• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

50 ટકા લોકોને વિશ્વાસ, ડોંડિયા ખેડામાં નહી નિકળે સોનું

By Kumar Dushyant
|

ઉન્નાવ, 20 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશના નાના શહેર ઉન્નાવનું ડોંડિયા ખેડા ગામ પીપલી લાઇવથી માંડીને માલામાલ વીકલી સુધી બની ગયું ગયું છે. ચારેય તરફ મીડિયાના ટોળેટાળા છે દરેક જગ્યાએ ફક્ત એક જ ચર્ચા છે-સોનું નિકળશે તો આપણને શું મળશે? સરકાર ખોદકામમાં લાગી ગઇ છે, સાધુ, સંત મંત્રોચ્ચાર કરી રહ્યાં છે અને ન્યાયપાલિકા એ નક્કી કરવામાં લાગી છે કે કોની નજરહેઠળ આ ખજાનો નિકાળવામાં આવે. આ દરમિયાન સામાન્ય માણસ પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છે કે ઉન્નાવમાં 1000 ટન સોનું નિકળશે નહી.

અમે આ અંગે એક સર્વે કરાવ્યો અને લોકોને પૂછ્યું કે ઉન્નાવના ડોંડિયા ખેડામા6 1000 ટનનો ખજાનો નિકળશે કે નહી. તમપણ તમારો મત આપો. તો લગભગ એક હજાર લોકોએ આ પોલમાં ભાગ લીધો, જેમાં 50 ટકા લોકોએ કહ્યું 'ક્યારેક નહી'.

સોનાના ખોદકામનો બીજો દિવસ છે અને વિવાદ પણ ઉભા થવા લાગ્યા છે. જે પ્રકારે એએસઆઇની ટીમ ખોદકામ કરી રહી છે, તેના પર સોનાનું સપનું જોનાર સંત શોભન સરકાર નારાજ થઇ ગયા છે. તો બીજી તરફ 34 ટકા લોકોએ કહ્યું હતું કે આ અંગે તે કંઇપણ શકે નહી, એટલે તેમનું મન સંત શોભન સરકારની ભવિષ્યવાણી અને સરકારી મશીનરીને જોલા ખાઇ રહ્યાં છે. આ સર્વેમાં માત્રા 16 ટકા લોકો એવા છે, જેમને સંત શોભન સરકારના સપના પર વિશ્વાસ છે. તેમનું માનવું છે કે સોનું જરૂર નિકળશે.

શોભન સરકાર થયા નારાજ

શોભન સરકાર થયા નારાજ

એએસઆઇની ખોદકામની પદ્ધતિથી નારાજ થયેલા સંત શોભન સરકાર નારાજ થઇ ગયા છે. તેમને આશ્રમ છોડી દિધો છે. કહેવામાં આવે છે કે શોભન સરકારના નારાજ થયા બાદ ત્યાં હાજર સાધુ સંતોનું મન પણ ખાટું થઇ ગયું છે.

સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ડોંડિયા ખેડામાં ચાલી રહેલા ખોદકામને કોર્ટ દ્વારા નિમવામાં આવેલી એક ટીમની નજર હેઠળ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

રાજ રામ બક્શ સિંહનો ખજાનો

રાજ રામ બક્શ સિંહનો ખજાનો

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં પૂર્વવર્તી વૈશ્ય રાજપૂત શાસક રાજા રાવ રામ બક્શસિંહના કિલ્લાના ખંડેરોમાં 180 વર્ષ જૂના મંદિર પાસે ખજાનો દબાયેલો હોવાની વાત કરવામાં આવી છે.

રાજાનો ઇતિહાસ

રાજાનો ઇતિહાસ

રાવ રામ બક્શસિંહ આ વિસ્તારના રાજા હતા અને તેમને 1857ના વિદ્રોણ દરમિયાન અંગ્રેજોએ ફાંસી આપી દિધી છે. તેના મહેલને નષ્ટ કરી દિધો, પરંતુ ડોંડિયા ખેડા ગામ નજીક કિલ્લામાં દબાયેલો તેમનો ખજાનો દબાયેલો જ રહી ગયો. સાતવી સદીમાં મશહૂર ચીની યાત્રી હુએન સાંગે હયમુખની યાત્રા કરી હતી અને તેમને આ સ્થળ પર પાંચ બૌદ્ધ મઠ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. કનિંઘમે કહ્યું હતું કે ડોંદિયા ખેડા વૈશ્ય રાજપૂતોની રાજધાની બની, જેનું નામ પછી બેસવાડા કરી દેવામાં આવ્યું.

કંઇ હાથ ન લાગ્યું

કંઇ હાથ ન લાગ્યું

પુરાતત્વ અધિકારીઓને પહેલાં દિવસે ખોદકામ દરમિયાન કંઇ હાથ ન લાગ્યું. આખા વિસ્તારમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી. ઉન્નાવના જિલ્લા અધિકારી કે એસ આનંદે કહ્યું હતું કે એએસઆઇ અને જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ના અધિકારીઓની ટીમે ખોદાકા શરૂ કરાવી દિધું. ખોદકામમાં 30 થી 40 દિવસોનો સમય લાગી શકે છે.

અધિકારીઓ પાસે જવાબ નથી

અધિકારીઓ પાસે જવાબ નથી

ખોદકામમાં કેટલો સમય લાગી શકે છે? સોનું જમીનમાં ક્યાં અને કેટલું નીચે દબાયેલું છે? આ પ્રકારના તમામ પ્રશ્નો લોકોના મનમાં છે, જેનો જવાબ હાલ એએસઆઇના અધિકારીઓ પાસે નથી. કિલ્લા અને તેની આસપાસ સુરક્ષાની કડક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. પોલીસ સાથે પીએસીના લગભગ 50 જવાનો ગોઠવવામાં આવ્યા છે.

શોભન સરકારે સપનું જોયું

શોભન સરકારે સપનું જોયું

સપનું ઉન્નાવના બક્સર સ્થિત ડોંડિયા ખેડામાં રાજા રાવ રામબક્શ સિંહે ખજાનાની વાત સંત શોભન સરકારે કહી હતી. બક્સરથી એક કિલોમીટર દૂર પોતાના આશ્રમમાં શોભન સરકારે ત્રણ મહિના પહેલાં સપનું જોયું હતું કે 1857માં અંગ્રેજોથી લડાઇમાં શહીદ થયેલા રાજાના કિલ્લાની નીચે ખજાનો દબાયેલો છે.

પાંચ મીટર પર ધાતું હોવાના સંકેત

પાંચ મીટર પર ધાતું હોવાના સંકેત

એએસઆઇ અધિકારીઓની ટીમને ઘટનાસ્થળે સર્વેક્ષણ બાદ કિલ્લાના 20-25 ફૂટ નીચે ધાતુ દબાયેલું હોવાના સંકેત મળ્યા છે. વિચાર વિમર્શ બાદ એએસઆઇ અધિકારીઓએ 18 ઓક્ટોબરથી ખોદકામ કરવાનો નિર્ણય કરી લીધો. ઇતિહાસકાર દાવો કરે છે કે કિલ્લાની જમીનમાં એટલી માત્રામાં સોનું મળવું મુશ્કેલ છે, કારણ કે રાજા રાવ રામબક્શ સિંહ એટલા બધા વૈભવશાળી શાસક ન હતા. તો બીજી તરફ શોભન સરકારની વાતને સત્ય માની રહ્યાં છે.

દાવેદાર આવ્યા

દાવેદાર આવ્યા

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા નરેશ અગ્રવાલ અને ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી સુનીલ યાદવે કહ્યું હતું કે ખોદકામમાં જે નિકળશે તે ઉત્તર પ્રદેશ સરકારની સંપત્તિ હશે. આ વિસ્તારના સરપંચ અજયપાલ સિંહે કહ્યું છે કે 'સોના નિકળે છે તો તેનાથી અમારા વિસ્તારનો વિકાસ કરવામાં આવશે. તો બીજી તરફ પોતાને રાજાનો વંશ ગણાવનાર કુમાર સિંહે કહ્યું છે કે 'ખજાનાથી સરકાર અમને પુર્નસ્થાપિત કરવાનું કામ કરે.

ત્રિશૂળમાં છુપાયેલા ખજાનું રહસ્ય

ત્રિશૂળમાં છુપાયેલા ખજાનું રહસ્ય

કિલ્લાના ગુંબજ પર ત્રિશુલ આજે પણ સુશોભિત છે. આમ તો મોટાભાગે શિવ મંદિરો પર ત્રિશુલ હોય છે, પરંતુ આ મંદિરનું ત્રિશુલ ઇતિહાસ સહિત છે. ખજાનાનું રહસ્ય પણ આની સાથે જોડાયેલું છે. કહેવામાં આવે છે સૂરજની પ્રથમ કિરણ જ્યારે ત્રિશુલ પર પડે છે તો મંદિર ઉંચું હોવાના કારણે ત્રિશુલનો પડછાયો કિલ્લામાં બનેલા કુવાની પાસે પડતો હતો. રાજાએ ખજાને સુરક્ષિત રાખવા માટે તે સ્થાનને પસંદ કર્યું, જેથી ક્યારે સ્થાનને લઇને કોઇપણ પ્રકારની ભૂલ કે ભ્રમ ન થાય

English summary
According to a survey 50 percent people said that ASI team will not find 1000 ton gold in Daundiya Khera village of Unnao in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more