ફિલ્મો, જાહેરાત બાદ રાજકારણમાં પણ માતાનો સહારો

[ઇશ્વર આશીષ] જાહેરાતના એક દ્રશ્યમાં બાળકા પોતાના ગંદા કપડાં સાથે ઘરે આવે છે પરંતુ તેને ધમકાવતી નથી પરંતુ ચુપ કરાવે છે, કારણ કે તેની પાસે એવો પાવડર જે મુશ્કેલમાં મુશ્કેલ દાગને પણ ઝડપી નિકાળે દેશે, એટલે એનો મતલબ કે કપડાંની ચિંતા કર્યા વિના મનમૂકીને રમવાની તક 'મા' આપે છે. આ જાહેરાતમાં અને એવી કેટલીક જાહેરાતોમાં માતાને સંવેદનશીલ, બાળકોને સ્વતંત્રતા આપનાર અને એક પ્રેમભરી વ્યક્તિના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે, જે બધાને પ્રભાવિત કરે છે.

રાજકારણમાં બોલવામાં આવેલા સંવાદ, 'મારી માતાએ કહ્યું સત્તા ઝેર છે. જ્યારે પુત્ર કમાવવા માટે ગુજરાત જઇ રહ્યો હોય છે તો મા તેને વારંવાર ફોન કરીને પૂછે છે કે બેટા ક્યાં પહોંચ્યો? જ્યારે પુત્ર કહે છે કે હું ગુજરાત પહોંચી ગયો તો 'મા હાશકારો લે છે.' ગરીબના ઘરમાં બાળકો ભૂખ્યા ઉંઘે છે, મા રડે છે. ચોક્કસ અત્યાર સુધી માતાની લાચારી અને સુરક્ષા ભાવનું પ્રદર્શન ફિલ્મો જ થતું રહ્યું છે પરંતુ હવે રાજકારણમાં પણ તેનો ઉપયોગ કરવામાં થવા લાગ્યો છે.

rahul-modi-10

જો જાહેરાતમાં વેચાણ વધારવા અને તેની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે માને બ્રાંડ તરીકે પ્રસ્તુત કરી શકાય તો રાજકારણમાં કેમ નહી, કેટલાક રાજકારણીઓને આ વાત સમજાઇ ગઇ છે કે ભારતીય સ્વભાવથી જ ભાવુક હોય છે અને માં જ તે ચરિત્ર છે જેની સાથે દરેક સંવેદનાઓ જોડાઇ જાય છે. ફિલ્મોમાં એક ભાવનાત્મક, ચિંતા કરનર અને સમયની સાથે પરિવર્તન એક પેઢી લખી અને આધુનિક માએ પોતાનું સ્થાન બનાવી લીધું પરંતુ અસલી જિંદગીમાં દરેક મહિલાને ક્યારે તે સ્થાન મળી શકશે જેને માળખામાં રાખીને આધુનિક મહિલાની કલ્પના કરી શકાય, એ તો સમય જ બતાવશે, પરંતુ રાજકારણમાં માનું મહત્વ રાહુલ ગાંધીથી માંડીને નરેન્દ્ર મોદી સુધી વર્ણન કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીએ પોતાની કાનપુર રેલી, ઝાંસી રેલીમાં ઉત્તર પ્રદેશની ગરીબી અને કુશાસનને પ્રમુખતાથી ઉજાગર કરી અને વિશ્વાસ અપાવ્યો કે ભાજપ જ જનતાને મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવી શકે છે સાથે જ વાયદો કર્યો કે જો પાંચ વર્ષ માટે જનતા ભાજપને ચૂંટે છે તો દેશની તસવીર બદલાઇ જશે. જ્યારે રાહુલ ગાંધીએ પોતાના ભાષણોથી એવો અહેસાસ કરાવવાનો પ્રયત્ન કર્યો કે તે તેમનો પરિવાર દેશની ભલાઇ માટે જ કુર્બાની આપતો આવ્યો છે, તેમને તો પોતાના પિતા રાજીવ અને દાદી ઇન્દિરાની હત્યા સુધીનો પણ ઉલ્લેખ કરી દિધો. હવે તો સમય જ બતાવશે કે જનતા નેતાની ભાવનાઓને મહત્વ આપે છે, પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે 'મા' તે ચરિત્ર છે જેને ફિલ્મો, જાહેરાત અને રાજકારણ દરેક જગ્યાએ મહત્વ આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X