Year Ender 2019: આ વર્ષે અનિલ અંબાણી જુથની 5 કંપનીઓ સૌથી વધુ ખોટમાં રહી!
શેરબજાર માટે 2019 નું વર્ષ ખૂબ સારું રહ્યું. આ વર્ષે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચાઈને પહોંચ્યા. આર્થિક મંદી છતાં રોકાણકારોએ ભારતીય શેરબજારમાં નાણાંનું રોકાણ કર્યું. ભારતીય શેરને નવી ઉંચાઈએ પહોંચવા પાછળ વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ખરીદી એક મોટું અને મહત્વનું કારણ હતું. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો કે એફપીઆઈએ ભારતીય બજારમાં મોટુ રોકાણ કર્યું. 2019 માં એફપીઆઈએ ભારતમાં 1.3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ રકમ છે. ઘરેલું કંપનીઓની વાત કરીએ તો આ વર્ષે ઘણી કંપનીઓએ રોકાણકારોને સારૂ વળતર આપ્યુ છે. જ્યારે કેટલીક કંપનીઓએ રોકાણકારોને નિરાશ પણ કર્યા છે. આજે અમે 5 એવી કંપનીઓની વાત કરવાના છીએ જેને રોકાણકારોના સૌથી વધુ નાણાં ડૂબાડ્યા અને 5 એવી કંપનીઓ જેને રોકાણકારોને સૌથી સારૂ વળતર આપ્યુ.

ડુબેલી 5 માંથી 3 કંપનીઓ અંબાણી ગ્રુપની
જે 5 કંપનીઓએ રોકાણકારોના સૌથી વધુ નાણા ડુબાડ્યા એમાંથી 3 કંપનીઓ અનિલ અંબાણી ગ્રુપની છે. આ ત્રણેય કંપનીઓ રિલાયન્સ કમ્યુનિકેશન્સ, રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 95 ટકાના ઘટાડા સાથે નુકસાનમાં રહી છે. રિલાયન્સ કમ્યુનિકેશન્સ કે આરકોમે રોકાણકારોના સૌથી વધુ નાણા ડુબાડ્યા છે. આરકોમના શેર 94.56 ટકા ઘટાડા સાથે 0.85 રૂપિયા પર પહોંચી ગયા છે. રિલાયન્સ કેપિટલના શેર 94.54 ટકા ઘટાડા સાથે 11.9 રૂપિયા પર પહોંચ્યા છે. તેની માર્કેટ વેલ્યુ ઘટીને 300 કરોડ રહી ગઈ છે. ત્રીજા નંબર પર કપિલ વાધવાનના નેતૃત્વ વાળી એનબીએફસી કંપની ડીએચએએફએલ છે. 2019 માં આ કંપનીના શેર 93.2 ટકા ઘટાડા સાથે 16.14 રૂપિયા પર પહોંચી ગયા છે. હાલમાં આ કંપનીની માર્કેટ વેલ્યુ 506.8 કરોડ છે.

આ કંપનીઓએ પણ રોકાણકારોને રડાવ્યા
રોકાણકારોના રૂપિયા ડુબાડવામાં ચૌથા નંબર પર રિલાયન્સ ઇન્ફ્રા છે. જેના શેર 91.9 ટકા ઘટીને 23.3 રૂપિયા પર પહોંચી ગયા છે. હાલમાં તેની માર્કેટ વેલ્યુ 612.8 કરોડ રૂપિયા છે. પાંચમા ક્રમે જૈન ઈરીગેશન છે. જેના શેર 2019 માં 88.1 ટકા ઘટીને 7.9 રૂપિયા પર અટક્યા છે. હાલ તેની માર્કેટ વેલ્યુ 391.9 કરોડ રૂપિયા રહી ગઈ છે.

આ વર્ષે અનિલ અંબાણી જુથની 5 કંપનીઓ સૌથી વધુ ખોટમાં રહી!
રોકાણકારોને નફો આપવાની બાબતમાં સૌથી ઉપર મૂડી વધારવાની બાબતમાં મણીપુરમ ફાઇનાન્સ છે. જેના શેરમાં 97 ટકાનો તગડો વધારો નોંધાયો છે. તેની માર્કેટ વેલ્યૂ 14,524 કરોડ રૂપિયા છે. આ યાદીમાં બીજા નંબર પર પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ છે. 1,500.4 કરોડની માર્કેટ વેલ્યુ વાળી આ કંપનીએ 83 ટકા વળતર આપ્યુ છે. એબોટ ઈન્ડિયા 77 ટકા વળતર સાથે ત્રીજા ક્રમે છે, જેની માર્કેટ વેલ્યુ 13,349.9 કરોડ રૂપિયા છે. ચૌથા ક્રમે ગુજરાત ગેસે 70.4 ટકા વળતર આપ્યુ છે. જેની માર્કેટ વેલ્યુ 15,726.5 કરોડ છે. પાંચમાં નંબર પ રિલેક્સો ફુટવેર્સ છે. જેની માર્કેટ વેલ્યુ 15,053 કરોડ છે અને 69.5 ટકા વળતર આપ્યુ છે.
Vision 2020: ભારત કૃષિ અને ખાદ્ય સુરક્ષામાં કેટલું આત્મનિર્ભર બન્યું?