For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડીલોની સલાહ બનાવી શકે છે તમારી જીંદગી સરળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

એક માણસની જીંદગી ઘણી વાંકીચૂંકી હોય છે. જે માણસની જીંદગીમાં કોઇ વળાંક આવતો નથી, તે માણસ અસલી જીંદગીના પાઠ ક્યારેય શીખી શકતો નથી. જમાનો ઝડપથી બદલાઇ રહ્યો છે, જેને વડીલો સલાહ વિના એક ડગલું પણ માંડવું મૂર્ખામીભર્યું કામ છે, આપણે વડીલોને હંમેશા ઘરે ખાલી બેઠેલા જોયા છે, ફક્ત તેમની મજાક ઉડાવીએ છીએ. જો કે તે બરોબર નથી.

જો તમારે જીંદગીમાં ખૂબ આગળ વધવું હોય તો તેમની સાથે થોડો મિનિટ બેસીને જીવનની ચર્ચા કરો. એવામાં તમને જાણવા મળશે કે તેમને જીંદગીમાં કેટલા અનુભવ થઇ ચૂક્યા છે અને તે તમારી કેટલી મદદ કરી શકે છે. તો મિત્રો ચાલો આજે જાણીએ તમે તમારા દાદાજી પાસેથી એવું શું શીખી શકો છો, જે તમારી જીંદગીને આસાન બનાવી શકે છે.

જીંદગીનો અનુભવ

જીંદગીનો અનુભવ

જે પ્રકારે તે તમને બતાવી શકે છે તે કયા પ્રકારે મુસીબતોનો સામનો કરતા હતા. આ અનુભવ કોઇ બીજું બતાવી ન શકે.

લોકો સાથે કેવી રીતે ડીલ કરવી

લોકો સાથે કેવી રીતે ડીલ કરવી

જીંદગીમાં તમને અલગ-અલગ પ્રકારના લોકો મળી જશે, જેમાંથી ઘણા સારા હશે અને કેટલાકને મળીને તમે ત્રાહિમામ પોકારી ઉઠશો. વડીલોએ આખી દુનિયા જોઇ છે અને તેમને ખબર છે કે કયા પ્રકારના લોકોની સાથે કેવો વ્યવહાર કરવો જોઇએ.

કોઇ સંબંધીને ગુમાવી દેવાનું દર્દ

કોઇ સંબંધીને ગુમાવી દેવાનું દર્દ

આ જીંદગીની ખૂબ જ જરૂરી શિખામણ છે જે તમારે તેમની પાસેથી જરૂર શીખવી જોઇએ. તે પણ જીંદગીના આ દુખદ પડાવમાંથી જરૂર એકવાર પસાર થઇ ચૂક્યા હશે! તમારી નાની કે દાદાજી પણ તમને સાહસ અને આશા પુરી પાડી શકે છે.

જીંદગીમાં પસ્તાવો ના કરો

જીંદગીમાં પસ્તાવો ના કરો

આપણામાંથી ઘણા લોકો સમય પર યોગ્ય નિર્ણય લઇ શકતા નથી અથવા તો પછી કોઇ પોતાનાને ખરાબ બોલી દેવાના લીધે તે ખૂબ પસ્તાય છે અને પોતાને કોસે છે. પરંતુ જો વડીલોનો સહારો લઇને આ પરેશાનીને દૂર કરવામાં આવે તો આ સમસ્યા પણ દૂર થઇ શકે છે.

કોને આપીએ સૌથી વધુ મહત્વ

કોને આપીએ સૌથી વધુ મહત્વ

જીંદગીમાં આપણે કરવા માટે એટલું બધુ છે કે આપણે ભૂલી જઇએ છીએ કે આપણે કઇ વસ્તુને સૌથી વધુ મહત્વ આપીએ. આ વાત તમે વડીલ લોકો પાસેથી શીખી શકો છો કે જીંદગીમાં હંમેશા સૌથી પહેલા કયા વ્યક્તિ કે પછી કયા કામને સૌથી વધુ મહત્વ આપવું જોઇએ.

English summary
Many youngsters blatantly disrespect the old and weak and being considerate is often not part of their life's dictionary. Old people though, have a lot to teach us, for their experiences are truly invaluable. This article looks at 5 important things you can learn from old people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X