6 થી 12 કલાક સુધી ફરીથી એટીએમથી પૈસા ઉપાડાશે નહીં?
દિલ્હી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ (એસ.એલ.બી.સી.) એટીએમ છેતરપિંડીના મુદ્દાને કાબૂમાં લેવા કેટલાક પગલા સૂચવ્યા છે, સમિતિએ 2 એટીએમ ટ્રાન્ઝેક્શનની વચ્ચે 6 થી 12 કલાક રાખવા સૂચન કર્યું છે
દિલ્હી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ (એસ.એલ.બી.સી.) એટીએમ છેતરપિંડીના મુદ્દાને કાબૂમાં લેવા કેટલાક પગલા સૂચવ્યા છે, સમિતિએ 2 એટીએમ ટ્રાન્ઝેક્શનની વચ્ચે 6 થી 12 કલાક રાખવા સૂચન કર્યું છે, જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે છે, તો પછી તમને એટીએમમાંથી પૈસા ઉપાડવામાં 6-12 કલાકનો સમય લાગી શકે છે, જો કે આ સૂચન હાલમાં ફક્ત પ્રાથમિક સ્તરનું છે.

આ મહત્વપૂર્ણ નિયમ બદલાઇ શકે છે
આ અંગે 18 બેંકોના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી, જેમાં દિલ્હી SLBC ના કન્વીનર અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના એમડી અને સીઈઓ મુકેશકુમાર જૈને જણાવ્યું હતું કે એટીએમમાં થનારી મોટાભાગની છેતરપિંડી રાત્રે એટલે કે મધ્યરાત્રીથી વહેલી સવાર સુધી થાય છે. આવી સ્થિતિમાં, એટીએમમાંથી ટ્રાન્ઝેક્શનનો સમય નક્કી કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બન્યું છે, ત્યારબાદ એટીએમ ટ્રાન્ઝેક્શન વચ્ચે 6 થી 12 કલાકનું અંતર રાખવાની દરખાસ્ત સામે આવી છે.

ઘણી સુરક્ષા સુવિધાઓ પર ચર્ચા કરવામાં આવી હતી
આ બેઠકમાં ઘણી સુરક્ષા વિશેષતાઓની ચર્ચા કરવામાં આવી હતી, આ બેઠકમાં ખાતા ધારકોને ચેતવણી આપવાની વાત કરવામાં આવી હતી, આ સિસ્ટમ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ઓલાઇન ટ્રાન્જેક્શન સમાન હશે, હજુ આ મુદ્દો પર વિચારણા ચાલી રહી છે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

દિલ્હી પોલીસના જોઇન્ટ પોલીસ કમિશનર પણ છેતરપિંડીનો શિકાર
દિલ્હી પોલીસના જોઇન્ટ પોલીસ કમિશનર અતુલ કટિયાર પણ સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે, છેતરપિંડી કરનારાઓએ તેના ક્રેડિટ કાર્ડમાંથી 28 હજાર રૂપિયા ઉડાવી લીધા હતા. આ ઘટના ત્યારે બની છે જ્યારે જોઇન્ટ કમિશનર અતુલ કટિયાર પોલીસ હેડક્વાર્ટરમાં બેઠા હતા, તે દરમિયાન તેમના ક્રેડિટ કાર્ડથી ડિડક્શનનો 2 મેસેજ આવ્યા.આ કિસ્સામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: મંદીના ટેન્શન વચ્ચે નાણામંત્રીનો અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ, સસ્તી થશે હોમ અને ઑટો લોન












Click it and Unblock the Notifications
