બેન્ક ગયા વગર જ થઈ જશે આ 8 કામ, જાણો કેવી રીતે
હંમેશા લોકો બેન્કનું કામ પુરુ કરવા માટે ઓફિસમાંથી થોડો સમય કાઢે છે. કારણ કે હંમેશા ઓફિસ અને બેન્કનો સમય એક જ હોય છે. જો કે હવે તેની જરૂર નથી.
હંમેશા લોકો બેન્કનું કામ પુરુ કરવા માટે ઓફિસમાંથી થોડો સમય કાઢે છે. કારણ કે હંમેશા ઓફિસ અને બેન્કનો સમય એક જ હોય છે. જો કે હવે તેની જરૂર નથી. બેન્કોએ ઘણા જરૂરી કામ એટીએમથી જ કરવાની છૂટ આપી દીધી છે. આ કામ જ્યારે જ્યારે તમે સમય મળે ત્યારે ત્યારે તમે એટીએમ પર જઈને કરી શકો છો. તમે એટીએમથી કયા આઠ જરૂરી કામ કરી શકો છો તે જાણીએ.
આ પણ વાંચો: એફડી ખાતા પર SBI માંથી લોન કેવી રીતે લેશો?

કૅશ ડિપોઝિટ મશીનનો પણ લઈ શકો છો લાભ
કેટલીક બેન્કોએ પોતાના એટીએમની સાથે કેશ જમા કરવાના મશીન પણ મૂક્યા છે. તેનાથી તમે બેન્કમાં રોકડ જમા કરાવી શકો છો. આ મશીનથી એકવારમાં 49,900 સુધીની રકમ જમા કરી શકાય છે. આ મશીનોમાં 2000, 500, 100 અને 50 રૂપિયાની નોટ ભરી શકાય છે.

વીમા પ્રીમિયમ ભરો
દેશના મોટા ભાગના એટીએમથી લોકો પોતાની જીવન વીમા પોલિસીના પૈસા જમા કરી શકે છે. દેશની મોટા ભાગની કંપનીઓ જેમ કે LIC, HDFC લાઈફ અને SBI લાઈફ સામેલ છે. આ કંપનીઓએ બેન્ક સાથે કરાર કર્યા છે. એટલે તમે બેન્કથી વીમાનું પ્રીમિયમ ભરી શકો છો. બેન્કના એટીએમથી બિલ પે સેક્શનમાં આ સુવિધા મળે છે. અહીં વીમા કંપનીનું નામ પસંદ કરીને તમારે પોલિસી નંબર નાખવાનું હોય છે. બાદમાં એટીએમ બર્થ ડેટ અને મોબાઈલ નંબર માગે છે. જેવા તમે આ ડિટેઈલ ભરશો કે પ્રીમિયમની રકમ બતાવશે. જે તમે જમા કરી શકો છો.

એટીએમથી કરો એફડી
જો તમે તમારી બેન્કમાં ફિક્સ ડિપોઝિટ કરવા ઈચ્છતા હો તો બેન્કમાં જવાની જરૂર નથી. તમે આ કામ બેન્કની એટીએમથી પણ કરી શકો છો. લગભગ તમામ બેન્ક પોતાના એટીએમમાં આ સુવિધા આપે છે. આ માટે તમારે એટીએમમાં આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે. અહીં તમે કેટલા સમય માટે એફડી કરાવવા ઈચ્છો છો, તેનું ઓપ્શન પસંદ કરો અને સુવિધા પ્રમાણે રકમ પસંદ કરો. બાદમાં એફડી થઈ જશે.

ટેક્સની ચૂકવણી
મોટા ભાગના એટીએમથી લોકો પોતાના ઈન્કમટેક્સ સહિત અન્ય ટેક્સ ચૂકવી શકે છે. દેશના મોટા ભાગના એટીએમ તમામ પ્રકારના ટેક્સની ચૂકવણી સ્વીકારે છે. જેમાં એડવાન્સ ટેક્સ, સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ, રેગ્યુલર એસેસમેન્ટ બાદ ચૂકવવામાં આવતા ટેક્સ સામેલ છે. જો તમે તમારો ઈન્કમટેક્સ જમા કરાવવા ઈચ્છો છો તો પહેલા એક વાર બેન્કની વેબસાઈટ કે બેન્કની બ્રાંચમાં આ સુવિધા માટે રજિસ્ટર કરવું પડશે. બાદમાં તમે તમારો ઈન્કમટેક્સ જમા કરાવી શકો છો. અહીં તમારા અકાઉન્ટમાંથી પૈસા કપાયા બાદ એટીએમ તમને એક CIN નંબર આપે છે. જેના 24 કલાક બાદ તમે બેન્કની વેબસાઈટ પરથી CIN નંબરની મદદથી ચલણની પ્રિન્ટ કાઢી શકો છો.

એટીએમથી લઈ શકો છો લોન
જો તમારે લોનની જરૂરિયાત છે, તો એટીએમથી આ કામ પણ થઈ શકે છે. આ માટે મોટા ભાગના એટીએમમાં વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે તમે પર્સનલ લોન માટે એટીએમથી જ અરજી કરી શકો છો. જેવી બેન્ક લોન સ્વીકારે કે એટીએમમાંથી પૈસા પણ ઉપાડી શકો છો. લોન આપતા પહેલા બેન્કનું કમ્પ્યુટર તમારી ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરે છે. બાદમાં જ લોન આપવામાં આવે છે.

એટીએમથી કરો કૅશ ટ્રાન્સફર
જો તમે ઈચ્છો તો ઈન્ટરનેટ બેન્કિંગ વગર બીજા કોઈ વ્યક્તિના અકાઉન્ટમાં પૈસા એટીએમથી ટ્રાન્સફર કરી શકો છો. મોટા ભાગના એટીએમ આ સુવિધા આપે છે. આ સુવિધાથી તમે એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકો છો. જે ગ્રાહકોએ ઓનલાઈન કે બેન્કની બ્રાન્ચમાં ખાતાને રજિસ્ટર કરાવ્યું હોય તે જ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. જે ખાતામાં રકમ નાખવી હોય તેમાં એટીએમની મદદથી એક વારમાં 40 હજારની જ રકમ મોકલી શકાય છે.

યુટિલીટી બિલની કરો ચૂકવણી
બેન્કોએ પોતાના એટીએમમાં યુટિલીટી બિલ એટલે કે ટેલિફોન, વીજળી, ગેસ સહિતના બિલ ચૂકવવાની જોગવાઈ રાખી છે. જો કે આવા બિલ ચૂકવતા પહેલા તમારે બેન્કની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. બાદમાં તમે ઈચ્છો ત્યારે એટીએમથી બિલ ચૂકવી શકો છો.

એટીએમથી ખરીદો ટ્રેનની ટિકિટ
જી હાં, તમે ઈચ્છો તો ટ્રેનની ટિકિટ પણ એટીએમથી ખરીદી શકો છો. SBI રેલવેની બિલ્ડિંગમાં રહેલા એટીએમમાં બુકિંગની સુવિધા આપે છે. જો કે આ સુવિધા ફક્ત લાંબા અંતરની રિઝર્વ ટિકિટ માટે જ છે.












Click it and Unblock the Notifications
