તસવીરોઃ 10 સીટવાળી હાર્લી ડેવિડસન બાઇક
તમે એક બાઇક પર અંદાજે કેટલા લોકોને બેસાડી શકો છે, મુશ્કેલીથી 4 લોકોને પરંતુ શું તમે ક્યારેય એક સાથે 10 લોકોને આરામથી કોઇ બાઇકમાં સવાર થતાં જોયા છે. નહીં ને, કારણ કે અત્યારસુધી આપણે બે સીટવાળી કે પછી એક સીટવાળી બાઇકને જ રસ્તા પર હવા સાથે વાતો કરતા જોઇએ છે, પરંતુ શું તમે ક્યારેય 10 સીટવાળી ભારે ભરખમ બાઇકની કલ્પના પણ કરી છે.
આવી કલ્પના કરવી પણ અયોગ્ય લાગે, પરંતુ વિશ્વમાં કંઇપણ કલ્પનાથી પરે નથી, અને આ વાતને સાચી કરી દેખાડી છે સ્ટીવ હોપકિન્સે. જી હા, સ્ટીવે વિશ્વને સૌથી જૂની મોટરસાઇકલ બ્રાન્ડ હાર્લી ડેવિડસનની શ્રેષ્ઠ બાઇકને એક અલગ અને આશ્ચર્યજનક રૂપ પ્રદાન કર્યું છે. સ્ટીવે આ બાઇકમાં એક કે પછી બે નહીં પરંતુ કુલ 10 સીટનો ઉપયોગ કર્યો છે, એટલું જ નહીં આ 10 સીટોમાં વ્યક્તિ સહેલાયથી બેસીને આ મોન્સટર બાઇક પર સફરની મજા પણ લઇ શકે છે. ચાલો તસવીરો થકી જાણીએ હાર્લી ડેવિડસનની આ 10 સીટવાળી બાઇક અંગે.

10 સીટ બેઠકવાળી હાર્લી ડેવિડસનની બાઇક
હાર્લી ડેવિડસનની આ 10 સીટર બાઇકનું નિર્માણ જાણીતા બાઇક ડિઝાઇનર સ્ટીવ હોપકિન્સે કર્યું છે. શ્રેષ્ઠ આકર્ષક લૂક અને દમદાર એન્જીની ક્ષમતાથી ભરપૂર આ બાઇક લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલી છે.

10 સીટ બેઠકવાળી હાર્લી ડેવિડસનની બાઇક
તમને જણાવી દઇએ કે આ બાઇકમાં કુલ 10 સીટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે આ બાઇકની લંબાઇ ઘણી વધી ગઇ છે. દરેક ટીમમાં શોકરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

10 સીટ બેઠકવાળી હાર્લી ડેવિડસનની બાઇક
પ્રાપ્ત જાણકારી અનુસાર સ્ટીવ પોતાની આ અસાધારણ બાઇકને ટૂક સમયમાં જ જર્મનીમાં થનારા અસેન મોટર શોમાં પણ વિશ્વની સામે રજૂ કરવા ઇચ્છશે.

10 સીટ બેઠકવાળી હાર્લી ડેવિડસનની બાઇક
બાઇકને ખાસ કરીને હાર્લી ડેવિડસનની ઐતિહાસિક સફળતાંને પ્રદર્શિત કરવા માટે બનાવવામાં આવી છે. હાર્લી ડેવિડસન વિશ્વભરમાં લાંબા સમયથી પોતાની શ્રેષ્ઠ બાઇખ રજૂ કરી રહી છે.

10 સીટ બેઠકવાળી હાર્લી ડેવિડસનની બાઇક
આ બાઇકી લંબાઇ વધારે હોવાના કારણે સ્ટીવે આ બાઇકને સફળતાપૂર્વક હવા સાથે વાતો કરવા માટે કુલ 7 એન્જીનનો ઉપયોગ કર્યો છે.

10 સીટ બેઠકવાળી હાર્લી ડેવિડસનની બાઇક
આ તમામ એન્જીનો વર્ષ 1909થી લઇને 1929 વચ્ચે હાર્લી ડેવિડસન દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમાં તમામ એન્જીનોનો સહજતાથી પ્રયોગ હાર્લીના ઐતિહાસિક સફરને શાનદાર રીતે દર્શાવે છે.

10 સીટ બેઠકવાળી હાર્લી ડેવિડસનની બાઇક
તેમાં પ્રયોગ કરવામાં આવેલા તમામ સાત એન્જીન્સ ચલાવી શકાય છે, પરંતુ તેનો પ્રયોગ લાંબા પ્રવાસ માટે કરી શકાય તેમ નથી. કારણ કે, સ્ટીવનું માનવું છે કે એક સાથે જો તમામ સાત એન્જીન્સને લાંબા સમય સુધી ચલાવવામાં આવે તો તે ગરમ થવાનું જોખમ છે.

10 સીટ બેઠકવાળી હાર્લી ડેવિડસનની બાઇક
હાર્લી ડેવિડસનની આ બાઇકમાં દમદાર વ્હીલ અને ફ્રન્ટ ડિસ્કનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે બાઇકને શ્રેષ્ઠ અને સંતુલિત રાઇડ આપે છે.

10 સીટ બેઠકવાળી હાર્લી ડેવિડસનની બાઇક
સ્ટીવ પોતાની આ બાઇકના નિર્માણ બાદ ઘણો ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, આમ કરવું સહેલું નહોતું, પરંતુ હું ઘણા દિવસથી એક 10 સીટર બાઇકના નિર્માણ અંગે વિચારી રહ્યો હતો.

10 સીટ બેઠકવાળી હાર્લી ડેવિડસનની બાઇક
આ બાઇકના પહેલા વ્હીલથી લઇને પાછળ લગાવાયેલા કુલ 4 વ્હીલ અને વચ્ચે સપોર્ટ માટે બે નાના વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.













Click it and Unblock the Notifications
