For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું પોલીસ અધિકારીએ કપલને ગોળી મારી? જાણો વાયરલ વીડિયાનું સત્ય

Fact Check: શું પોલીસ અધિકારીએ કપલને ગોળી મારી? જાણો વાયરલ વીડિયાનું સત્ય

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા અને એક પુરુષને ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી દેવાય છે. વીડિયોમાં બંને પક્ષો વચ્ચે દલિલ થયા છે અને પોલીસવાળો ગુસ્સામાં આવી સામે વાળા વ્યક્તિને ગોળી ધરબી દે છે અને બાદમાં તે શખ્સ સાથે હાજર રહેલી મહિલાને પણ ગોળી મારી દે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો એટલી તેજીથી વાયરલ થયો છે કો લોકો આ વીડિયોનું સત્ય જાણવા માટે ટ્વીટ કરવા લાગ્યા.

fact check

વીડિયો વાયરલ થયા બાદ યુપી પોલીસ, હરિયાણા પોલીસ સહિત કેટલાય રાજ્યની પોલીસે ટ્વિટર પર ટ્વીટ કરી આ વીડિયોની સચ્ચાઈ જણાવવી પડી. આ વીડિયોને લઈ ટ્વિટર પર કેટલાય યૂઝર્સે યુપી પોલીસને ટેગ કરી આ વીડિયોનું સત્ય જણાવવા નિવેદન કર્યું. જે બાદ યૂપી પોલીસે વીડિયોની આખી સચ્ચાઈ જણાવી. યુપી પોલીસે આ ટ્વીટ પર જવાબ આપતા લખ્યું, 'આ વીડિયો ગુડગાંવ સ્થિત એક કેફેનો છે, જ્યાં કોઈ વેબ સિરીઝનું શૂટિં થયું હતું. કેફેના મેનેજર સાથે આ તથ્યની પુષ્ટિ કરવામાં આવી છે. કેફેના માલિક, કૃષ્ણ નરવાલે જણાવ્યું કે આ ઘટના ત્રણ મહિના જૂની છે.'

વન ઈન્ડિયા ફેક્ટ ચેક ટીમે જ્યારે આ વીડિયોની તપાસ કરી તો માલૂમ પડ્યું કે આ વીડિયો કરનાલનો જ છે. જ્યાં રેસ્ટોરાંની બહાર શૂટિંગ પૂરું થયું છે. આ વીડિયો કરનાલ સ્થિત Friends Cafe બહારનો છે. આ શૂટિગ 2-3 મહિના પહેલાં કરાયું હતું. જ્યારે કરનાલમાં પણ વીડિયોને લઈ અફવા ફેલાવવામાં આવી છે. સીએમ સિટીમાં સેક્ટર 12 સ્થિત સુપર મોલની બહાર એક પોલીસકર્મીએ પતિ અને પત્નીને ગોળી મારી હત્યા કરી નાખી.

મામલો એટલો વધી ગયો કે કરનાલના એસપી ગંગારામ પૂનિયાએ તેની સ્પષ્ટતા આપવી પડી. એસપીએ કરનાલમાં આવી કોઈ ઘટના બની ના હોવાની પુષ્ટિ કરી. આ વીડિયો એક વેબ સિરીઝનો છે. વીડિયોમાં પોલીસની વરદી પહેરેલા શખ્સનું નામ વિનય કુહાડ છે. જે એક્ટર, પ્રોડ્યૂસર છે. તેમણે જણાવ્યું કે વીડિયોમાં જોવા મળી રહેલ આ વેબ સિરીઝનું નામ હજી રાખ્યું નથી. શૂટિંગ દરમ્યાન કોઈએ આ સીન રેકોર્ડ કરી લીધો હતો.

Fact Check

દાવો

સોશિયલ મીડિયા પર પોલીસની વરદીમાં જોવા મળી રહેલા શખ્સે પતિ-પત્નીને જાહેરમાં ગોળીથી ઉડાવી દીધા.

નિષ્કર્ષ

અમારી તપાસમાં આ વીડિયો હકીકતમાં કોઈ મર્ડરનો નથી, બલકે એક વેબ સિરીઝના શૂટિંગનો છે અને આ શૂટિંગ હરિયાણાના કરનાલ શહેરમાં થયું.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact Check: police officer shot couple in public, video is false
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X