For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર સાથે જોડાયેલા 40 ગંભીર સત્ય

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર(અજય મોહન), 18 જુલાઇઃ સોની ટીવી પર દર અઠવાડિયે તમે ક્રાઇમ પેટ્રોલ જરૂર જોતા હશો. તમે એ પણ જોયું હશે કે, દર ત્રીજા કે ચોથા એપિસોડમાં હત્યાનો એવો મામલો પ્રસારિત કરવામાં આવે છે, જેમાં હત્યા પાછળનું સૌથી મોટું કારણ એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર એટલે લગ્ન જીવનમાં અન્ય કોઇની સાથે અફેઇર હોય છે. આ સંબંધમાં અમે યુપી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અનૂપ મિશ્ર સાથે વાત કરી, તો તેમણે કહ્યું કે, તેનો કોઇ સચોટ આંકડો હાલ મળવો મુશ્કેલ છે, પરંતુ તેમાં કોઇ શંકા નથી કે, એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરના કારણે હત્યાઓ વધી છે.

અમે આ વિષય પર વિશ્વભરના શોધપત્રોને જોવાનું શરૂ કર્યું. લોકો સાથે વાતકરી તો તમામ તથ્યો સામે આવ્યા, જે ગંભીર છે અને કોઇપણ જીવનને બરબાદ કરી શકે છે. જેમાં કોઇમાં એક પતિ, તેની પત્ની, તેની ગર્લફ્રેન્ડ, તેના બાળકો મુખ્ય રીતે સામેલ છે. આ ચર્ચાને આગળ વધારતા અમે ઉદાહરણ આપવા માંગીશું, અમદાવાદમાં રહેતા એક મિત્ર સંજીવ રસ્તોગી( કાલ્પનિક નામ)ના જીવનની સત્ય ઘટના છે. આઇટી કંપનીમાં કાર્યરત પરણિત મિત્ર પાસે ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી. તેણે એક્સેપ્ટ કરી અને મિત્રતા થઇ ગઇ. થોડાક અઠવાડિયા બાદ ઉંડી મિત્રતા થઇ અને એક રાતની ઓફર આપી દીધી.

સંજીવે આ ઓફરનો સ્વિકાર કરતા પહેલા અનેકવાર વિચાર્યું અને ઓફર ઠૂકરાવી દીધી. તેણે કહ્યું કે જો તે ઓફર સ્વિકારી લેતો, તો એક રાતનાં સુખ માટે તેની હજારો રાતો બેચેનીનો શિકાર બની જાત. પોતાની પત્ની સાથે ક્યારેય આંખોથી આંખો મિલાવી ના શકત અને જો આ વાત તેના બાળકોને ખબર પડી જાત તો કદાચ તે ક્યારેય જીવી શકત નહીં. અહીં કહેવા માગીએ છીએ કે દરેક વ્યક્તિ સંજીવ જેવો નથી હોતો. આવા યૌન સુખનું લાલચ એટલું ખરાબ હોય છે કે વ્યક્તિ અનિચ્છાએ પણ બરબાદીના દલદલમાં કૂદી પડે છે.

આ દલદલને ઉંડાણપૂર્વક જાણવા માટે અમે અહી કેટલાક તથ્યો લઇને આવ્યા છીએ. પ્રત્યેક સ્લાઇડ સામે લખવામાં આવેલા તથ્યોને ગંભીરતાથી વાંચો.

ન્યૂ મિલેનિયમના એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર

ન્યૂ મિલેનિયમના એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર

શરૂઆત કરીએ છીએ ન્યૂ મિલેનિયમના સંસાધનોથી જે એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર સામાન્ય વાત છે. જેમાં ઇન્ટરનેટ, ફેસબુક અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

સૌથી પહેલા ફેસબુક

સૌથી પહેલા ફેસબુક

એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર તરફ આકર્ષિત થનારા લોકો સૌથી પહેલા ફેસબુક એકાઉન્ટ બનાવે છે. જેમાં તેમના સ્ટેટસમાં 'સિંગલ' લખે છે. પછી સંખ્યાબંધ છોકરીઓ સાથે મિત્રતા કરે છે. આવા લોકો ફેસબુક પર યુવતીઓ સાથે ચેટ કરતી વખતે વારંવાર તેમને ખાનગીમાં મળવાની વાતો કરે છે. જો યુવતી માની ગઇ, તો તેની સાથે મુલાકાતો શરૂ કરી દે છે.

સ્માર્ટફોન અત્યંત મદદગાર

સ્માર્ટફોન અત્યંત મદદગાર

સ્માર્ટફોન પણ આ મામલે ઘણો મદદગાર સાબિત થાય છે. ઓફીસમાં હોય કે ઘરમાં તમારું ફેસબુક હંમેશા ઓપન રહે છે. વોટ્સએપ જેવી એપ્લીકેશન ખાનગી સંદેશ આપવા માટે મદદગાર સાબિત થાય છે અને પત્નીને તેની ખબર શુદ્ધા પડતી નથી.

સસ્તાં સેલફોન

સસ્તાં સેલફોન

સસ્તાં સેલફોન, જી હાં, સામાન્ય રીતે પરણિત પુરુષ પોતાની ગર્લફ્રેન્ડને મોબાઇલ ગિફ્ટ કરવાનું પસંદ કરે છે, કારણ કે, ચાર-પાંચ હજારમાં સારા ફોન મળી જાય છે, જે તેમને દિવસભર જોડાયેલા રહેવામાં મદદ કરે છે.

ઇન્ટરનેટ શોપિંગ

ઇન્ટરનેટ શોપિંગ

આવા લોકો પોતાની ગર્લફ્રેન્ડને ઉપહાર આપવા માટે બજારમાં જતા નથી, કારણ કે, શોપિંગ કરતી વખતે તેમની પત્ની અનેક પ્રશ્નો કરી શકે છે. જેથી ઇન્ટરનેટ શોપિંગના માધ્યમથી તે મનગમતા ઉપહાર યુવતીના સરનામે મોકલી શકે છે. આવા લોકો પોતાના એકાઉન્ટની ડિટેલ પર ક્યારેય પત્નીને જણાવતા નથી અને ના તો ક્યારેય પોતાના ક્રેડિટકાર્ડ સ્ટેટમેન્ટ દેખાડે છે.

સીક્રેટ ઇમેઇલ એકાઉન્ટ

સીક્રેટ ઇમેઇલ એકાઉન્ટ

આવા લોકો પોતાના સીક્રેટ મેઇલ એકાઉન્ટ બનાવે છે અને પછી પોતાની પત્નીથી છૂપાઇને મેઇલનું આદાન-પ્રદાન કરે છે.

જેને તમે ક્યારેક પ્રેમ કરતા હતા

જેને તમે ક્યારેક પ્રેમ કરતા હતા

ફેસબુક થકી હંમેશા એવી વ્યક્તિ સાથે મુલાકાત થઇ જાય છે, જેને તમે ક્યારેક પ્રેમ કરતા હતા, પરંતુ લગ્ન કરી શક્યા નહોતા. ખાસકરીને જો લગ્ન પહેલા બન્ને વચ્ચે યૌન સંબંધ સ્થાપિત થયા હતા, તો લગ્ન બાદ બીજી વખત સમાગમ કરવાની લાલચ બન્ને તરફથી જાગૃત થાય છે.

રિસર્ચ, સર્વેક્ષણથી નિકળેલા તથ્યો

રિસર્ચ, સર્વેક્ષણથી નિકળેલા તથ્યો

આગામી કેટલીક સ્લાઇડ્સમાં અમે તમને જણાવી રહ્યાં છીએ કેટલાક એવા તથ્યો અંગે, જે ભારત સહિત વિશ્વના અલગ-અલગ દેશોમાં કરવામાં આવેલા શોધ પર આધારિત છે.

50 ટકા અમેરિકન એક્સ્ટ્રા મૅરિટલ સેક્સમાં ઇન્વોલ્વ

50 ટકા અમેરિકન એક્સ્ટ્રા મૅરિટલ સેક્સમાં ઇન્વોલ્વ

અમેરિકાના એલ્ફ્રેડ કિંસેના રિસર્ચ અનુસાર 50 ટકા અમેરિકન પુરુષ અને 26 ટકા મહિલાઓ લગ્ન પછી પણ અન્ય વ્યક્તિ સાથે સેક્સ કરી ચૂક્યા હતા. આ શોધ 1950માં થયું હતું. તાજા શોધ અનુસાર 34 ટકા પુરુષ અને 32 ટકા મહિલાઓ પોતાના જીવન સાથી સિવાય અન્ય કોઇ સાથે સેક્સ કરે છે.

25 ટકા ભારતીય મહિલાઓ

25 ટકા ભારતીય મહિલાઓ

ડિસેમ્બર 2011માં થયેલા એક અધ્યયન અનુસાર 16 ટકા ભારતીય મહિલાઓ એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરમાં સંલિપ્ત રહે છે. જો કે, આ રિસર્ચમાં એક્સ્ટ્રા મૅરિટલ સેક્સની વાત કરવામાં આવી નથી.

44 ટકા ઉમરલાયક

44 ટકા ઉમરલાયક

કોન્ડમ કંપની ડ્યૂરેક્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર આખા વિશ્વમાં 44 ટકા ઉમરલાયક લગ્ન જીવન બાદ ઓછામા ઓછા એકવાર અન્ય કોઇ સાથે સેક્સ કરે છે. તો 22 ટકા વયસ્ક એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરમાં હોય છે.

16 ટકાએ ઓછામાં ઓછા એકવાર કર્યું છે સેક્સ

16 ટકાએ ઓછામાં ઓછા એકવાર કર્યું છે સેક્સ

અમેરિકન સરકારના આંકડાઓ અનુસાર ત્યાં 16 ટકા પરણિતોએ ઓછામાં ઓછા એકવાર એક્સ્ટ્રા મૅરિટલ સેક્સ કર્યું છે. બીજી તરફ 30 ટકા લોકો આવું કરવા માટે ઇચ્છૂક જણાયા.

30 ટકા છૂટાછેડા તેના કારણે

30 ટકા છૂટાછેડા તેના કારણે

મુંબઇની ફેમેલી કોર્ટના કાઉન્સિલર એઆર તુલાલ્વરે ટીઓઆઇ સાથે વાતચીતમાં કહ્યું કે પ્રત્યેક ત્રણમાંથી એક છૂટાછેડા એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરના કારણે હોય છે. એટલે કે 30 ટકા છૂટાછેડાની પાછળ આ સૌથી મોટું કારણ છે.

મુંબઇમાં ફેમેલી કોર્ટ

મુંબઇમાં ફેમેલી કોર્ટ

મુંબઇની ફેમેલી કોર્ટના કાઉન્સિલર અનુસાર 20થી 30 ટકા મામલાઓમાં એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરના કારણે ઇંપોટેન્સ એટલે કે નપુંસકતા હોય છે. પુરુષમાં નપુંસકતા હોવાના કારણે મહિલાઓ અન્ય પુરુષો તરફ આકર્ષિત થઇ જાય છે અને ત્યારબાદ પતિથી છૂટાછેડા લઇ લે છે.

સૌથી વધુ મામલા કેરળમાં

સૌથી વધુ મામલા કેરળમાં

રાજ્યોની વાત કરવામાં આવે તો એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરના સૌથી વધુ મામલા કેરળમાં છે, બીજા નંબર પર તમિળનાડુ, પછી મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ગુજારાત આવે છે. તેની પાછળનું સૌથી મોટું કારણ કલ્ચરલ ગેપ છે.

શહેરોમાં મુંબઇ ટોપ પર

શહેરોમાં મુંબઇ ટોપ પર

આંકડાઓ અનુસાર મુંબઇમાં સૌથી વધારે એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર મામલા સામે આવ્યા છે. દિલ્હીમાં પંજાબી રેફ્યુઝી પરિવારોમાં પણ આવું જોવા મળ્યું છે.

છૂટાછેડાનું સૌથી મોટું કારણ

છૂટાછેડાનું સૌથી મોટું કારણ

યુકે મેનેજમેન્ટ કંસલ્ટેન્ટ ગ્રાન્ટ થોર્નટન અનુસાર એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર છૂટાછેડાનું સૌથી મોટું કારણ છે.

ડેટિંગ પર સેક્સ

ડેટિંગ પર સેક્સ

શિકાગો વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા એક અધ્યયન અનુસાર 60 ટકા ડેટિંગ પર જનારા કપલ સેક્સ કરવા માટે આતુર હોય છે. તો 52 ટકા પરણિત વ્યક્તિ જો કોઇ અન્ય ઓપોઝિટ સેક્સ સાથે ડેટ પર જાય છે તો તે યૌન સંબંધ બનાવવાની ઇચ્છા મુકે છે. એક્સ્ટ્રા મૅરિટલ ડેટિંગ પર જનારા પરણિતોમાં 36 ટકા એવા હોય છે જે અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર સેક્સ સંબંધ બાંધે છે.

60 ટકા મહિલાઓ

60 ટકા મહિલાઓ

શિકાગો વિશ્વવિદ્યાલયના અધ્યયન અનુસાર 60 ટકા મહિલાઓ ત્યારે છૂટાછેડાની નોટીસ આપે છે, જ્યારે તે મેનોપોઝ અવસ્થામાં હોય છે, એટલે કે માસિક ધર્મ બંધ હોય છે. તેવામાં પતિ અન્ય મહિલાઓ તરફ વધારે આકર્ષિત હોય છે.

પ્રેમમાં એ વાત નથી

પ્રેમમાં એ વાત નથી

શિકાગો વિશ્વ વિદ્યાલય અનુસાર 43 ટકા લોકો માને છે કે લગ્નના પાંચ વર્ષ બાદ તેમની વચ્ચે સંબંધોમાં એ પ્રેમ નથી રહેતો, જે શરૂઆતના દિવસોમાં હોય છે. અધ્યયન અનુસાર એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર મોટું કારણ દર્શાવવામાં આવ્યું.

16 ટકામાં સહમતિ

16 ટકામાં સહમતિ

અધ્યયન અનુસાર અમેરિકામાં 16 ટકા એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર સહમતિથી થાય છે, જેમાં પતિ અથવા પત્ની અન્ય પુરુષ અથવા મહિલા સાથે યૌન સંબંધ સ્થાપિત કરે છે, અને તે પણ સહમતિથી.

શું છે ભારતીય કાયદો

શું છે ભારતીય કાયદો

ભારતીય કાયદો અને વિભિન્ન ધર્મ શું છે તે અંગે અમે આગળની સ્લાઇડમાં દર્શાવી રહ્યાં છીએ.

શું છે ભારતીય કાયદામાં

શું છે ભારતીય કાયદામાં

ઇન્ડિયન પીનલ કોડ એટલે કે આઇપીસીની કલમ 497 હેઠળ એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર હેઠળ સેક્સ કરવામાં માત્ર પુરુષે જ અપરાધી માનવામાં આવે છે. આવા મામલાઓમાં મહિલાઓને વિક્ટમ એટલે કે પીડિતા માનવામાં આવે છે. ભારતીય કાયદા અનુસાર કોઇ પરણિત પુરુષ અન્ય મહિલા સાથે સહમતિથી સેક્સ કરે છે તો પણ તે ગેરકાયદે છે. આ કાયદામાં સંશોધનની માંગ કરવામાં આવી છે.

શું કહે છે મહિલા આયોગ

શું કહે છે મહિલા આયોગ

આઇપીસી કલમ 497 હેઠળ મહિલાને અપરાધી કહેવામાં આવે તે માટે કાયદામાં સંશોધનની વાત ચાલી રહી છે, પરંતુ રાષ્ટ્રીય મહિલા આયોગ આ વાતનો વિરોધ કરી રહી છે, તે એવો તર્ક લગાવી રહ્યું છે કે તેનાથી મહિલાઓની આઝાદી છીનવાઇ જશે.

ભારતીય સેનાનો નિયમ

ભારતીય સેનાનો નિયમ

2012માં લેફ્ટનેન્ટ જનરલ એમએમએસ રાયની અધ્યક્ષતામાં એક પંચની રચના કરવામાં આવી, જેના કેટલાક નિર્દેશ સરકારને મોકલવામાં આવ્યા. તેમાં એક પોઇન્ટ એ પણ હતો કે જો કોઇ સૈનિક એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર અથવા સેક્સ કરે છે, તો તેની વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે.

શું કહે છે હિન્દુ ધર્મ

શું કહે છે હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મમાં લગ્ન બાદ કોઇ અન્ય સાથે સેક્સ સંબંધને પાપ ગણાવવામાં આવ્યું છે, પરંતુ તેને શું સજા થવી જોઇએ તે સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું નથી.

શરિયાનો કાયદો

શરિયાનો કાયદો

ઇસ્લામમાં શરિયા કાયદા અનુસાર એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરમાં લિપ્ત પુરુષ અને મહિલા બન્ને બરાબર સજાના હકદાર છે. એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર હેઠળ સેક્સ કરનારાને 100 કોડા મારવા જોઇએ. જો કે હવે આવા મામલામાં લોકો કાયદાનો સહારો લે છે.

ખ્રિસ્તી ધર્મ

ખ્રિસ્તી ધર્મ

ખ્રિસ્તી ધર્મમાં એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરને ઘનિષ્ઠ પાપ માનવામાં આવે છે. આ પાપ કોઇ હત્યાથી ઓછો નથી, કારણ કે તેમા જીવનસાથીનું જીવન બરબાદ થઇ જાય છે.

ઇઝરાયલ ઝૂડનો નિયમ

ઇઝરાયલ ઝૂડનો નિયમ

ઇઝરાયલ ઝૂડ ધર્મ હેઠળ તોરાહમાં લખવામાં આવ્યું છે કે, એક્સ્ટ્રા મૅરિટલ સેક્સમાં લિપ્ત વ્યક્તિને સીધી મોતની સજા સંભળાવવામાં આવી જોઇએ.

કેવી રીતે જાણી શકાય કે સાથી એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરમાં છે

કેવી રીતે જાણી શકાય કે સાથી એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરમાં છે

જો તમને લાગતું હોય કે તમારો સાથી એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરમાં છે અને તમે તે જાણવા માગો છો તો, આગળ આપવામાં આવેલી ટિપ્સને ધ્યાનથી વાંચો. તમામ ટિપ્સ પુરુષોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે, પરંતુ આ ટિપ્સ મહિલાઓ પર પણ લાગું પડી શકે છે.

સતત મોડું આવવું

સતત મોડું આવવું

જો તમારા પતિ અચાનક મોડું આવવાનું શરૂ કરી દે અને આ તેમની આદત બની જાય, તો એ સુનિશ્ચિત કરો કે તે ઓફીસ બાદ ક્યાં જાય છે. જો પૂછવા પર આડા જવાબ મળે, અથવા પ્રશ્નનો જવાબ આપતી વખતે ગુસ્સે ભરાય તો સમજી જવું કે કંઇક ખોટું થઇ રહ્યું છે.

સેક્સ માણવાનું બંધ કરી દે

સેક્સ માણવાનું બંધ કરી દે

જો તમારો સાથી અચાનક સેક્સ કરવાનું બંધ કરી દે, અથવા તમારી સાથે સેક્સની ઇચ્છા ઓછી થઇ જાય, તો શંકા ઉંડી થઇ જાય છે. આવું ત્યારે જ બને છે, જ્યારે સાથી અન્ય કોઇ સાથે યૌન સંબંધ બાંધતો હોય. જો તમારી સાથે નિયમિત રીતે સેક્સ કરે તો પણ જો સમયાંતરે પોઝિશન ના બદલે તો પણ માનવું કે કંઇક ખોટું છે.

વોલેટ-ફોનકોલ્સ માટે સંવેદનશિલ

વોલેટ-ફોનકોલ્સ માટે સંવેદનશિલ

જો તમે તમારા પતિનું વોલેટ અથવા મોબાઇલના ફોનકોલ્સ જોતા હોવ અને પતિનું વર્તન અજુગતું હોય તો તમે સતર્ક થઇ જશો.

ફેસબુક અથવા ઇમેઇલ પાસવર્ડ

ફેસબુક અથવા ઇમેઇલ પાસવર્ડ

જો તમારો પતિ પોતાના ફેસબુક અથવા ઇમેઇલના આઇડીનો પાસવર્ડ અચાનક બદલી નાંખે અને તમારા દ્વારા માંગવામાં આવ્યા પછી પણ આનાકાની કરે તો સતર્ક થઇ જવું.

નવા કપડાં ખરીદવા લાગે

નવા કપડાં ખરીદવા લાગે

જો તમારો સાથી અચાનક નવા કપડાં ખરીદવા લાગે અથવા તો પછી બેગમાં અન્ય માટે ગિફ્ટ લઇ જતો જોવા મળે તો, તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરો.

રજાના દિવસે એકલો બહાર જાય

રજાના દિવસે એકલો બહાર જાય

તમારો સાથી અવાર-નવાર રજાના દિવસે એકલો બહાર જાય, અથવા વિકેન્ડ પર ઓફીસના કામથી આઉટ ઓફ સ્ટેશન જવાની વાત કરે અથવા અચાનક ઓફીસના કામથી ઘરની બહાર જવાની વાત કરે તો સત્ય જાણવું એ તમારો અધિકાર છે.

અચાનક ગિફ્ટ લઇને આવે

અચાનક ગિફ્ટ લઇને આવે

જો તમારો સાથી અચાનકથી એવી ગિફ્ટ લાવવા માંડે જે તમારા ટેસ્ટની નથી, તો ચેતી જવું, કારણ કે આ એ ગિફ્ટ હોઇ શકે છે, જે તેમની ગર્લફ્રેન્ડે આપી હોય.

મોડી રાત સુધી ફોન

મોડી રાત સુધી ફોન

જો તમારો સાથી મોડી રાત સુધી ફોન પર કોઇની સાથે વાત કરે, વેડિંગ રિંગ પહેરવાનું ભૂલી જાય, અથવા નવા હોબી ક્લાસેસ જોઇન કરે, તો સત્ય જાણવું એ તમારો અધિકાર છે. બપોરે પણ ફોન પર વાત કરતા અચાનક તમારી સામે આવે અને અસહજતાની લાગણી અનુભવવા લાગે, અથવા કોડમાં વાત કરવા લાગે તો સર્તક થઇ જવું.

પરફ્યૂમની સ્મેલ

પરફ્યૂમની સ્મેલ

જો તમારા પતિ પાસે એવા પરફ્યૂમની સ્મેલ આવવા લાગે, જે તેણે ક્યારેય ઉપયોગમાં લીધું નથી તો સમજી જવું કંઇક રંધાઇ રહ્યું છે.

સંપૂર્ણપણે ફ્રેશ લાગે

સંપૂર્ણપણે ફ્રેશ લાગે

જો તમારો સાથી ઓફીસથી પરત ફરતી વખતે સંપૂર્ણપણે ફ્રેશ લાગે, તો બની શકે કે તે પોતાની ગર્લફ્રેન્ડને મળીને આવ્યો છે. આવા મામલાઓમાં પતિ પત્ની પાસે જતા પહેલા પોતાનો ચહેરો સુધારવાનો પ્રયત્ન કરે છે.

જો તમે પડી ચૂક્યા હોવ એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરમાં

જો તમે પડી ચૂક્યા હોવ એક્સ્ટ્રા મૅરિટલ અફેઇરમાં

ત્યારસુધી અમે એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર સાથે જોડાયેલી તમામ વાતો પર ચર્ચા કરી. બની શકે કે કેટલાક લોકોના મનમાં શંકા ઉંડી થવા લાગે. તેવામાં અમે એ જ કહીંશું કે શંકા પ્રેમને તોડવાનો પહેલો હથિયાર છે. તેથી શંકા ના કરો, બસ સજાગ રહો. હવે અમે વાત કરીશું એ લોકોની જે આ જાલમાં ફસાઇ ચૂક્યા છે અને બહાર આવવા માગે છે.

10માંથી એક

10માંથી એક

40 હજાર લોકો પરના બીબીસી યુકેના એક સર્વે અનુસાર 10માંથી એક મહિલા જ પોતાના એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર અંગે પોતાના પતિને જણાવી શકી છે. તો પાંચમાંથી એક પુરુષ પત્નીની સામે આ સત્યનો સ્વિકાર કરી શક્યો છે.

માત્ર એકવાર સેક્સ

માત્ર એકવાર સેક્સ

જો તમે કોઇ બિઝનેસ ટ્રીપ પર ગયા હતા અને ત્યાં તમારી કોઇની સાથે મિત્રતા થઇ ગઇ અને યૌન સંબંધ પ્રસ્થાપિત થઇ ગયા, તો આ વાતને તમારા જીવનસાથીને કહેવાની જરૂર નથી, પરંતુ જો તમે આ રિલેશનશિપને આગળ વધારી છે તો તમે એક મોટું પાપ કર્યું છે. જેના માટે તમારે તુરંત માફી માંગી લેવી જોઇએ અને પોતાના લગ્ન જીવનને આગળ વધારવું જોઇએ.

સલાહ

સલાહ

જો તમે આવા કોઇ જાલમાં ફસાઇ ચૂક્યા છો અને તમારે સલાહની જરૂર છે, તો ક્યારેય પોતાની પત્ની અથવા સંબંધી સાથે કે પછી મિત્ર પાસેથી સલાહ ના લો. કોઇ નિષ્પક્ષ વ્યક્તિ સાથે વાત કરો.

અસુરક્ષિત યૌન સંબંધ

અસુરક્ષિત યૌન સંબંધ

તમે એક્સ્ટ્રા મૅરિટલ અફેઇર દરમિયાન અસુરક્ષિત યૌન સંબંધ સ્થાપિત કર્યા છે, તો તુરંત ડોક્ટરી તપાસ કરાવો અને સુનિશ્ચિત કરો કે તમે કોઇ યૌન સંક્રમણ બીમારીના શિકાર નથી થયાને. આ વાત તમારી પત્નીને પણ બતાવો અને તપાસ કરાવો.

ઇમાનદારીથી સ્વિકારો

ઇમાનદારીથી સ્વિકારો

જો તમે ગુન્હો કર્યો છે, તો તમે પત્ની સમક્ષ જઇને તેને ઇમાનદારીથી સ્વિકારી લો અને પોતાના બીજા સંબંધને ખતમ કરી દો, નહીંતર તમારા બાળકો પર તેની ખરાબ અસર પડી શકે છે.

English summary
According to an Crime branch unit of police the crime, specially murders have been increased due to extramarital affairs. Here are 50 serious facts about this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X