AMU Minority Status : શું છે આર્ટિકલ 30? જાણો કેમ ચર્ચામાં છે?

Aligarh Muslim University Minority Status : સુપ્રીમ કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઈને એક મોટો આદેશ આપ્યો છે. આ નિર્ણય સાથે વર્ષો જૂના વિવાદમાં નવો વણાંક આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી લઘુમતિ દરજ્જો મળવાની હકદાર હોવાના આદેશ સાથે પુરો કેસ ત્રણ જજોની બેંચને મોકલી આપ્યો છે.

AMU case

સુપ્રીમ કોર્ટે 4-3ની બહુમતીથી 1967ના અઝીઝ બાશાના નિર્ણયને નકારી કાઢ્યો છે, જેમાં AMUને લઘુમતીનો દરજ્જો નકારાયો હતો. કોર્ટે નિર્ણયમાં કલમ 30નો ઉલ્લેખ કર્યો છે.

શું છે કલમ 30?
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર પોતાનો આદેશ આપતા CJI ચંદ્રચુડે કહ્યું કે, સંસ્થાની સ્થાપના અને તેના સરકારી સિસ્ટમનો હિસ્સો બનવામાં ફરક છે, કલમ 30 (1)નો હેતુ એ છે કે લઘુમતીઓ દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા તેમના દ્વારા જ ચલાવવામાં આવે. કલમ 30 હેઠળ લઘુમતી સંસ્થા હોઈ શકે છે.

કલમ 30 ભારતીય બંધારણનો એક મહત્વપૂર્ણ અનુચ્છેદ છે, જે લઘુમતી વર્ગોના શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલનના અધિકાર સાથે સંબંધિત છે. આ લેખ લઘુમતી વર્ગોને તેમની ભાષા, સંસ્કૃતિ અને ધર્મના રક્ષણ અને પ્રચાર માટે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા અને ચલાવવાનો અધિકાર આપે પાડે છે.

કલમ 30 ની મહત્વના મુદ્દા

  • લઘુમતી વર્ગોને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર છે.
  • લઘુમતીઓને તેમની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને શિક્ષણ માટે તેમની પોતાની ભાષા અને સંસ્કૃતિનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
  • લઘુમતી વર્ગોને તેમની શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનો ધર્મ અને સંસ્કૃતિ શીખવવાનો અધિકાર છે.
  • રાજ્ય લઘુમતી વર્ગોની શૈક્ષણિક સંસ્થાઓને નાણાકીય સહાય આપી શકે છે.
  • લઘુમતી વર્ગોની શૈક્ષણિક સંસ્થાઓને રાજ્ય દ્વારા માન્યતા મળે તે જરૂરી છે.

કોને મળે લઘુમતિ દરજ્જો?
ભારતમાં તમામ લઘુમતીઓના વિકાસ અને શિક્ષણ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સંસ્થાઓમાં આ લઘુમતીઓને અનામત મળે છે અને શૈક્ષણિક વિકાસ થાય છે. આ જ કારણ છે કે આ સંસ્થાઓને કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવે છે. આવી સસ્થાઓ તેમના નિયમો અને કાયદાઓ જાતે નક્કી કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X