For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું પરમીટ ધારકોને સરકાર 50 હજાર રૂપિયા આપશે, ખોટો છે દાવો

Fact Check: શું પરમીટ ધારકોને સરકાર 50 હજાર રૂપિયા આપશે, ખોટો છે દાવો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લૉકડાઉનને કારણે સૌથી વધુ અસર બીપીએલ વર્ગને થઈ છે. તેવા સમયે પણ વાયરલ થઈ રહેલા ખોટા મેસેજથી મજૂરોની ખોટી આશાઓ બંધાતી હોય છે. આવો જ એક ફેક દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે સરકારે રાષ્ટ્રીય દિક્ષિત બેરોજગાર યોજના શરૂ કરી છે.

fact check

વધુમાં આ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે રાશનકાર્ડ એટલે કે પરમીટ ધારકોને 50 હજાર રૂપિયાની સહાય ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના બહાર પાડવામાં આવી છે, આ ઉપરાંત વિધવા, ખેડૂત, સિનિયર સિટિઝન, કામદારો, બેરોજગારો સહિતના અસરગ્રસ્ત પરમીટધારકોને આ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાનો મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે.

વધુમાં તેમા કહેવામાં આવ્યું છે કે વહેલા તે પહેલાના ધોરણે 40 હજાર અરજદારોને જ આ સહાય આપવામાં આવશે. આગળ એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે રાહત પેકેજ તરીકે 50 હજાર રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવશે.

Fact Check: જોયાલુક્કાસના માલિકનું કોરોનાથી મોતના સમાચાર ખોટાFact Check: જોયાલુક્કાસના માલિકનું કોરોનાથી મોતના સમાચાર ખોટા

જો કે વનઈન્ડિયાની ટીમે આ મેસેજની તપાસ કરી તો જાણવા મળ્યું કે સરકારે આવા પ્રકારની એકેય સ્કીમ લૉન્ચ નથી કરી. તેથી આવા પ્રકારના ખોટા અને તથ્યહીન મેસેજનો ભરોસો કરી આપેલી કોઈપણ લિંક ઓપન ના કરવી. સાઈબર ફ્રોડના મામલા પણ વધી રહ્યા છે ત્યારે કોઈ ફ્રોડ તમને છેતરી ના જાય તેની તકેદારી રાખવી.

English summary
Fake: Govt has not launched scheme which gives Rs 50,000 to ration card holders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X