For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંસદ વિક્ટોરિયા કેમ બની છે રોલ-મોડેલ, જાણવા માટે ક્લિક કરો

|
Google Oneindia Gujarati News

[વીડિયો] કહેવાય છેને કે કુદરતે મહિલાઓને મલ્ટી ટેલેન્ટેડ બનાવી છે, જો તે કોઇની પત્ની છે તો ઓફિસમાં કોઇની પત્ની પણ, મહિલાઓનું શરીર કોમળ હોય છે પરંતુ તે આંતરિક રીતે ખૂબ જ મજબૂત હોય છે, જે દરેક કામ બખૂબી કરી શકતી હોય છે, જેનું સૌથી મોટું ઉદાહરણ રજૂ કર્યું છે આર્જેન્ટીનાની સાંસદ વિક્ટોરિયા દોંદા પેરેસાએ.

woman
27 વર્ષની સાંસદ વિક્ટોરિયા પોતાના દરેક કર્તવ્યોને બખૂબી નિભાવી રહી છે, તે એક રાજનેતા છે એટલા માટે તે સંસદનું સત્ર મીસ નથી કરી શકતી અને સાથે જ તે આઠ મહીનાની નાની બાળકીની માતા પણ છે એટલા માટે તે પોતાની બાળકી પ્રત્યેની પોજાની જવાબદારીઓથી ભાગી શકે નહીં. હાલમાં જ સોશિયલ મીડિયામાં તેની એક તસવીર વાયરલ થઇ છે જેને ન્યૂઝ આઉટલેટ ઇન્ફોબીએ ટ્વિટર પર શેર કરી હતી, જેમાં વિક્ટોરિયા લેપટોપની સામે બેસીને સંસદ સત્રને સાંભળી રહી છે અને તેના ખોળામાં પોતાની નાની એન્જિલને લઇને સ્તનપાન કરાવી રહી છે.

વિક્ટોરિયાની આ તસવીર એટલી ઝડપે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ કે જોત જોતામાં વિક્ટોરિયા મહિલાઓની રોલ મોડેલ બની ગઇ. મહિલાઓએ આ તસવીર પર પોતાની કમેન્ટ લખી છે કે વિક્ટોરિયા દોંદા પેરેસની આ તસવીર એ કહેવા માટે પુરતી છે કે મહિલાઓ દરેક કામમાં પરફેક્ટ હોય છે અને તેઓ દરેક જવાબદારી બખૂબી નિભાવી રહી છે. માતા બનવું દુનિયાનું સૌથી મોટું સન્માન છે, આ સન્માનને પગલે અન્ય વસ્તુઓ પ્રત્યે બેદરકારી ખોટી વાત છે. પેરેસે અમને એકવાર ફરી મજબૂત બનાવી દીધી છે.

સ્ત્રીઓના મનોબળને મજબૂત કરતા આ વીડિયોને આપ પણ જુઓ અને પ્રતિભાવ આપો...

English summary
MP Victoria Donda Perez just set a new benchmark for public breastfeeding.Many Perez supporters are hailing the Argentinian MP as another positive role model for working mothers. here is video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X