.

આ ફંડને તૈયાર કરવા માટે તમારે માત્ર 2500 રૂપિયાનું રોકાણ કરવાની જરૂર છે. જો સ્ટેટ બેંકના આજના વ્યાજદર પર 25 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન 10 વર્ષ માટે લેવામાં આવે તો પ્રતિ માસ અંદાજે 34 હજાર રૂપિયાના હપ્તા આપવા પડશે. આટલા હપ્તા ભરવા કોઈની પણ માટે સરળ નથી. એવામાં સમઝદારી એ છે કે, અત્યારથી જ બાળકોના નામે 2500 રૂપિયા પ્રતિમાસ રોકાણ કરવામાં આવે તો 18 વર્ષની ઉંમરની આસપાસ તેમના ઉચ્ચ અભ્યાસ માટે 25 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે.

અહીં એક વાત સમજવાની જરૂર છે કે, રોકાણ યોજનાથી ફંડ તૈયાર કરવા પર કુલ ખર્ચ અંદાજે 5 લાખ રૂપિયા આવશે. તો એજ્યુકેશન લોન પુરી કર્યા બાદ પણ કુલ 40 લાખ રૂપિયા આવશે અને અંદાજે 35 લાખ રૂપિયાની બચત અલગથી થશે. તો આવો સમજીએ આખરે આ રોકાણ યોજના શું છે?

કેવી રીતે બચશે 35 લાખ રૂપિયા

કેવી રીતે બચશે 35 લાખ રૂપિયા

હાલમાં SBI 7.5 લાખ રૂપિયાથી વધુની એજ્યુકેશન લોન પર 10.65 ટકા વ્યાજ લે છે. એવામાં જો 10 વર્ષ માટે 25 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન લેવામાં આવે તો તેના EMI 33,944 રૂપિયા આવશે. આ રીતે એસબીઆઈની એજ્યુકેશન લોન લેનારને તે ભરવામાં કુલ મળીને 10 વર્ષમાં અંદાજે 40 લાખ રૂપિયા બેંકને આપવા પડશે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, સામાન્ય રીતે 7.5 લાખ રૂપિયાથી વધારાની લોન આપવા પણ વિવિધ પ્રકારની શરતો મૂકે છે અને કાગળિયા ઉપરાંત ગેરેંટર પણ માગે છે. જેને કારણે ઘણા લોકોને મોટી એજ્યુકેશન લોન લેવામાં મુશ્કેલી નડે છે.

જો મળી પણ જાય તો 25 લાખ રૂપિયાના એજ્યુકેશન લોન માટે 40 લાખ રૂપિયા પાછા આપવા પડે છે. આવો જાણીએ કેવી રીતે પ્રતિમાસ 2500 રૂપિયા માટે અને કુલ 5.4 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થાય છે.

આમ તૈયાર થશે 25 લાખ રૂપિયાનું ફંડ

આમ તૈયાર થશે 25 લાખ રૂપિયાનું ફંડ

બાળકોની એજ્યુકેશન લોન માટે જો તમે 25 લાખ રૂપિયાનું ફંડ તૈયાર કરવા માગો છો તો તેના જન્મની સાથે જ કોઈ સારા મ્યુચ્યૂલ ફંડમાં 2500 રૂપિયા મહિનાનું સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP શરૂ કરો. જેની ઉપર આરામથી 15 ટકાનું રિટર્ન મળી શકે છે. તમારું બાળક 18 વર્ષનું થશે ત્યારે હાયર એજ્યુકેશન માટે પૈસાની જરૂર પડે છે. એવામાં જો તેમના જન્મથી જ સારા મ્યુચ્યૂયલ ફંડમાં 18 વર્ષ માટે SIP માધ્યમથી રોકાણ શરૂ કરવામાં આવે તો 18 વર્ષે 25 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે. તો આ 18 વર્ષોમાં 2500 રૂપિયાના રોકાણ સ્વરૂપે 5.4 લાખ રૂપિયાનું જ રોકાણ થશે.

આ રીતે 5 લાખ રૂપિયાના રોકાણથી 25 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થશે. વળી 25 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન પુરી કરવામાં 40 લાખનો ખર્ચ આવશે. આ પ્રકારે રોકાણની યોજના પર કામ કરવાથી 35 લાખ રૂપિયાની બચત થશે અને બાળકના એજ્યુકેશનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. અને જો તમે 25 લાખ રૂપિયાનું ફંડ બેંક અથવા પોસ્ટ ઑફિસમાં રોકાણ કરવા માગો છો તો આગળ જઈને તેમની માટે કેટલા રૂપિયા પ્રતિમાસ રોકાણ કરવું પડશે?

રોકાણ યોજના પર એક નજર...

રોકાણ યોજના પર એક નજર...

- મ્યુચ્યૂલ ફંડમાં શરૂ કરો SIP
- 2500 રૂપિયા પ્રતિમાસ જમા કરાવવાના શરૂ કરો
- આ રોકાણ 18 વર્ષ સુધી કરો
- આ રોકાણ પર 15 ટકા વ્યાજ મળશે
- 27.26 લાખથી વધુનું ફંડ તૈયાર થઈ જશે

મ્યુચ્યૂલ ફંડ SIPમાં ટોપ રિટર્ન આપનારી સ્કીમો

મ્યુચ્યૂલ ફંડ SIPમાં ટોપ રિટર્ન આપનારી સ્કીમો

- ફ્રેન્કલિન ઇન્ડિયા પ્રાઇમા ફંડના 20 વર્ષના SIP રિટર્ન 20.31 ટકા રહ્યું.

- HDFC ટોપ 100 ફંડના 20 વર્ષના SIP રિટર્ન 18.73 ટકા રહ્યું.

- આદિત્ય બિરલા સન લાઇફ ઇક્વિટી ફંડના 20 વર્ષના SIP રિટર્ન 17.77 ટાકા રહ્યું

- ટાટા ઇન્ડિયા ટેક્સ સેવિંગ ફડના 20 વર્ષના SIP રિટર્ન 16.52 ટકા રહ્યું

- આદિત્યા બિરલા સન લાઇફ ટેક્સ સેવિંગ ફંડ 96ના 20 વર્ષના SIP રિટર્ન 15.94 ટકા રહ્યું

નોટ: મ્યુચ્યૂલ ફંડની સ્કીમના રિટર્ન ડેટા 2 ઓગસ્ટ, 2019ના છે.

પોસ્ટ ઓફિસમાં કેવી રીતે તૈયાર થશે ફંડ?

પોસ્ટ ઓફિસમાં કેવી રીતે તૈયાર થશે ફંડ?

પોસ્ટ ઑફિસમાં હાલમાં SIP જેવા રોકાણ માધ્યમ એટલે કે રેકરિંગ ડિપોઝિટમાં 7.3 ટકા વ્યાજ મળે છે. જો આ વ્યાજ દર પર 2500 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 18 વર્ષમાં અંદાજે 11 લાખ રૂપિયા થશે. અને જો 18 વર્ષમાં 25 લાખ રૂપિયાનું ફંડ તયાર કરવું હોય તો પ્રતિમાસ 5700 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.

બેંકમાં કેવી રીતે તૈયાર થશે ફંડ?

બેંકમાં કેવી રીતે તૈયાર થશે ફંડ?

બેંકમાં આ સમયે SIP જેવા રોકાણ માધ્યમ એટલે કે રેકરિંગ ડિપોઝીટમાં 6.8 ટકા વ્યાજ મળે છે. અને જો આ વ્યાજ દર પર 2500 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 18 વર્ષમાં અંદાજે 10.50 લાખ રૂપિયા થશે. અહીં જો 18 વર્ષમાં 25 લાખ રૂપિયાનું ફંડ તૈયાર કરવાનું હોય તો પ્રતિમાસ 6000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.

(નોટ : રોકાણ સલાહ બ્રોકરેજ હાઉસ અને માર્કેટ એક્સપર્ટ તરફથી આપવામાં આવી છે. જોકે રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો. માર્કેટમાં રોકાણ કરવા કરવાના પોતાના જોખમ છે. એટલે સતર્ક રહેવું જરૂરી છે.)

English summary
Without a loan, your child will be able to do higher study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X