કયામતના દિવસ માટે ભાડે મળે છે બંકર, આવી રીતે મહાપ્રલયથી બચાવશે
તમામ ધર્મોના વિવિધ ગ્રંથોમાં કોઈને કોઈ રીતે મહાપ્રલય કે કયામતનો ઉલ્લેખ જોવા મળે છે. કહેવાય છે કે એક દિવસ આ ધરતી પર તમામ વસ્તુઓનો વિનાસ થશે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ મહાવિનાસથી બચવા માટે અત્યારથી જ એક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થામાં તમે બંકર ભાડે લઈને તમને બચાવી શકો છો.

અમેરિકાના સાઉથ ડાકોટામાં ડૂમ્સ ડે સિટી બનાવવાઈ છે. અહીં કયામતના દિવસ માટે ખાસ બંકરો બનાવવામાં આવ્યા છે. આ બંકર એટલા મજબૂત છે કે તે કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરી શકે છે.
આ શહેરમાં બંકરનું બુકિંગ ચાલી રહ્યું છે, જ્યાં તમે જગ્યા પણ બુક કરી શકો છો. શહેરમાં વધુમાં વધુ 10,000 લોકો રહી શકે છે.
અહેવાલ અનુસાર, આ ડૂમ્સ ડે બંકર કોમ્યુનિટી પાસે 575 બંકરો છે, જે કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. સાઉથ ડાકોટામાં બ્લેક હિલ્સ માઉન્ટેન રેન્જમાં 18 માઈલ સુધી ફેલાયેલું આ લશ્કરી થાણું હતું, જેનો ઉપયોગ 1942 થી 1967 સુધી બોમ્બ અને યુદ્ધસામગ્રી સંગ્રહ કરવા માટે થતો હતો. આ સ્થળ પર આ શહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ડૂમ્સ ડે સિટીમાં બુકિંગ ચાલુ છે. વિવોસ, જેને હવે એપિક હ્યુમેનિટેરિયન સર્વાઇવલ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે તે મહાપ્રલય કે કયામતનો સામનો કરવા માટે તૈયાર છે.
આ સિટીનું નિર્ણાણ કરનારા અનુસાર, અમારા સભ્યો ન તો બહુ અમીર છે અને ન તો બહુ ગરીબ. તેઓ સરેરાશ લોકો છે, જેમની પાસે વર્તમાન વૈશ્વિક ઘટનાઓનું ઊંડું જ્ઞાન છે અને જવાબદારીની ભાવના છે, તે જાણીને કે તેઓએ સંભવિત વિનાશક ઘટનામાં તેમના પરિવારોની કાળજી લેવી અને રક્ષણ કરવું જોઈએ. તમે પણ આ માટે બંકર બુક કરી શકો છો.












Click it and Unblock the Notifications
