2013ની 10 શ્રેષ્ઠ આઇફોન એપ્લીકેશન
એપ સ્ટોરમાં 1 મિલિયન કરતા પણ વધુ એપ્લીકેશન છે, ત્યારે સ્વાભાવિક છે કે, તેમાંથી તમામ એપ્લીકેશનનો ઉપયોગ આપણે કરી શકીએ નહીં. તેથી અમે એ માટે એક સહેલો માર્ગ શોધ્યો. અમે અમારી આસપાસ રહેલા આઇફોન યુઝર્સના ફોનમાં એ એપ્લીકેશન્સ અંગે જાણકારી મેળવી, જેનો તેઓ ઘણા સમયથી પોતાના ફોનમાં ઉપયોગ કરી રહ્યાં છે. તેમા કેટલકી ફોટો એપ્લીકેશન્સ પણ હતી, તો કેટલીક ગેમિંગ એપ્લીકેશન પણ હતી.
આ રીતે અમે 10 શ્રેષ્ઠ આઇફોન એપ્લીકેશન્સની એક યાદી બનાવી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ 2013માં સૌથી શ્રેષ્ઠ આઇફોન એપ જે તમે તમારા આઇફોનમાં ડાઉનલોડ કરી શકો છો.

ઓફ્ટર લાઇટ
ઓફ્ટર લાઇટ એપ્લીકેશનની મદદથી તમે મોબાઇલ ફોનમાં જ ફોટો ક્રોપ,રોટેટ અને તેમાં બોર્ડર આપી શકો છો. આ સાથે તમે એ એડિટ ફોટને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર પણ શેર કરી શકો છો. કિંમત-$0.99

ડ્યૂલિંગો
ડ્યૂલિંગો એપ્લીકેશનની મદદથી તમે સ્પેનિશ, જર્મન, પોર્ટુગિઝ, ઇટાલિયન ઉપરાંત અંગ્રેજી ભાષા શીખી શકો છો, તેને 2013ની શ્રેષ્ઠ એપ્લીકેશન તરીકે પણ પસંદ કરવામાં આવી છે. જેને તમે તમારા આઇફોનમાં ફ્રી ડાઉનલોડ કરી શકો છો.

પોકેટ લાઇટ મીટર
પોકેટ લાઇટ મીટર એપ્લીકેશન ફોટોગ્રાફર માટે શ્રેષ્ઠ એપ્લીકેશન છે, જેની મદદથી તમે ફોટોગ્રાફી કરતા પહેલા ત્યાંની લાઇટ કન્ડીશન ચેક કરી શકો છો. 5 હજારથી 12 હજાર સુધીમાં મળતા મોંઘા લાઇટ મીટર ખરીદવા કરતા પોકેટ લાઇટ મીટર એપ્લીકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરી લો. આ એપ સ્ટોરમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

ટેમ્પલ રન 2
ટેમ્પલ રન આખા વિશ્વમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતી ગેમ છે, તમે તમારા સ્માર્ટફોનમાં તેના નવા વર્ઝન ટેમ્પલ રન 2ને ડાઉનલોડ કરી શકો છો. 2013માં ટેમ્પલ રન ત્રીજીવાર સૌથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લીકેશન છે.

વેનમો
વેનમો એપ્લીકેશનની મદદથી તમે તમારા ડેબિટ કાર્ડ અને બેન્ક એકાઉન્ટની મદદથી તમે કોઇપણ બીલ ભરી શકો છો. સાથે તમારા બિલ સ્ટેટમેન્ટને મિત્રો સાથે શેર કરી શકો છો. એપ્લીકેશનમાં પૈસા સેવ કરવાનું ઓપ્શન છે, જેને તમે ગમે ત્યારે તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી શકો છો.

ઓવર
કહેવાય છે કે પોતાનામાં ઘણું બધુ કહે છે, પરંતુ ક્યારેક ક્યારેક કેટલીક તસવીરના માધ્યમથી કહેવા માગો છો, ઓવર એપ્લીકેશની મદદથી તમે ક્લિક કરેલી તસવીરમાં કોઇપણ ટેક્સ્ટ એડ કરી શકો છો. તેને ઇ કાર્ડ બનાવી શકો છો સાથે તેને ટ્વીટર અને ફેસબુક પર શેર કરી શકો છો. કિંમત- $1.99

થર્ડલવ
ઓનલાઇન વસ્ત્રો ખરીદવા ઘણું જ મુશ્કેલ કામ છે, જેમાં સૌથી મોટી પ્રોબ્લેમ છે, તેની ફીટિંગ, થર્ડ લવ એપ્લીકેશનની મદદથી તમે તમારી ફીટિંગના કપડાં સહેલાયતી માંગી શકો છો. થર્ડલવ આઇસ્ટોરમાંથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

વાઇન
વાઇન એક વીડિયો શેરિંગ એપ્લીકેશન છે, જે જાન્યુઆરીમાં લોન્ચ થઇ હતી, આઇફોનમાં ડાઉનલોડ કરવામા આવતી ચૌથી સૌથી પાવરફૂલ એપ્લીકેશન છે. એપ્લીકેશનમાં અનેક એડિટિંગ કંટ્રોલ પણ આપવામાં આવ્યા છે. જેની મદદથી તમે વીડિયોની લંબાઇ તમારા હિસાબે એડિટ કરી શકો છો.

પ્રોઉસ્ટ
પ્રોઉસ્ટ એક પોપ્યુલર ગેમ છે, જેને તમે તમારા મિત્રો સાથે રમી શકો છો, આ એક સિમ્પલ ગેમ છે, જેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

મેક્સચર
મેક્સચર આઇફોન ફોટો એડીટિંગ એપ્લીકેશન છે, જેમાં તમે સેટિંગ સેવ કર્યા બાદ તેનો વારંવાર પ્રયોગ કરી શકો છ. એપ્લીકેશનમાં અંદાજે 70 પ્રીલોડેડ ટેક્સચર આપવામાં આવ્યા છે. કિંમત- 110 રૂપિયા












Click it and Unblock the Notifications
