તસવીરોમાં જૂઓ કેવો છે બ્લેકબેરીનો z10 સ્માર્ટફોન
કેનેડીયન કંપની બ્લેકબેરીએ ભારતીય બજારમાં નવો ઝેડ10 સ્માર્ટફોન 43490 રૂપિયામાં લોન્ચ કર્યો છે. 4.2 ઇંચની ટચ સ્ક્રીનવાળા ઝેડ10માં બીબી 10 ઓપરેટિંગ સિસ્ટમની સાથે 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ફોનમાં મલ્ટીમીડિયા ફીચર્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમ કે રિયર 8 મેગા પિક્સલ કેમેરા સાથે ફ્રન્ટમાં બે મેગા પિક્સલ કેમેરા આપવામાં આવ્યો છે.
સાથે જ ફોનમાં હાઇડેફિનેશન વીડિયો રેકોર્ડ કરી શકાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બ્લેકબેરીએ આ ફોનને ભારતમાં અમેરિકા પહેલા લોન્ચ કર્યો છે, કંપનીનું કહેવું છે કે ભારતમાં અમારું બજાર મોટું છે, જેને જોતા આ ફોનને પહેલા ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે બ્લેકબેરીના નવો ઝેડ10ને આઇફોન અને સેમસંગના સ્માર્ટફોનથી પડકાર છે કારણ કે હાલના સમયે બ્લેકબેરી વિન્ડો ફોનને પાછળ છોડવાનું વિચારી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ભારતીય ગ્રાહકો 43490 રૂપિયાની કિંમતમાં બ્લેકબેરી ઝેડ 10ને અપનાવે છે કે નહીં.

તસવીરોમાં જૂઓ કેવો છે બ્લેકબેરીનો z10 સ્માર્ટફોન

તસવીરોમાં જૂઓ કેવો છે બ્લેકબેરીનો z10 સ્માર્ટફોન

તસવીરોમાં જૂઓ કેવો છે બ્લેકબેરીનો z10 સ્માર્ટફોન

તસવીરોમાં જૂઓ કેવો છે બ્લેકબેરીનો z10 સ્માર્ટફોન

તસવીરોમાં જૂઓ કેવો છે બ્લેકબેરીનો z10 સ્માર્ટફોન

તસવીરોમાં જૂઓ કેવો છે બ્લેકબેરીનો z10 સ્માર્ટફોન

તસવીરોમાં જૂઓ કેવો છે બ્લેકબેરીનો z10 સ્માર્ટફોન

Click it and Unblock the Notifications