For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: જ્યા દફનાવ્યો મેમણને ત્યાં સુઇ રહ્યા છે ઘણા ફિલ્મી સિતારા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 જુલાઇ: મુંબઇમાં 12 માર્ચ, 1993માં થયેલા સીરિયલ બ્લાસ્ટના દોષી યાકુબ અબ્દુલ રઝ્ઝાક મેમણને ગુરુવારે નાગપુર કેન્દ્રીય જેલમાં ફાંસી આપવામાં આવી. જિંદગી માટે તેણે ફાંસીના બે કલાક પહેલા સુધી લડાઇ લડી. યાકૂબના મૃતદેહને દક્ષિણી મુંબઇના મરીન લાઇંસ પાસે આવેલા મોટા કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યો, જ્યાં તેને નમાઝ-એ-જનાઝા અદા કર્યા બાદ દફનવિધિ કરવામાં આવી.

આપને કદાચ માલૂમ નહીં હોય કે જે બડા કબ્રસ્તાનમાં મેમણને દફનાવવામાં આવ્યો તે માત્ર નામથી જ મોટું નથી પરંતુ તે વાસ્તવમાં પણ ઘણું મોટું છે. હા આ કબ્રસ્તાન દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાંથી એક છે, સાથે સાથે તેનો આકાર અને ઓળખ પણ મોટી છે. હા આ કબ્રસ્તાન દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાંથી એક છે. તેના એક તરફ હિન્દુ ચંદનવાડી શ્મસાન ઘાટ છે તો બીજી તરફ પારસી શ્મસાન સ્થળ છે.

આ કબ્રસ્તાનમાં અંડરવર્લ્ડના ખતરનાક નામથી લઇને ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તિઓ આરામથી સુઇ રહી છે. નોંધનીય છે કે બડા કબ્રસ્તાન લગભગ 7.5 એકરમાં ફેલાયેલ છે. અત્યાર સુધી 7000 કબરો છે. તેનો ઇતિહાસ 150 વર્ષ જૂનો છે અને તેની દેખરેખ જામા મસ્જિદ ટ્રસ્ટ કરી રહી છે.

તો આવો તસવીરોમાં જોઇએ કે કયા ચહેરાઓને અહીં દફનાવવામાં આવ્યા છે...

હાઝી મસ્તાન

હાઝી મસ્તાન

મુંબઇનો પહેલો જોન હાઝી મસ્તાનની કબ્ર પણ અહીં જ છે. હાઝી મસ્તાનના નામનો સિક્કો 70ના દશકમાં આખી મુંબઇમાં ચાલતો હતો. રાજનીતિથી બોલીવુડ સુધી તેની પહોંચ હતી. રસપ્રદ વાત એ છે કે તેણે ક્યારેય હથિયાર નથી ઉઠાવ્યા કે નથી કોઇનો જીવ લીધો છતાં તે ક્રાઇમની દુનિયાનો બેતાજ બાદશાહ હતો.

નરગિસ

નરગિસ

તેના જમાનાની જાણીતી અભિનેત્રી અને મધર ઇન્ડિયાના નામથી ફિલ્મી દુનિયામાં ઓળખ ઉભી કરનારી નરગિસને પણ અહીં દફનાવવામાં આવી છે.

ડાયરેક્ટર મહેબૂબ ખાન

ડાયરેક્ટર મહેબૂબ ખાન

નરગિસ જેવી ફિલ્મના દિગ્દર્શન કરનારા મહેબૂબ ખાનને પણ બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.

કરીમ લાલા

કરીમ લાલા

ડી કંપનીનો માલિક અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે જેની આંગળી પકડીને ક્રાઇમની દુનિયામાં પગ મૂક્યો તેનું નામ હતું કરીમ લાલા. કરીમ લાલાને પણ આ જ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો છે.

દાઉદના બાપ, મા, ભાઇ, બહેન અને જીજાજી

દાઉદના બાપ, મા, ભાઇ, બહેન અને જીજાજી

મુંબઇ બોમ્બ વિસ્ફોટના અસલી અપરાધી દાઉદ ઇબ્રાહિમના પિતા ઇબ્રાહિમ કાસકર, મા અસીના બી, ભાઇ શબ્બીર, બનેવી ઇબ્રાહિમ પારકર અને બહેન હસીના પારકરની કબ્ર પણ અહીં જ છે.

દાઉદના પરિવારનું છેલ્લુ આરામ સ્થળ છે

દાઉદના પરિવારનું છેલ્લુ આરામ સ્થળ છે

દાઉદના મોટા ભાઇ શબ્બીરની જ્યારે 1981માં પઠાણ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે તેને અહીં દફનાવવામાં આવ્યો, ત્યારે કાસકર પરિવારે નક્કી કર્યું કે તેમના છેલ્લા આરામનું સ્થળ બડા કબ્રસ્તાન જ રહેશે.

દાઉદ પોતે અહીં જ દફન થવા માંગે છે

દાઉદ પોતે અહીં જ દફન થવા માંગે છે

ડી કંપનીના જૂના લોકો જણાવે છે કે દાઉદ પણ પોતે અહીં જ પોતાના માતા-પિતાની પાસે સ્થાન મેળવવાની ઇચ્છ વ્યક્ત કરતો રહ્યો છે. તેને માતા-પિતા અને પરિવાર સાથે ઘણો પ્રેમ છે.

English summary
1993 Bombay Blast convict Yakub Memon was buried in Bada Qabristan in Mumbais Mahim area. Memon was hanged on Thursday morning in Nagpur Central Jail. Not only Memon, several underworld dons and bollywood celebs rest in peace in this Mumbai graveyard.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X