For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અનમોલ વિચારો

બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કરી સફળતા મેળવનાર સરદાર વલ્લભભાઈના અનમોલ વિચારો પર નજર નાખીએ...

|
Google Oneindia Gujarati News

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર આદર્શ વ્યક્તિ નહિ પરંતુ નિડર, સાહસિક અને પ્રખર વ્યક્તિ હતા જેમણે દેશને એક દોરીમાં પરોવી રાખવાના ભરપૂર પ્રયત્નો કર્યા. તેઓને તેમના મહાન કાર્યો માટે 'સરદાર'ની ઉપાધિ મળી. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કરી રહેલ વલ્લભભાઈ પટેલને સત્યાગ્રહની સફળતા પર ત્યાંની મહિલાઓએ સરદારની ઉપાધિ આપી હતી.

આ પણ વાંચોઃ #StatueOfUnity: પીએમ મોદીએ કર્યુ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, જુઓ ફોટાઆ પણ વાંચોઃ #StatueOfUnity: પીએમ મોદીએ કર્યુ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, જુઓ ફોટા

શક્તિના અભાવમાં વિશ્વાસ વ્યર્થ છે

શક્તિના અભાવમાં વિશ્વાસ વ્યર્થ છે

શક્તિના અભાવમાં વિશ્વાસ વ્યર્થ છે, વિશ્વાસ અને શક્તિ, બંને કોઈ મહાન કામ કરવા માટે જરૂરી છે.

એવા બાળકો જે મને તેમનો સાથ આપી શકે છે, તેમની સાથે હંમેશા હું હસી-મજાક કરુ છુ. જ્યાં સુધી એક વ્યક્તિ પોતાની અંદરના બાળકને બચાવીને રાખી શકે છે ત્યાં સુધી જીવન તે અંધકારમયી છાયાથી દૂર રહી શકે છે જે વ્યક્તિના માથા પર ચિંતાની રેખાઓ છોડી જાય છે.

મનુષ્યએ ઠંડા રહેવુ જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ

મનુષ્યએ ઠંડા રહેવુ જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ

મનુષ્યએ ઠંડા રહેવુ જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ, લોખંડ ભલે ગરમ થઈ જાય પરંતુ હથોડાએ તો ઠંડા જ રહેવુ જોઈએ. નહિતર તે સ્વયં પોતાનો હાથ બાળી દેશે. કોઈ પણમ રાજ્ય પર પ્રજા ભલે ગમે તેટલી ગરમ થઈ જાય અંતમાં તો તેણે ઠંડા થવુ જ પડશે.

આપણે મુસીબતોથી ડરવુ ન જોઈએ

આપણે મુસીબતોથી ડરવુ ન જોઈએ

કામ કરવામાં તો મઝા ત્યારે જ આવે છે જ્યારે તેમાં મુસીબત હોય છે. મુસીબતમાં કામ કરવુ બહાદૂરોનું કામ છે. આપણે મુસીબતોથી ડરવુ ન જોઈએ. મર્યાદાનો સાથ ન છોડવો જોઈએ. બોલતી વખતે ક્યારેય પણ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવુ જોઈએ. ગાળો દેવી તે તો કાયરતાની નિશાની છે.

આપણા દેશની માટીમાં કંઈ અનોખાપણુ છે...

આપણા દેશની માટીમાં કંઈ અનોખાપણુ છે...

આપણા દેશની માટીમાં કંઈક અનોખાપણુ છે ત્યારે જ તો આકરા અવરોધો છતાં હંમેશા મહાન આત્માઓનું નિવાસ સ્થાન રહ્યુ છે. ઉતાવળે ઉત્સાહી વ્યક્તિ પાસેથી મોટા પરિણામની આશા ન રાખવી જોઈએ.

આ પણ વાંચોઃ 'લોખંડી પુરુષ' સરદાર પટેલને પીએમ મોદીએ લેખ લખીને આપી શ્રદ્ધાંજલિ, વાંચોઆ પણ વાંચોઃ 'લોખંડી પુરુષ' સરદાર પટેલને પીએમ મોદીએ લેખ લખીને આપી શ્રદ્ધાંજલિ, વાંચો

English summary
As a tribute to freedom icon Sardar Vallabhbhai Patel on his 143rd birth anniversary, here is Quotes, Iron Man Inspirational Quotes in Hindi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X