For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું એસ્પિરિન નામની દવા Coronavirusના દર્દીને ઠીક કરી શકે છે? જાણો દાવાની હકિકત

શું એસ્પિરિન નામની દવા Coronavirusના દર્દીને ઠીક કરી શકે છે? જાણો દાવાની હકિકત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમા કોરોના વાયરસના મામલા પહેલેથી ઘટ્યા જરૂર છે, પરંતુ આ સંખ્યા હજી પણ વધુ છે. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર આ બીમારીના ઈલાજ માટે વિવિધ પ્રકારના ઉપાયો જણાવવામાં આવી રહ્યા ચે. જેમાં કેટલાય ઉપાય તો બિલકુલ ફેક છે. હવે વૉટ્સએપ પર એક મેસેજ ઘણો ફોરવોર્ડ કરવામાં આવી રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના વાયરસ એક બેક્ટેરિયા છે અને એસ્પિરિન નામની દવા તેને ઠીક કરી શકે છે. આ ફોરવર્ડમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ વાયરસ નથી બલકે બેક્ટેરિયા છે જેનાથી મોત થઈ શકે છે.

aspirin

વાયરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમણથી લોહીની ગાઠ બને ચે અને તેના કારણે દર્દીનું મોત થાય છે. આમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જર્મનીએ કોવિડ 19ને હરાવી દીધું છે. અને આનાથી નિપટવાની રીત એન્ટીબાયોકિસ લેવાનું જ છે. જેમાં સૌથી પહેલા એસ્પિરિન લેવાની હોય છે. વનઈન્ડિયાએ આ મેસેજની તપાસ કરી જેમાં માલૂમ પડ્યું કે આ દાવો એકદમ ફેક છે. સૌથી પહેલી વાત તો એ કે કોવિડ-19 એક વાયરસ છે. આની સાથે જ આ બીમારીનો અત્યાર સુધી કોઈ ઈલાજ નથી મળી શક્યો. કેટલીય કંપનીઓ વિવિધ યુદ્ધ સ્તરે વેક્સીન બનાવવામાં કામે લાગી ગઈ છે. કેટલીક કંપનીઓનું કહેવું છે કે કોરોનાની વેક્સીન 2020ના અંતમાં અથવા તો 2021ની શરૂઆતમાં આવી શકે છે.

મહારાષ્ટ્રમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન વધારાયું, કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણયમહારાષ્ટ્રમાં 30 નવેમ્બર સુધી લોકડાઉન વધારાયું, કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

જો કે એનેસ્થીસિયા અને એનાલ્જેસિયા જર્નલમાં પ્રકાશિત એક અધ્યયનમાં કહેવામાં આવ્યું કે એસ્પિરિનનો ઓછો ડોઝ લેવાથી સંભવતઃ કોરોના સંક્રમણમાં લાભ મળી શકે છે. અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું કે, આ દરમ્યાન જેમને એસ્પિરિન આપવામાં આવે છે તેમને આઈસીયૂમાં દાખલ કરવાની સંભાવના 43 ટકા સુધી ઘટી જાય છે, મેકેનિકલ વેંટિલેટર પર જવાની સંભાવના 44 ટકા ઘટી જાય છે અને મોતની સંભાવના 47 ટકા ઘટી જાય છે. જો એ વાતનું ધ્યાન રાખવું કે આ અધ્યયની વિવિધ સીમાઓ પણ છે. માટે આના પર ભરોસો કરી લેવો કારગર સાબિત નહિ થાય. કોઈપણ દવાનો પ્રયોગ ખુદ પર કરવો નહિ, જરૂર જણાય ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

Fact Check

દાવો

કોરોના વાયરસ બેક્ટેરિયા છે અને એસ્પિરિનથી ઠીક થઈ શકાય છે.

નિષ્કર્ષ

કોરોનાવાયરસ એક વાયરસ છે અને તેની હજી સુધી દવા ઉપલબ્ધ નથી.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
aspirin can not cure covid 19 patient, viral message is false
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X