Black Friday : સૌથી પહેલા ક્યારે વપરાયો હતો બ્લેક ફ્રાઈડે શબ્દ? જાણો તેની શરૂઆત કેવી રીતે થઈ?
Black Friday 2024 : આ દિવસોમાં દુનિયાભરમાં બ્લેક ફ્રાઈડેની ઉજવણી થઈ રહી છે. અમેરિકા સહિત ઘણા દેશોમાં આ દિવસે શોપિંગ પર મોટુ ડિસ્કાઉન્ટ મળે છે.
બ્લેક ફ્રાઈડેના દિવસે લોકો મોટા ડિસ્કાઉન્ટ અને ઑફરની રાહ જોવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે બ્લેક ફ્રાઈડે શબ્દનો અર્થ મોટાભાગના લોકો નથી જાણતા.

બ્લેક ફ્રાઈડે શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 1960 આસપાસ ફિલાડેલ્ફિયા સાથે જોડાયેલો હતો. ત્યારે શુક્રવારે થેંક્સગિવીંગ બાદ લોકો ખરીદી માટે નીકળી પડતા હતા અને તેના કારણે રસ્તાઓ પર ભીડ રહેતી હતી.
આનાથી પોલીસ અધિકારીઓને ટ્રાફિક અને ભીડને સંભાળવામાં મુશ્કેલી પડી હતી, તેથી તેઓએ તેને બ્લેક ફ્રાઈડે કહેવાનું શરૂ કરી દીધુ. તે સમયે બ્લેકનો અર્થ એવો થતો હતો કે આ દિવસ તેમના માટે ખૂબ જ પરેશાનીભર્યો હતો.
1980 આસપાસ રિટેલરોએ આ શબ્દને નવો અર્થ આપ્યો. હવે બ્લેક શબ્દ સારા અને ફાયદા સાથે જોડાવા લાગ્યો. સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન દુકાનદારોને નુકસાન થતું હતું જે રેડ તરીકે ઓળખાતું હતું. પરંતુ બ્લેક ફ્રાઈડે પર તેમનું વેચાણ એટલું વધી ગયું કે તેમને તેમાં બ્લેક એટલે કે નફો દેખાવા લાગ્યો. તેથી જ બ્લેક ફ્રાઈડેને નફાકારક દિવસ માનવામાં આવે છે.
હવે દુનિયામાં બ્લેક ફ્રાઇડે એક મોટી શોપિંગ ઇવેન્ટ મનાય છે. આ દિવસે ડિસ્કાઉન્ટ અને ઑફર્સ આપવામાં આવે છે. દુકાનદારો તેમના સૌથી મોટા ડિસ્કાઉન્ટ આપે છે, જેથી લોકો સસ્તા ભાવે તેમની મનપસંદ વસ્તુઓ ખરીદી શકે.
બ્લેક ફ્રાઈડે પર ભારે ડિસ્કાઉન્ટ અને ઓફર્સ રિટેલર્સને મોટો નફો આપે છે અને ગ્રાહકોને પણ સારા સોદા મળે છે. આ જ કારણ છે કે આ દિવસ દર વર્ષે મોટો થતો જાય છે.












Click it and Unblock the Notifications
