For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: શું Aarogya Setu રિસ્ટબેન્ડથી ટ્રેક થશે કોરોના વાયરસના દર્દી? જાણો સત્ય

Fact Check: શું Aarogya Setu રિસ્ટબેન્ડથી ટ્રેક થશે કોરોના વાયરસના દર્દી? જાણો સત્ય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોના વાયરસથી બચવા, સુરક્ષા અને પળેપળની જાણકારી માટે આરોગ્ય સેતુ એપ લૉન્ચ કરી જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર કોરોના દર્દી પર નજર રાખવા માટે જલદી જ એપ સાથે જોડાઈને કામ કરતા હજારો રિસ્ટબેન્ડ્સ બજારમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. જો કે આ દાવાને સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધો અને સ્પષ્ટ કર્યું કે આવી કોઈ યોજના નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સમાચાર

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સમાચાર

એક પ્રમુખ અખબાર દ્વારા જાહેર કરવામાં આવેલ રિસ્ટબેંડ્સની અફવાએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. કેટલાય યૂઝર્સે તેના વકાણ કર્યાં તો કેટલાયે સરકારને સવાલ કર્યા કે આ સત્ય છે કે નહિ. વાયરલ થયેલ સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ બેંડ્સથી હોસ્પિટલ અને ઘરે ક્વારંટાઈન કરવામાં આવેલા દર્દીઓ પર નજર રાખશે. જો કોઈ પણ દર્દી બહાર ફરતો મળશે તો તેનું અલર્ટ આરોગ્ય સેતુ એપ પર મળી જશે.

પીઆઈબીએ વાયરલ દાવાનું સત્ય જણાવ્યું

આ અહેવાલની તપાસ કરવા પર માલૂમ પડ્યું કે સરકારે આવી કોઈ જાણકારી આપી નથી. પ્રેસ સૂચના બ્યૂરોએ આ સમાચારને ફેક ગણાવ્યા. તેમણે ટ્વીટમાં લખ્યું, આવા કોઈ સમાચાર નથી, આ ફેક ન્યૂજ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે ફેક ન્યૂજથી બજાર ગમર છે. અગાઉ પણ પીઆઈબીએ કેટલાય વાયરલ સમાચારોનનું ખંડન કર્યું.

આરોગ્ય સેતુ મોબાઈલ એપ શું છે

આરોગ્ય સેતુ મોબાઈલ એપ શું છે

જણાવી દઈએ કે કોરોના સંક્રમિત દર્દીનો પતો લાગતા અને લોકોને આ જીવલેણ વાયરસ પ્રત્યે જાગરુત કરવા માટે ભારત સરકાર તરફતી લૉન્ચ કરવામાં આવેલ આરોગ્ય સેતુ મોબાઈલ એપે દુનિયાભરના કેટલાય રેકોર્ડ તોડી નાખ્યા છે. આ એપ લૉન્ચ થયાના 13 દિવસમાં જ 5 કરોડથી વધુ ડાઉનલોડ કરવામાં આવી છે.

ફેક્ટ ચેકઃ શું કર્મચારી કોરોના પોઝિટિવ હોવા પર કંપની માલિકની ધરપકડ થશે, જાણો સત્યફેક્ટ ચેકઃ શું કર્મચારી કોરોના પોઝિટિવ હોવા પર કંપની માલિકની ધરપકડ થશે, જાણો સત્ય

English summary
Is Aarogya Setu wristbands coming to track coronavirus patients Govt says its fake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X