2014માં રિપીટ થશે 1947નું કેલેન્ડર, હવે કઇ આઝાદી મળશે?
રાયપુર, 23 ડિસેમ્બર: આજથી 66 વર્ષ પહેલાં દેશની આઝાદીની લડાઇ લડવામાં આવી હતી, આજે દેશ ભ્રષ્ટાચાર અને મોંઘવારી વિરૂદ્ધ લડાઇ રહ્યો છે. ત્યારેપણ દેશની જનતા એક થઇને આગળ આવી હતી, આજે પણ જનતા એક થઇને લડાઇમાં સામેલ થઇ ચૂકી હતી. એક ખાસ સમાનતા એ પણ હતી કે 1947ના કેલેન્ડર ફરી એકવાર રિપીટ થવા જઇ રહ્યું છે તે પણ 2014માં. આ વખતે દેશને કઇ આઝાદી મળશે?
આગામી 2014નું નવું વર્ષ ઘણા પ્રકારે ખાસ રહેશે. એક તરફ દિલ્હીમાં દેશની નવી સરકાર હશે, તો બીજી તરફ સૌથી મોટી ખાસિયત એ છે કે આગામી વર્ષ આઝાદીના વર્ષનું પુનરાવર્તન કરશે. જો કે 1947 અને 2014નું કેલેન્ડર એક સમાન છે. તારીખની સાથે દિવસ, વાર અને જયંતિઓ એક તારીખે એક સમાન આવી રહી છે. એટલે કે 67 વર્ષ પહેલાં અને નવા વર્ષના કેલેન્ડરમાં થોડો પણ ફરક નથી. આ પ્રકારે જે કહી શકાય છે આઝાદીનું વર્ષ પરત ફરી રહ્યું છે.
1947ના રોજ દેશ આઝાદ થયો હતો. આ પ્રકારે આ વર્ષનો એક એક દિવસ, તારિખ અને સમય ઘણું મહત્વ ધરાવે છે. બંને વર્ષોને શરૂઆત બુધવારથી થઇ અને સમાપ્તિનો દિવસ પણ બુધવાર છે. 15 ઓગષ્ટ 1947ના રોજ જે દિવસે આઝાદી મળી હતી, તે દિવસે પણ શુક્રવાર હતો. નવા વર્ષમાં પણ આ તારીખે શુક્રવાર આવે છે.
આના પર લખનઉના જ્યોતિષ પંડિત અનુજ કે શુક્લનું કહેવું છે કે 1947 અને 2014માં ગ્રહોનો ફક્ત આંકડાઓનો ફેર છે, જો કે અંક જ્યોતિષની દ્રષ્ટિએ ભારત માટે 2014નું વર્ષ એટલું જ મહત્વપૂર્ણ બની શકે છે, જેટલું કે 1947નું હતું. બંનેમાં અંક 4 અને 7નો પ્રભાવ રહેશે અને ભારત માટે બંનેએ અંક શુભ માનવામાં આવે છે. જો નરેન્દ્ર મોદીની લહેરને આના સાથે જોડીને જુઓ તો તેમનો જન્મ 17 સપ્ટેબરના રોજ થયો હતો. તેમાં 7 અંક આવે છે અને 1947માં પણ સાત અંક આવ્યો, જો અંકનો પ્રભાવ ચાલી ગયો તો નરેન્દ્ર મોદી આ વખતે કોંગ્રેસનો સફાયો કરી શકે છે.

તીજ તહેવાર હશે અલગ
રાયપુરના જ્યોતિષ મનોજ આચાર્યનું કહેવું છે કે આવું ઘણીવાર બને છે, જ્યારે અંગ્રેજી મહિનાની તારીખો અને દિવસ તથા તિથિઓ મળી જાય છે. તિથિઓના ઉલટફેરથી કેટલાક તીજ-તહેવારની તારીખો જરૂર અલગ છે. પરંતુ આ સંયોગ માત્ર છે કે હિંદૂ પંચાગમાં તિથિઓ અલગ હોવાના લીધે તીજ-તહેવાર અલગ-અલગ તારીખોમાં આવે છે. તહેવાર ધાર્મિક પંચાગના આધારે તિથિ અને નક્ષત્રોના સંયોગથી મનાવવામાં આવે છે. આથી જ 1947 અને 2014નું કેલેન્ડર એક જેવું હોવા છતાં તહેવારોની તિથી અને વાર અલગ-અલગ છે.

કયા કયા તહેવારોમાં ફરક
1947માં મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરી, હોળી 6 માર્ચ, રક્ષાબંધન 31 ઓગષ્ટ, દશેરો 24 ઓક્ટોબર તથા દિવાળી 12 નવેમ્બરે હતી, જ્યારે 2014માં મહાશિવરાત્રિ 27 ફેબ્રુઆરી, હોળી 17 માચ, રક્ષાબંધન 10 ઓગષ્ટ, દશેરો 4 ઓક્ટોબર તથા દિવાળી 23 ઓક્ટોબરે હશે.

હવે કઇ આઝાદી
જો કે 1947માં દેશ આઝાદ થયો અને નવી સરકાર બની. 2014માં દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાવવા જઇ રહી છે, જેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. નવી સરકાર આ વર્ષે શપથ લેશે. આ પ્રમાણે લોકો એક મોટી સમાનતા માની રહ્યાં છે.

બંને વર્ષોમાં આ છે સમાનતાઓ
બુધવાર 1 જાન્યુઆરી: નવુ વર્ષ
મંગળવાર 7 ફેબ્રુઆરી: ગુરૂગોવિંદ સિંહ જયંતિ
રવિવારે 26 જાન્યુઆરી: પ્રજાસત્તાક દિન

કેલેન્ડરની તિથિઓ
બુધવાર 19 ફેબ્રુઆરી: શિવાજી જયંતિ
રવિવાર 13 એપ્રિલ: મહાવીર જયંતિ
સોમવાર 14 એપ્રિલ: આંબેડકર જયંતિ
શુક્રવાર 15 ઓગષ્ટ: સ્વતંત્રતા દિવસ

કેલેન્ડરની તિથિઓ
ગુરૂવાર 2 ઓક્ટોબર: ગાંધી જયંતિ
ગુરૂવાર 6 નવેમ્બર: ગુરૂનાનક જયંતિ
ગુરૂવાર 25 ડિસેમ્બર: ક્રિસમસ
બુધવાર 31 ડિસેમ્બર: વર્ષનો છેલ્લો દિવસ












Click it and Unblock the Notifications
