For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact-Check: શું તાલિબાને ભારતીય દૂતાવાસ પર કબ્જો જમાવ્યો, જાણો સચ્ચાઈ

Fact-Check: શું તાલિબાને ભારતીય દૂતાવાસ પર કબ્જો જમાવ્યો, જાણો સચ્ચાઈ

|
Google Oneindia Gujarati News

અમેરિકા તરફથી પોતાની સેનાને પરત બોલાવ્યા બાદથી અફઘાનિસ્તાનમાં તાલિબાને ફરીથી ડોકું ઉઠાવ્યું છે. રવિવારે તાલિબાની છોકરાઓએ કંધારની આસપાસના કેટલાય મહત્વના વિસ્તારો પર કબ્જો જમાવી લીધો હતો, જે બાદ અફઘાનિસ્તાનમાં બગડતા હાલાત બાદ ભારતે પોતાના રાજનાયિકો અને સુરક્ષાકર્મીઓને ભારત પાછા બોલાવી લીધા છે. જેને લઈ ભારતે કહ્યું કે કાબુલ અને કંધારમાં વાણિજ્ય દૂતાવાસમાં અમારા મિશનને બંધ કરવાની કોઈ યોજના નથી. હવે એવો વીડિયો સામે આવ્યો છે જેમાં દાવો કરાઈ રહ્યો છે કે કંધારમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને તાલિબાને પોતાના કબ્જામાં લઈ લીધો છે. આખરે સોશિયલ મીડિયા પર ફેલાયેલી આ અફવાની સચ્ચાઈ શું છે, જાણો....

taliban

નોંધનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વને ધ્યાનમાં રાખી ભારતે આ પગલું ભર્યું છે. જો કે ભારત તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે કાબુલ, કંધાર અને મજાર-એ-શરીફ શહેરોમાં વાણિજ્ય દૂતાવાસોને બંધ કરવાની કોઈ યોજના નથી. દિલ્હીમાં સત્તાવાર સૂત્રોએ વનઈન્ડિયાને જણાવ્યું કે હાલની સ્થિતિને કારણે વાણિજ્ય દૂતાવાસને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયો સાચા નથી.

રવિવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ભારત સરકારે કધારમાં પોતાના મિશનને અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. આ એક અસ્થાયી ઉપાય છે અને 50 રાજનાયિકો અને સુરક્ષાકર્મીઓને પરત લાવવામાં આવ્યા છે. ડીએનએ સાથે એક ઈન્ટર્વ્યૂમાં કંધાર ગવર્નરના પ્રવક્તા બહિર અહમદીએ કહ્યું કે ભારતીય વાણિજ્ય દૂતાવાસ હજી પણ ખુલ્લું છે. જે પ્રક્રિયા ચાલી રહી છે તે બહુ સામાન્ય છે. તેમણે જણાવ્યું કે હિંસામાં વધારો થતાં ભારતે પોતાના રાજનાયિકોને દેશ પાછા બોલાવી લીધા છે, તાલિબાન તરફથી વધુ ક્ષેત્રો પર કબ્જો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Fact Check

દાવો

તાલિબાને ભારતીય એમ્બેસી પર કબ્જો જમાવ્યો

નિષ્કર્ષ

આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.

રેટિંગ

False
ફેક્ટ ચેક માટે તમારી રિક્વેસ્ટ મોકલો. [email protected] પર મેઈલ કરો
English summary
Fact-Check: Taliban did not take over the Indian embassy in afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X