રેનબક્સી બાદ હવે વૉકહાર્ટની મુશ્કેલી વધી

નોંધનીય છે કે યુએસ એફડીએ પ્લાન્ટ ખાતે ઉત્પાદિત દવાની ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવી છે અને તે યુએસ માર્કેટમાં આવી દવાનું વેચાણ બંધ કરવા માગે ત્યારે ઈમ્પોર્ટ એલર્ટ ઈસ્યુ કરવામાં આવે છે. પાછલા સપ્તાહે ભારતીય ફાર્માસ્યુટિકલ સેકટરની અગ્રણી કંપની રેનબેકસી પણ છેતરપિંડી તથા ભેળસેળના ક્રિમિનલ ચાર્જિસમાં ભૂલો સ્વીકારી યુએસ કાયદા ખાતા સાથે 50 કરોડ ડોલરમાં પતાવટ કરવા સહમતિ થઈ હતી. કંપનીએ સ્વીકાર્યું હતું કે ઉત્પાદનમાં ભેળસેળ થઈ હતી.
ભારતમાંથી યુએસમાં મોટા પ્રમાણમાં દવાઓની નિકાસ થાય છે. રેનબેકસી, વોકહાર્ટ, સન ફાર્મા જેવી ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેનેરિક દવાઓની યુએસમાં મોટા પ્રમાણમાં નિકાસ કરે છે. યુએસ એફડીએના આવા વલણને લઈને ફાર્માસ્યુટિકલ સેકટરના અગ્રણીઓએ ચિંતા વ્યકત કરી છે. દરમિયાન એફડીઆઈની નીતિને લઈને વોકહાર્ટ કંપનીના શેરમાં પણ નરમાઈ જોવા મળી છે. નોંધનીય છે કે પાછલા 12 મહિનામાં આ શેરમાં 700 ટકાનો ઉછાળો નોંધાયો હતો. હવે આગામી સમયમાં તેના શેર પર આ મુશ્કેલીની અસર જોવા મળશે.












Click it and Unblock the Notifications
