For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact check: યુદ્ધના મેદાનમાં જવાનનો ઈમોશનલ વીડિયો નીકળ્યો ફેક

Fact check: યુદ્ધના મેદાનમાં જવાનનો ઈમોશનલ વીડિયો નીકળ્યો ફેક

|
Google Oneindia Gujarati News

જાણકારીના આદાન-પ્રદાન માટે સોશિયલ મીડિયા સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે, પરંતુ લોકો તેનો ખોટો ઉપયોગ કરતા થઈ ગયા છે. લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે ક્યારેક અફવા તો ક્યારે ખોટી જાણકારી શેર કરવામાં આવે છે. અત્યારે સૈનિકનો એક વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે, પરંતુ તપાસમાં તેની હકીકત કંઈક ઉંધી જ નીકળી.

soldier

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક જવાન જોવા મળી રહ્યો છે, જે યુદ્ધના મેદાનમાં એક મેસેજ રેકોર્ડ કરી રહ્યો છે. તેની ચારો તરફ ગોળીઓ ચાલી રહી છે. વીડિયો પોસ્ટ કરનાર યૂઝરે દાવો કર્યો કે જવાન એક ઈરાકી સૈનિક છે, જે ISIS સામે લડી રહ્યો છે. જ્યારે તેને લાગ્યું કે તે યુદ્ધમાં નહી બચે તો તેણે પોતાના ઘરવાળાઓને અલવિદા કહેવા માટે વીડિયો બનાવ્યો. સાથે જ તે પોતાના ભાઈને મમ્મીની દેખભાળ કરવાનું પણ કહે છે. જે બાદ વીડિયો તેજીથી વાયરલ થયો અને તેના પર 3 લાખથી વધુ વ્યૂ આવ્યા. સાથે જ લોકો દુખી મનથી જવાન માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.

પરંતુ આ વીડિયોની જ્યારે તપાસ કરવામાં આવી તો આ ખોટો નીકળ્યો. સાથે જ માલૂમ પડ્યું કે તે 'Dialing' નામની શોર્ટ ફિલ્મનો ભાગ છે. આ ઉપરાંત તેનો આખો ભાગ યૂટ્યૂબ પર હાજર છે. કેટલાક યૂઝર્સ સમજદાર હતા, તેમણે કોમેન્ટ સેક્શનમાં જઈ વીડિયો શેર કરનારની પોલ ખોલી દીધી. સાથે જ યૂઝરે કોમેન્ટ સેક્શનમાં આખા વીડિયોની લિંક પેસ્ટ કરી દીધી. આમ તો આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી, જેનું પ્રીમિયર દુબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં થયું હતું.

Join Telegram Channel

Fact Check

દાવો

યુદ્ધના મેદાનમાં મૃત્યુ સમયે સૈનિકો બનાવ્યો વીડિયો

નિષ્કર્ષ

વીડિયો શોર્ટ ફિલ્મનો છે

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact check: Emotional video of a young man on the battlefield came out fake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X