ભૂકંપ અને ભારત સાથે જોડાયેલા 10 રહસ્ય
ભૂંકપ સાથે જોડાયેલા કેટલાક વિચુિત્ર રહસ્ય વિષે વિગતવાર જાણો અહીં.
સોમવારે રાતે 10:33 PM પર દિલ્હી, નોયડા અને ઉત્તરાખંડ સમેત ઉત્તરી ભારતના કેટલાક વિસ્તારમાં 5.6 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સમગ્ર વિસ્તારમાં હાલ લોકોમાં ભય વ્યાપી ગયો છે. અને લોકો પોતાના ઘરોમાંથી ઠંડીમાં બહાર રસ્તા પર આવી ગયા છે. નોંધનીય છે કે મોટી તીવ્રતા સાથે આવેલા આ ભૂકંપ પછી આફ્ટશોક પણ આવવાની સંભાવના રહેલી છે. ત્યારે આજે અમે તમને ભારત અને ભૂકંપ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ જાણકારી આપવાના છીએ. જેને વિગતવાર જાણો અહીં.
તમે ભૂકંપ અંગેના અનેક સમાચારો વાંચ્યા હશે અથવા તો સાંભળ્યા હશે, પરંતુ ભૂકંપ સાથે જોડાયેલા તથ્યો ભાગ્યેજ પહેલા ક્યારેય વાંચ્યા હશે. તો ચાલો તસવીરો થકી જાણીએ કેટલાક આશ્ચર્યકારક તથ્યોને.

ભૂકંપના રોચક તથ્ય
ભૂકંપ અંગેના રોચક તથ્યો વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરો.

છેલ્લા 15 વર્ષમાં પૃથ્વીની ટેક્ટૉનિક્સની ગતિ વધી છે
સીસમોલોજી વિશેષજ્ઞો અનુસાર આમ તો ટેક્ટૉનિક મૂવમેન્ટ એક પ્રાકૃતિક મૂવમેન્ટ છે, પરંતુ છેલ્લા 15 વર્ષણાં આ મૂવમેન્ટ વધી ગઇ છે.

લૉસ એન્જલેસ તરફ વધી રહેલુ સેનફ્રાંસિસ્કો
તમને જાણીને આશ્ચર્ય થશે કે સેનફ્રાન્સિસ્કો 2 ઇંચ પ્રતિ વર્ષની ગતિએ લૉસ એન્જલેસ તરફ આગળ વધી રહ્યું છે. કરોડો વર્ષ બાદ બન્ને શહેરો એકબીજાને મળી જશે.

ખતમ થઇ જશે કેલીફોર્નિયાનો સમુદ્ર તટ
કરોડો વર્ષ બાદ કેલીફોર્નિયાનો સમુદ્ર તટ ખતમ થઇ જશે, કારણ કે સેનફ્રાન્સિસ્કો તેમાં ભળી ગયું હશે.

ઉત્તર તરફ વધી રહ્યું દક્ષિણ ભારત
ભારતનો દક્ષિણ ભાગ ઉત્તર તરફ વધી રહ્યો છે. તેની ગતિ 1 ઇંચ પ્રતિ વર્ષ છે. વિશેષજ્ઞો અનુસાર કરોડો વર્ષ બાદ ચેન્નાઇ એ સ્થળે હશે જ્યા આજે ભોપાલ છે. તેના પર લખનઉ વિશ્વવિદ્યાલયના ડો. એકે અગ્રવાલ રિસર્ચ પણ કરી રહ્યાં છે.

હિમાલયની ચોથી શ્રેણી ઉભરી રહી છે
ભારતના દક્ષિણી ભાગ વધુ ગતિમાન થવાના કારણે હિમાલયની ચોથી શ્રેણી ઉભરી રહી છે.

લખનઉ, કાનપુર, ભોપાલ હશે પર્વતો પર
હિમાલયની ચોથી શ્રેણીનો ભાગ હોવાના કારણે લખનઉ, ભોપાલ, કાનપુર, પટના વિગેરે શહેર પર્વતમાં પરિવર્તિત થઇ જશે અને ગંગા નદી એ પર્વતોની વચ્ચે ઝરણાના રૂપમાં નિકળશે, પરંતુ આ બધું થવામાં કરોડો વર્ષ લાગશે.

દર વર્ષે આવે છે 5 લાખ ભૂકંપ
આખા વિશ્વમાં દર વર્ષે અંદાજે 5 લાખ ભૂકંપ આવે છે, પરંતુ તેની તિવ્રતા ઓછી હોવાના કારણે રિપોર્ટ થતાં નથી.

10 ફૂટ સુધી ખસ્યું ચિલી
27 ફેબ્રુઆરી 2010ના રોજ આવેલા 8.8ની તિવ્રતાના ભૂકંપમાં ચિલી શહેર પશ્ચિમની તરફ વધુ 10 ફૂટ ખસક્યું છે.

વિશ્વનો સૌથી મોટો ભૂકંપ
વિશ્વનો સૌથી મોટો ભૂકંપ 9.5ની તિવ્રતાનો 22 મે 1960ના રોજ આવ્યો હતો.

ભૂકંપથી થઇ શકે છે પ્રીમેચ્યોર ડિલિવરી
શું તમને માલુમ છેકે ભૂકંપ દરમિયાન ગર્ભવતી મહિલાઓના પ્રસવની આશંકા 90 ટકા વધી જાય છે. સૌથી મોટું ઉદાહરણ ન્યુઝીલેન્ડ છે, જ્યાં ભૂકંના કારણે શિશુ જન્મદરમાં ઝડપથી વધારો થયો છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
