For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેક્ટ ચેકઃ શું ઉના જિલ્લામાં મુસ્લિમ ગુજ્જરોને દૂધ વેચવાથી રોકવામાં આવ્યા?

ઘણા રિપોર્ટ્સમાં એ કહેવામાં આવી રહ્યુ છે કે હોશિયારપુરમાં મુસ્લિમ ગુજ્જરોને દૂધના સપ્લાય માટે હિમાચલ પ્રદેશમાં પ્રવેશ કરવામાં દેવામાં નથી આવી રહ્યો.

|
Google Oneindia Gujarati News

ઘણા રિપોર્ટ્સમાં એ કહેવામાં આવી રહ્યુ છે કે હોશિયારપુરમાં મુસ્લિમ ગુજ્જરોને દૂધના સપ્લાય માટે હિમાચલ પ્રદેશમાં પ્રવેશ કરવામાં દેવામાં નથી આવી રહ્યો. જેનાથી વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. આ બાબતે હિમાચલ પ્રદેશમાં ઉના જિલ્લા મેજિસ્ટ્રેટે એ સ્પષ્ટ કરી દીધુ છે કે પંજાબના દૂધ વિક્રેતાઓ માટે જિલ્લાના અધિકાર ક્ષેત્રમાં કોઈ પ્રતિબંધ નથી. ઉના જિલ્લામાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ વેચાણ અને ખરીદી માટે સામાન્ય જનતાને છૂટ સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી આપવામાં આવી છે.

milk

કાયદેસર પાસ વિના જરૂરી સામાનની આપૂર્તિ માટે ખાનગી વાહનોના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી. પોતાના ખાનગી વાહનથી જિલ્લામાં પ્રવેશ કરનાર કે પછી પંજાબથી દૂધ વેચવા માટે આવતા લોકો પોતાના રાજ્યમાં સ્થિત અધિકૃત અધિકારથી અન્ય રાજ્યોમાં પ્રવેશ હેતુ પાસ લઈ શકે છે. તેમને પોતાના વાહન માટે સરળતાથી પાસ મળી જશે. ડીએમ સંદીપ કુમારે કહ્યુ, આ રીતને એક કેસ ત્યારે સામે આવ્યો હતો જ્યારે એસડીએમ નાંગલ(પંજાબ) એ આ જિલ્લાના હરોલી સબ ડિવિજનથી દૂધ લેવા પર રોક લગાવી દીધી હતી. જો કે બાદમાં દૂધનુ રોજનુ વેચાણ કરતા લોકો માટે પાસ જારી કરીને આ સમસ્યાનુ સમાધાન થઈ ગયુ હતુ.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ(કોવિડ-19) સંક્રમણથી બચાવ માટે અત્યારે દેશવ્યાપી લૉકડાઉન લાગેલુ છે. લૉકડાઉન દરમિયાન જરૂરી સેવાઓની ખરીદી અને વેચાણ પર કોઈ રોક નથી. જો કે જે સ્થલ હૉટસ્પૉટ કે પછી કન્ટેનમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યા છે ત્યાં લોકોને ઘરોમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પરંતુ આ ઘરો સુધી પણ જરૂરિયાતનો સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે. ભારતમાં અત્યારે કોરોના સંક્રમણના કેસ 18 હજારથી વધુ છે. જ્યારે 500થી વધુ લોકોના મોત થઈ ગયા છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ ગાંધીનગર કોરોનામુક્ત થયુ, અમદાવાદમાં દર 11 મિનિટે 1 નવો દર્દીઆ પણ વાંચોઃ ગુજરાતઃ ગાંધીનગર કોરોનામુક્ત થયુ, અમદાવાદમાં દર 11 મિનિટે 1 નવો દર્દી

English summary
fact check muslim gujjars not barred from selling milk in una district of himachal pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X