For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AB અને B બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોનાનુ જોખમ વધુઃ CSIR રિસર્ચ

AB અને B બ્લડ ગ્રુપવાળા લોકો અન્ય ગ્રુપવાળા લોકોની અપેક્ષાએ કોવિડ-19 પ્રત્યે અતિ સંવેદનશીલ છે. વાંચો વિગતવાર માહિતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વૈજ્ઞાનિક અને ઐદ્યોગિક અનુસંધાન પરિષદે(CSIR)એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યુ છે જે એ દર્શાવે છે કે AB અને B બ્લડ ગ્રુપવાળા લોકો અન્ય ગ્રુપવાળા લોકોની અપેક્ષાએ કોવિડ-19 પ્રત્યે અતિ સંવેદનશીલ છે. વળી, રિસર્ચ પેપરમાં આગળ કહેવામાં આવ્યુ છે કે O બ્લડ ગ્રુપવાળા લોકો કોરોના વાયરસ પ્રત્યે સૌથી ઓછા સંવેદનશીલ છે. આ ગ્રુપના લોકોમાં કોરોનાના લક્ષણ દેખાતા નથી અથવા તેમને ખૂબ જ ઓછા લોકોને કોરોના વાયરસ થાય છે.

માંસનુ સેવન કરનારા લોકો વધુ સંવેદનશીલ

માંસનુ સેવન કરનારા લોકો વધુ સંવેદનશીલ

આ સિવાય સીએસઆઈઆર દ્વારા કરવામાં આવેલ દેશવ્યાપી સેરોપૉઝિટીવ સર્વેક્ષણ રિપોર્ટ કહે છે કે માંસનુ સેવન કરનાર લોકો શાકાહારી લોકોની સરખામણીમાં કોરોના પ્રત્યે વધુ સંવેદનશીલ છે. આ અંતરનુ મુખ્ય કારણ શાકાહારી ભોજનમાં હાજર ઉચ્ચ ફાઈબર સામગ્રી છે. ઉચ્ચ ફાઈબરયુક્ત ભોજન એન્ટી ઈન્ફ્લામેટરી હોય છે કે જે સંક્રમણ બાદની જટિલતાઓને રોકી શકે છે અને સંક્રમણને જાતે પ્રગટ થતા પણ રોકી શકે છે.

10 હજાર લોકો પર કરવામાં આવ્યુ અધ્યયન

10 હજાર લોકો પર કરવામાં આવ્યુ અધ્યયન

સીએસઆઈઆરે દેશભરના 10 હજાર લોકો પર આ અધ્યયન કર્યુ છે અને આ અધ્યયનની આકારણી 140 ડૉક્ટરોના ગ્રુપે કરી છે. સર્વેમાં એ પણ સામે આવ્યુ કે AB અને B ગ્રુપવાળા લોકો કોરોનાના સંપર્કમાં વધુ આવ્યા જ્યારે O બ્લડ ગ્રુપના લોકો સૌથી ઓછા સંક્રમિત મળ્યા. આ વિષય પર વધુ માહિતી આપીને આગ્રાના પેથોલૉજિસ્ટ ડૉ. અશોક શર્માએ કહ્યુ કે બધુ વ્યક્તિના ઢાંચા પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે તેમણે કહ્યુ કે થેલેસેમીયાથી પીડિત લોકો મેલેકિયાથી કદાચ જ પ્રભાવિત થાય. એ રીતે જોવામાં આવ્યુ છે કે પરિવારના બધા લોકો કોરોનાથી સંક્રમિત થયા પરંતુ એક વ્યક્તિ ન થયો. આ બધુ આનુવંશિતક ઢાંચાના કારણે થાય છે. તેમણે કહ્યુ કે તેની પૂરી સંભાવના છે કે O બ્લડ ગ્રુપના લોકોની રોગ પ્રતિકારક શક્તિ AB અને B ગ્રુપના લોકોની સરખામણીમાં કોવિડ પ્રત્યે વધુ સારી હોય. જો કે આ સંશોધન પર હજુ વધુ અધ્યયન કરવાની જરૂર છે. આનો અર્થ એ બિલકુલ નથી કે O બ્લડ ગ્રુપવાળા લોકો કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરવાનુ છોડી દે. એવુ બિલકુલ નથી કે O બ્લડ ગ્રુપવાળા લોકોને કોવિડ નથી થયો.

કોરોના કાળમાં રોહતક ગામમાં 'રહસ્યમયી તાવ', 10 દિવસમાં 18 મોતકોરોના કાળમાં રોહતક ગામમાં 'રહસ્યમયી તાવ', 10 દિવસમાં 18 મોત

આ માત્ર એક સેમ્પલ સર્વે છે નહિ કે પીયર રિવ્યુ વૈજ્ઞાનિક શોધ પત્ર

આ માત્ર એક સેમ્પલ સર્વે છે નહિ કે પીયર રિવ્યુ વૈજ્ઞાનિક શોધ પત્ર

આ રિસર્ચ પર પ્રતિક્રિયા આપીને સીએસઆઈઆરના વરિષ્ઠ ચિકિત્સક ડૉ.એસ કે કાલરા કહે છે કે આ માત્ર એક સેમ્પલ સર્વે છે નહિ કે પીયર રિવ્યુ વૈજ્ઞાનિક શોધ પત્ર. માટે કોઈ વૈજ્ઞાનિક સમજ વિના આ સર્વેના આધારે એકદમ ચોક્કસ અનુમાન ન લગાવી શકાય કે વિવિધ બ્લડ ગ્રુપના લોકોમાં આ અસમાનતાઓ કેમ છે. એ કહેવુ પણ ઉતાવળ ગણાશે કે O બ્લડ ગ્રુપના લોકોની રોગપ્રતિકારક શક્તિ અન્યની સરખામણીમાં સારી હોય છે. તેમણે આગળ કહ્યુ કે જો હજુ વધુ મોટાપાયે આ સર્વે કરવામાં આવે તો એક નવી તસવીર સામે આવી શકે છે.

English summary
AB and B blood group people at more risk of getting corona: Research
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X