For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ક ફ્રોમ હોમ કોરોના વાયરસ પછીની દુનિયા માટે નવો સામાન્ય ટ્રેન્ડ બની રહેશે

લોકો હવે એ અંગે વિચાર કરી રહ્યા છે કે કોરોના મહામારી બાદ દુનિયા કેવી રીતે ચાલશે્. શું વર્ક ફ્રોમ હોમને તેના ઉપાય તરીકે જોવામાં આવી રહ્યુ છે?

|
Google Oneindia Gujarati News

દુનિયાના મોટાભાગના દેશો લૉકડાઉનના નિયમોને હળવા કરીને અર્થવ્યવસ્થા પાટા પર લાવવા દબાણ કરી રહ્યા છે. દુનિયાભરના લોકો હવે એ અંગે વિચાર કરી રહ્યા છે કે કોરોના મહામારી બાદ દુનિયા કેવી રીતે ચાલશે્. શું વર્ક ફ્રોમ હોમને તેના ઉપાય તરીકે જોવામાં આવી રહ્યુ છે? શું કંપનીઓ તેમના કર્મચારીઓને રોટેશનલ બેઝિઝ પર ઓફિસમાં બોલાવવા અંગે વિચારી રહી છે? ઘણા બધા કર્મચારીઓ અત્યારે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. જ્યાં સુધી કોવિડ -19ની કોઈ વેક્સીન શોધાઈ નથી ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ નવો ટ્રેન્ડ બની રહેશે તેમ માની રહ્યા છે.

wfh

ગ્લોબલ વર્કપ્લેસ એનાલિટીકના પ્રમુખ કેટ લિસ્ટરનુ માનવુ છે કે તાજેતરની કટોકટીના સમયમાં વર્ક ફ્રોમ હોમ વધુ કારગર સાબિત થશે. મોટાભાગના લોકો જેટલુ શક્ય બને તેટલુ વર્ક ફ્રોમ હોમને કન્ટીન્યુ કરવાનુ વધુ પસંદ કરી રહ્યા છે. મોટાભાગની કંપનીઓ પણ આ શૈલી અપનાવવા માંગે છે. તેમની આગાહી છે કે વર્કર્સને એક હેપ્પી માધ્યમની શોધ હશે કે જે રિમોટ વર્ક અને ઓફિસ વચ્ચે સમયને વિભાજિત કરે. આશા છે કે મહામારીમાં મેનેજરોએ જોયુ હશે કે વર્કર્સ નિરંતર સુપરવિઝન વિના પણ વિશ્વસનીય રીતે તેમની જોબ કરી શકે છે. ગ્લોબલ વર્કપ્લેસ એનાલિટીક અનુસાર યુએસમાં 25થી 30 મિલિયન કર્મચારી આવતા બે વર્ષોમાં ઘરેથી કામ કરશે. આ સંખ્યા વર્તમાન આંકડાથી પાંચ ગણી વધુ છે. હાલમાં માત્ર 5 મિલિયન લોકો જ ઘરેથી કામ કરે છે.

લિનોવો, ઈન્ડિયાના એમડી રાહુલ અગ્રવાલનુ માનવુ છે કે કાર્ય પ્રણાલિમાં ફેરફાર મહામારીથી પહેલા પણ દેખાઈ રહ્યા હતા અને એવુ લાગે છે કે કંપનીઓ અને કર્મચારીઓ બંને નવો ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. ટેક મહિન્દ્રા જેવી અન્ય કંપનીઓ કાયમી ધોરણે હાઈબ્રીડ મોડલ અપનાવવા અંગે પ્લાન કરી રહી છે. ટેક મહિન્દ્રાના એમડી અને સીઈઓ સીપી ગુરનાનીએ કહ્યુ કે, 'અમે ઈચ્છીશુ કે 25 ટકા કર્મચારીઓ લાંબા ગાળા સુધી વર્ક ફ્રોમ હોમ કરે. ટેકનોલોજી સોલ્યુશન વહેલી તકે ઉપલબ્ધ રહેશે પરંતુ એ માનવીય દ્રષ્ટિકોણ છે જેને જોવુ મહત્વપૂર્ણ બની રહેશે.'

વર્ક ફ્રોમ હોમના કારણે માત્ર કંપનીઓ જ પૈસા નહિ બચાવે પરંતુ કર્મચારીઓ પણ વાર્ષિક ઘણી બચત કરી શકશે જે તેમના માટે વીન વીન સ્થિતિ હશે. ગ્લોબલ વર્કપ્લેસ એનાલિટિકના ડેટાથી માલુમ પડે છે કે લોકો ઈંધણ અને ડે કેરનો ખર્ચ બચાવીને વાર્ષિક 2000થી 6500 ડોલર બચાવી શકે છે. વર્ક ફોમ હોમના લીધે એક સ્વચ્છ વાતાવરણ પણ વિસ્તારિત થાય છે. જેમ જેમ માનવ પોતાના ઘરોમાં પાછો જતો ગયો તેમ મા પ્રકૃતિ તેના સૌમ્ય સ્વરૂપમાં આવવા લાગી. દુનિયાભરના પ્રદૂષિત શહેરો જેવા કે નવી દિલ્લી, લૉસ એન્જેલસ, ન્યૂયોર્ક અને પેરિસમાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો.

આ પણ વાંચોઃ કોરોનાથી અમેરિકામાં 24 કલાકમાં 2073 લોકોના મોત, મૃતકોનો કુલ આંકડો 73 હજારને પારઆ પણ વાંચોઃ કોરોનાથી અમેરિકામાં 24 કલાકમાં 2073 લોકોના મોત, મૃતકોનો કુલ આંકડો 73 હજારને પાર

English summary
Work from home likely to be new normal in post-novel coronavirus world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X