આ ઇન્ડિયા છે ભાઇ! અહીં 5 રૂપિયાના સિક્કા 10 રૂપિયામાં વેચાય છે

Posted By:
Subscribe to Oneindia News

[અદિતી પાઠક] આજના દિવસમાં ભારતની સૌથી ગંભીર સમસ્યાઓમાંથી એક સમસ્યા ખુલ્લા અથવા છૂટ્ટા પૈસાની છે. ભારતીય બજારમાંથી ધાતુના સિક્કાઓ ઝડપથી અદ્રશ્ય થઇ રહ્યા છે. જો તમે આજે તમારા પોકેટમાં નજર નાખશો તો જેટલા પણ સિક્કાઓ મળશે તે તમામ નવા મળશે, એટલ કે 2010 પછીના હશે. ગિલટ દ્વારા બનેલા સિક્કાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

જ્યાં ભારતીય બજારમાં સિક્કાઓની ઊણપ સર્જાઇ રહી છે, ત્યાં ગિલટ અથવા નિકેલ જેવી ધાતુઓના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. શું બંને વાતોનું એકબીજા સાથે કોઇ જોડાણ છે કે પછી આ માત્ર એક સંયોગ છે. પરંતુ ના આ કોઇ સંયોગ નથી પરંતુ આ એક ગેરકાનૂની ધંધો છે જે ભારતના ઘણા રાજ્યોમાં ફેલાઇ ચૂક્યો છે.

આ પ્રકારના ગેરકાનૂની ધંધાથી આવનારા સમયમાં ભારતની અર્થવ્યવસ્થા પર જોરદાર ફટકો પડી શકે છે. હાલમાં જ ભારતીય રિઝર્વ બેંકે કાળુ નાણું અને નકલી નોટોની સમસ્યાને દૂર કરવા માટે 2005 પહેલા છપાયેલી ચલણી નોટોને પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આવામાં સવાલ એ પેદા થાય છે કે સિક્કાના આટલા મોટા કાળા ધંધા પર પ્રતિબંધ લગાવવા માટે રિઝર્વ બેંકે હજી સુધી કોઇ પગલું કેમ ભર્યું નથી.

ભારતમાં સિક્કાઓમાં આવેલી ઉણપ પાછળ કયા લોકો જવાબદાર છે અને તેઓ ક્યાં ક્યાં અને કેવી રીતે આ ધંધાને ચલાવે છે, વાંચો આ રિપોર્ટમાં..

ક્યાં ક્યાં ફેલાયેલું છે આ જાળ

ક્યાં ક્યાં ફેલાયેલું છે આ જાળ

ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં કેટલાંક લોકો ખૂબ જ સામાન્ય રીતે સિક્કાઓને એકત્રિત કરે છે. આ લોકો સામાન્ય દૂકાનદારોને અને ફેરીયાવાળાઓ પોતાના ઉપયોગની વાત કહીને સિક્કાઓ લઇ લે છે.

ગામોમાં અપાય છે લાલચ

ગામોમાં અપાય છે લાલચ

સિક્કાઓનો ગેરકાનૂની ધંધો કરનારા લોકો ગામોમાં જાય છે અને લોકોને ગિલટના સિક્કાઓ લાવવાનું કહે છે. 2 રૂપિયાના સિક્કા 2 રૂપિયા 40 પૈસામાં અને 5 રૂપિયાના સિક્કા 10 રૂપિયામાં વેચાય છે. આ રીતે શહેરથી દૂર ગ્રામીણ વિસ્તારોના લોકોને શિકાર બનાવવામાં આવે છે.

શું કરવામાં આવે છે

શું કરવામાં આવે છે

2 રૂપિયાનો એક સિક્કો છ ગ્રામનો હોય છે એવામાં 500 સિક્કાઓનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા થશે, પરંતુ તેને પીગળાવીને ગિલટ નિકાળવામાં આવે તો 1 કિલો ગિલટ નીકળશે. જેની કિંમત ત્રણ હજાર રૂપિયા થશે. આ રીતે ધંધો કરનાર લોકોને સિક્કાઓને એકત્રિત કરનાર લોકોને સીધો ત્રણ ઘણો ફાયદો થાય છે.

ગિટલની કિંમત

ગિટલની કિંમત

આજથી ત્રણ વર્ષ પહેલા ગિલટની કિંમત માત્ર 350 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ હતી. આવામાં સિક્કાઓને ઓગાળીને તેમાંથી ગિલટ નિકાળીને તેને વેચવાનો ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે.

કયા લોકો સામેલ છે

કયા લોકો સામેલ છે

આ કામને કરનારા લોકો સ્થાનીય હોય છે જેમની પાસે કેટલાંક દલાલો આવીને કિલો કિલોના હિસાબે પેકેટ ઉઠાવીને લઇ જાય છે અને તેમને તેમનું કમિશન આપી દેવામાં આવે છે. આ દલાલ કોણ છે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે અંગે કોઇને કોઇ જાણ નથી હોતી.

રિઝર્વ બેંકની પ્રતિક્રિયા

રિઝર્વ બેંકની પ્રતિક્રિયા

રિઝર્વ બેંકની તાજી રિપોર્ટમાં ભારતીય બજારમાં સિક્કાઓમાં આવેલી ઉણપ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, અને તેના માટે તુરંત તપાસ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે.

સિક્કાઓની સંખ્યામાં આવી ઉણપ

સિક્કાઓની સંખ્યામાં આવી ઉણપ

રિઝર્વ બેંકન અનુસાર છેલ્લા ચાર વર્ષોમાં સિક્કાઓની સંખ્યામાં અડધા કરતા વધારે ઘટાડો થયો છે. 2010માં ભારતીય બજારમાં લગભગ 11 લાખ સિક્કાઓ ચાલતા હતા જે આજે માત્ર 7 લાખ જ રહી ગયા છે.

અર્થવ્યવસ્થા પર પડશે અસર

અર્થવ્યવસ્થા પર પડશે અસર

આ રીતે કાળા ધંધાથી ભારતીય બજારોમાં સિક્કાઓની ભયંકર ઊણપ આવી જશે અને અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચશે.

ગિલટનો ઉપયોગ

ગિલટનો ઉપયોગ

સિક્કામાંથી મળી આવતું ગિલટનો ઉપયોગ સેના માટે કરવામાં આવે છે તે તો કોઇને નથી ખબર પરંતુ સામાન્ય રીતે ગિલટ ધાતુનો ઉપયોગ બ્લેડ ઉદ્યોગ અને વીજળીના યંત્ર બનાવવામાં થાય છે.

શું કરે સરકાર

શું કરે સરકાર

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને તપાસ કરાવવા પહેલા આ પ્રકારના ગેરકાનૂની ધંધાઓ બંધ કરાવવાના પ્રયત્નો કરવા જોઇએ. જેથી કરીને સિક્કાઓની બર્બાદીને રોકી શકાય.

English summary
To extract costly metals like copper, zinc and bronze the black marketing is on the peak in all over India. Government is talking about currency notes before dated 2005, but do not care about coins.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.