અદભુત! જેટ વિમાનથી વધારે ઝડપથી ઉડે છે આ જેટમેન
ઝડપની વાત આવે ત્યારે જેટ વિમાનનો ઉલ્લેખ અવશ્ય કરવામાં આવે છે. કારણ કે માનવ નિર્મિત વસ્તુઓમાં જેટ વિમાનની ઝડપને સૌથી વધારે માનવામાં આવે છે. હવાને ચીરીને આંખોના પલકારામાં હવામાં અદ્રશ્ય થતા જેટ વિમાનને જોઇને સૌનું મન ખુશ થઇ જાય છે. આવી ઉડાન જોઇને ઘણાનું મન લલચાઇ જતું હોય છે કે કાશ આપણે પણ આવી રીતે હવામાં ઉડી શકતા હોત.
અત્યાર સુધી આ વિચાર માત્ર એક કલ્પના જ હતી. કલ્પનાના આકાશમાં ઉડીને જ માણસે સંતોષ માનવો પડતો હતો. પણ હવે ટેકનોલોજીની અને સમય બંને બદલાતા સ્થિતિ પણ બદલાઇ છે. હવે વર્ષો પહેલાના સપના સાકાર થવા લાગ્યા છે. અનેક અશક્ય લાગતી બાબતો હકીકત બની છે.
આવી જ અશક્ય ગણાતી માણસ દ્વારા હવામાં ઉડવાની ઇચ્છા પણ હવે પૂરી થઇ છે. હવે હવામાં પક્ષીની જેમ ઉડવું સામાન્ય બાબત બની ગઇ છે. જો કે જેટની ગતિથી હવામાં ઉડવું આજે પણ એક સપનાથી ઓછું નથી. હકીકત એ છે કે માણસ પણ હવામાં જેટની ગતિએ ઉડી શકે છે.
આ કલ્પનાને સ્વીત્ઝરલેન્ડના જેટમેન તરીકે ઓળખાતા વેસ રોસીએ સાકાર કરી બતાવી છે. તેઓ જેટ ગતિએ હવામાં ઉડે છે અને ક્યારેક જેટની ગતિથી પણ આગળ નીકળી જાય છે. જો તમને વિશ્વાસ ના આવો તો અહીં જોઇ લો વીડિયો કે જેટમેન કેવી રીતે ઉડે છે...

જોઇને રહી જશો દંગ
આ અંગેની વધુ વિગતો જાણવા નેક્સ્ટ ક્લિક કરો

જેટ વિંગની મદદથી ઉડાન
વેસ રોસી એવિએશન હિસ્ટ્રીમાં પ્રથમ વ્યક્તિ છે, જેમણે જેટ વિંગની મદદથી એક વિમાનની જેમ હવામાં ઉડાન ભરી છે. પોતાના આ કરતબથી તેઓ વિશ્વભરમાં મશહૂર થઇ ગયા છે.

વ્યવસાયે પાયલટ
રોસી વ્યવસાયે એક સ્વીસ પાયલટ છે. તેમણે સ્વીસ એરફોર્સમાં પાયલટ તરીકે કામ પણ કર્યું છે. આજે 53 વર્ષની વયે પણ તેમના પંખીની જેમ ઉડવાના જુસ્સામાં કોઇ ઘટાડો થયો નથી.

જીવ સટોસટીનો ખેલ
રોસીએ બી-70 બોમ્બર પ્લેનમાંથી હવામાં છલાંગ લગાવી અને જમીન તરફ હજારો ફૂટ નીચે જવા લાગ્યા. આ દ્રશ્ય જોનારાને તો જીવ સટોસટીનો ખેલ લાગ્યો.

હવામાં ઉડાન
તેમના જુસ્સા અને વિશ્વાસને કારણે રોસી પોતાના મિશનમાં સફળ થયા અને જમીનથી હજારો ફૂટ ઉપર હવામાં ઉડવા લાગ્યા.

જેટ વિંગ એન્જિનની કમાલ
હવામાં કૂદકો લગાવ્યા બાદ તેઓ હવામાં ગુલાંટ ખાવા લાગ્યા. તેમણે તરત જેટ વિંગ એન્જિન ચાલુ કરીને પોતાની બોડીને બેલેન્સ કરી અને હવામાં ઉડવા લાગ્યા.

અદભુત નજારો
આ દ્રશ્ય જોનારા લોકોના શ્વાસ પળ ભર માટે થંભી ગયા હતા. રોસીએ જેટવિંગની સ્પીડ વધારી અને તેઓ બોમ્બર પ્લેન કરતા આગળ નીકળી ગયા.

હવામાં ઝડપી ઉડાન
કહેવાય છે કે અત્યાર સુધીમાં રોસીએ હવામાં 160 માઇલ પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરી છે. એટલે કે તેઓ 257 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવામાં ઉડી ચૂક્યા છે. આ અંગે રોસીનું કહેવું છે કે હવામાં સ્વતંત્ર રીતે ઉડવું અદભુત અનુભવ છે. તમને રોકનાર કોઇ હોતું નથી. તમે આમ તેમ ગમે ત્યાં જઇ શકો છો.

સમસ્યાઓનો સામનો
આ ઉડાન સરળ ન હતી. રોસીએ અચાનક તેજ હવાના સંપર્કમાં આવવાની સ્થિતિ તથા એન્જિન સ્ટાર્ટ કર્યા બાદ અચાનક સ્પીડ વધતા બેલેન્સ સાચવવા જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

અનેક સ્થળોએ બતાવ્યા કારનામા
રોસીએ આવું એક જ વાર કર્યું નથી. તેઓ સ્વીત્ઝરલેન્ડ ઉપરાંત રિયો ડી જનેરો, અમેરિકામાં પણ પોતાના હવાઇ કરતબ દર્શાવી ચૂક્યા છે.

નીચે કેવી રીતે આવ્યા?
હવામાં કરતબ બતાવ્યા બાદ રોસી જેટનું એન્જિન બંધ કરે છે. આમ કરવાથી તેઓ ઝડપથી ધરતી તરફ આવે છે. સામાન્ય ઊંચાઇએ આવ્યા બાદ તેઓ પેરાશૂટ ખોલે છે અને સલામત રીતે જમીન પર ઉતરે છે.
નોંધ : આગળની સ્લાઇડમાં રોસીના હવાઇ કારનામાનો વિડિયો જોવાનું ચૂકશો નહીં.
મહત્તમ સ્પીડ
રોસીએ આ કરતબ 12000 ફૂટની ઊંચાઇએ કર્યું હતું. આ દરમિયાન તેમની ઝડપ 190 માઇલ પ્રતિ કલાક એટલે કે 305 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી ગઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
