કેજરીવાલે મોદી પાસે માંગ્યા આ 16 પ્રશ્નોના જવાબ

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 7 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એક પછી એક હુમલા શરૂ કરી દિધા છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસ દાવા ખોટા છે. તેમને નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતાં તેમની પાસે 16 પ્રશ્નોના જવાબ માંગ્યા છે. તે આ પ્રશ્નોના જવાબ જાણવા માટે નરેન્દ્ર મોદીના ઘરે જઇ રહ્યાં હતા પરંતુ તેમને નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો સમય મળ્યો ન હતો જેથી તે અમદાવાદ પરત ફર્યા હતા.

અરવિંદ કેજરીવાલે સવારે અમદાવાદ ખાતે મીડિયા સાથે વાત કર્યા બાદ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં ગાંધીનગર સરહદે તેમને પોલીસ કર્મીઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા, ત્યારબાદ કેજરીવાલના દૂત બની મનિષ સિસોદિયા, નરેન્દ્ર મોદીને મળવાની પરવાનગી માગવા ગયા હતા.

મળતી માહિતી અનુસાર પોલીસે જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદી દ્વારા મળવાની પરવાનગી આપવામાં આવ્યા બાદ જ અરવિંદ કેજરીવાલને આગળ જવામાં આવશે. તો બીજી તરફ મનિષ સિસોદિયા મળવા માટેની મોદીની પરવાનગી લેવા ગયા છે. જ્યાં ગૃહપ્રધાન સચિવ એકે શર્માએ તેમને જણાવ્યું છે કે, પહેલાં નરેન્દ્ર મોદીને પૂછવામાં આવશે અને જો તેઓ હા પાડશે તો જ મળવા માટેની પરવાનગી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, પરંતુ સચિવે જણાવ્યું કે તેમને મળવા માટે સમય આપવામાં આવ્યો નથી. જેથી અરવિંદ કેજરીવાલ ગાંધીનગર સરહદેથી જ પરત થયા હતા.

કેજરીવાલે મોદી પાસે કયા 16 પ્રશ્નોના જવાબ માંગ્યા છે તે જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

પ્રશ્ન 1

પ્રશ્ન 1

ગુજરાતમાં વિકાસના દાવા ખોટા છે, નરેન્દ્ર મોદીજી તમે જણાવો કે ગુજરાતમાં ક્યાં વિકાસ થયો છે?

પ્રશ્ન 2

પ્રશ્ન 2

તમારા મંત્રીમંડળમાં ભ્રષ્ટ મંત્રી કેમ સામેલ છે, બાબૂ બોખરિયા અને પુરૂષોત્તમ સોલંકી જેવા ભ્રષ્ટ મંત્રી સરકારનો ભાગ કેવી રીતે બનેલા છે. આ નેતા ભ્રષ્ટ છે અને તેમના વિરૂદ્ધ ઘણા કેસ પેન્ડિંગ છે.?

પ્રશ્ન 3

પ્રશ્ન 3

ગુજરાતના ખેડૂતોની સ્થિતી ખરાબ છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે. તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં 800 ખેડૂતોએ આત્મહત્યા કરી, કેમ?

પ્રશ્ન 4

પ્રશ્ન 4

પ્રદેશમાં રોજગારની સ્થિતી એકદમ ખરાબ કેમ છે અને બેરોજગારી કેમ વધી છે?

પ્રશ્ન 5

પ્રશ્ન 5

ચાર લાખ ખેડૂતોએ વિજળી માટે કેટલાય વર્ષોથી અરજી કરી છે, તેમને હજુસુધી વિજળી કેમ ન મળી?

પ્રશ્ન 6

પ્રશ્ન 6

મુકેશ અંબાણી સાથે તમારે શું સબંધ છે, તમે તેમના સબંધીઓને મંત્રીમંડળમાં કેમ જગ્યા આપી?

પ્રશ્ન 7

પ્રશ્ન 7

ગુજરાતમાં સરકારી સ્કુલોની સ્થિતી ખરાબ કેમ છે?

પ્રશ્ન 8

પ્રશ્ન 8

સરકારી ઓફિસોમાં વધુ ભ્રષ્ટાચાર છે, સરકારી વિભાગોમાં ભારે ભ્રષ્ટાચાર કેમ છે?

પ્રશ્ન 9

પ્રશ્ન 9

રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતી આટલી ખરાબ કેમ છે?

પ્રશ્ન 10

પ્રશ્ન 10

રાજ્યમાં ઘણી જગ્યાએ ખેડૂતોની જમીન છીનવી લઇ કોડીના ભાવે ઉદ્યોગપતિને કેમ આપવામાં આવી?

પ્રશ્ન 11

પ્રશ્ન 11

નર્મદા ડેમ હોવાછતાં કચ્છના લોકોને આજસુધી પાણી કેમ મળ્યું નથી?

પ્રશ્ન 12

પ્રશ્ન 12

તમારી પાસે કેટલા વિમાન અને હેલિકોપ્ટર છે, તમે જે હેલિકોપ્ટરનો ઉપયોગ કરો છો તે ક્યાંથી આવે છે?

પ્રશ્ન 13

પ્રશ્ન 13

ગુજરાત સરકાર કેજી બેસિનમાંથી નિકળનાર ગેસ 16 ડોલર પ્રતિ યૂનિટ પર વેચશે?

પ્રશ્ન 14

પ્રશ્ન 14

બે તૃતિયાંશ લધુ ઉદ્યોગ ગુજરાતમાં બંધ થઇ ચૂક્યાં છે, આમ કેમ?

પ્રશ્ન 15

પ્રશ્ન 15

ગુજરાત સરકાર 15 રૂપિયા પ્રતિ યૂનિટના હિસાબે સૌર ઉર્જા ખરી દે છે. મધ્ય પ્રદેશ સરકાર 7.50 રૂપિયા પ્રતિ યૂનિટના ભાવે સૌર ઉર્જા ખરીદી રહી છે. ગુજરાત સરકાર વધુ ભાવે કેમ સૌર ઉર્જા ખરીદે છે.?

પ્રશ્ન 16

પ્રશ્ન 16

યુવાનોને કોન્ટ્રાક્ટ પર રાખીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવનાર યુવાનોને ફક્ત 5300 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવે છે. યુવાનોનું શોષણ કેમ કરવામાં આવે છે?

English summary
The former Delhi Chief Minister said he has raised 16 questions on development claims on Gujarat and wants to discuss all the issues with Modi if he has the time.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.