For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંદીના ટેન્શન વચ્ચે નાણામંત્રીનો અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ, સસ્તી થશે હોમ અને ઑટો લોન

મંદીના ટેન્શન વચ્ચે નાણામંત્રીનો અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ, સસ્તી થશે હોમ અને ઑટો લોન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં આર્થિક મંદીની દસ્તકે અર્થવ્યવસ્થામાં હલચમલ પેદા કરી દીધી છે, પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતને મંદીનો ખતરો નથી. તેમણે કહ્યું કે ચીન, અમેરિકા અને યૂરોપીય દેશોની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થા સારું કરી રહી છે. તેમણે મંદીની ચિંતાઓની વચ્ચે કેટલાય મોટા એલાન કર્યાં. શુક્રવારે સાંજે નાણામંત્રીએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી લોકોને ભરોસો અપાવયો કે આર્થિક સુધાર મોદી સરકારના એજન્ડામાં સૌથી ઉપર છે. તેમણે કહ્યું કે સુધાર ચાલુ છે. તેની ગતિ અટકી નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હવે હોમ, બેંક તથા અન્ય લોન પર ઈએમઆઈ ઘટાડવામાં આવશે.

nirmala sitaraman

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે RBI તરફથી વ્યાજ દરમાં કટૌતીનો ગ્રાહકોને પૂરો ફાયદો મળશે. તમામ બેંકોએ આના પર સહમતિ દર્શાવી છે. મતબલ હવે તમામ બેંક રેપો રેટમાં કટૌતી મુજબ એમસીએલઆરમાં કટૌતી કરશે. તેમણે કહ્યું કે બેંક હોમ, ઓટો તથા અન્ય લોન પર ઈએમઆઈ ઘટાડશે. નાણામંત્રીએ કહ્યું કે બેંક આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કરવામાં આવનાર કટૌતી મુજબ એમસીએલઆરમાં કટૌતી કરશે. તેમણે કહ્યું કે તમામ પ્રકારની લોન એપ્લીકેશન ઓનલાઈન થશે, જેનું ટ્રેકિંગ પણ ઓનલાઈન થશે.

નાણામંત્રીએ બજેટમાં વિદેશી પોર્ટફોલિયો નિવેશકો પર વધેલ સરચાર્જને રોલબેક કરી લીધો. તેમણે કહ્યું કે ઈક્વિટી શેર્સને ટ્રાન્સફર થનાર લૉન્ગ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન પર સરચાર્જ નહિ લાગે. સરકારના આ ફેસલાથી વિદેશી રોકાણકારોનું આકર્ષણ ફરી એકવાર વધશે. એટલું જ નહિ નાણામંત્રીએ કહ્યું કે સરકાર બેંકોને 70 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવશે, જેથી વધુમાં વધુ લોન આપી શકાય.

વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રીએ કહ્યું કે ઈઝ ઑફ ડૂઈંગ અંતર્ગત બિઝનેસના મામલે જલદીમાં જલદી નિપટાવવામાં આવશે. આ મામલાનો નિપટારો 48 કલાકમાં કરવામાં આશે. આની સાથે જ એમએસએમઈ અને ઘર ખરીદદારો માટે એક મજૂત આઈબીસી લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જીએસટી રિટર્ન અને રિફન્ડ આસાન બનાવવામાં આવ્યું છે. જલદી જ તેની ખામીઓનો નિપટારો કરી લેવામાં આવશે.

<strong>દેશના આર્થિક હાલાત પર નાણામંત્રીનું નિવેદન, કહ્યું- આપણો વિકાસદર અન્યોથી સારો</strong>દેશના આર્થિક હાલાત પર નાણામંત્રીનું નિવેદન, કહ્યું- આપણો વિકાસદર અન્યોથી સારો

English summary
home loan and auto loan will be cheaper
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X