Anti drone system : કેવી રીતે કામ કરે છે એન્ટી ડ્રોન સિસ્ટમ? જાણો ભારતમાં ક્યાં તૈનાત કરવામાં આવી છે?
Anti drone system : કેન્દ્રની નરેન્દ્ર મોદી અને સ્થાનિક બીજેપી સરકારની નબળી નીતિને કાપરે મણિપુર સળગી રહ્યું છે. મણિપુરમાં ડ્રોનથી હુમલા થયા હોવાના અહેવાલ છે.
હિંસક તત્વોના હાથમાં ડ્રોન આવી જતા સરકારે તેને નીપટવા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરાયા છે. આજે અમે તમને આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેના વિશે જણાવવાના છીએ.

એન્ટી ડ્રોન સિસ્ટમ શું છે?
એન્ટી ડ્રોન સિસ્ટમને કાઉન્ટર યુએવી (અનમેનેડ એરિયલ વ્હીકલ) ટેક્નોલોજીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ટેક્નોલોજી હવામાં કોઈપણ વિસ્તાર તરફ આવતી મિસાઈલ, રોકેટ, હાઈ-સ્પીડ મોટા ડ્રોન વગેરેને શોધીને તેનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમ ઝડપી અને મોટા લક્ષ્યોને દૂર કરવામાં અસરકારક છે, પરંતુ નાના, નીચા ઉડતા અને હલકા મૂવિંગ ડ્રોનને પકડવામાં સક્ષમ નથી.
આવા ડ્રોનનો સામનો કરવા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ અસ્તિત્વમાં આવી છે. આ ખાસ કરીને નાના ડ્રોનને શોધવા અને તેનો નાશ કરવા માટે બનાવવામાં આવી છે. હાલમાં જ CRPFએ માહિતી આપી કે સુરક્ષા દળોને એન્ટી ડ્રોન સિસ્ટમ આપવામાં આવી છે.
જો કોઈ ડ્રોન એ વિસ્તારમાં ઘૂસણખોરી કરે છે જ્યાં એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત છે તો તે થોડી જ સેકન્ડોમાં ડ્રોન ક્યાં જઈ રહ્યું છે, તે કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે અને અન્ય માહિતી એકત્ર કરી લે છે.
આ બધી માહિતી મેળવ્યા પછી એન્ટિ-ડ્રોન સિસ્ટમ અથવા એન્ટિ-ડ્રોન ગન ઓપરેટ કરતી વ્યક્તિ નક્કી કરે છે કે ડ્રોનનો નાશ કરવો કે તેને ઉડવા દેવા. ઓપરેટર બટન દબાવતાની સાથે જ આ સિસ્ટમ ડ્રોનને હવામાં નીચે ઉતારી શકે છે. આ સિવાય ઘણી આધુનિક એન્ટિ-ડ્રોન સિસ્ટમ્સ પણ ડ્રોનને ડિસેબલ કરીને તેને નીચે લાવી શકે છે.












Click it and Unblock the Notifications
