BMW i8 આપે છે માત્ર 2.1 લીટરમાં 100kmનું માઇલેજ
નવી દિલ્હી, 11 જૂન : જર્મનીની કાર નિર્માતા કંપની બીએમડબલ્યુ (BMW)ની નવી કાર i8 આ મહિને લોન્ચ થવા જઇ રહી છે. BMW i8 એક હાઇબ્રિડ સ્પોર્ટ્સ કાર છે. પરંતુ તેની માઇલેજ કોઇ પણ નાની કાર કરતા વધારે છે. કોઇ પણ કાર કરતા વધારે માઇલેજ મળે તે માટે કંપનીએ કારને એરોડાઇનેમિક રૂપ આપ્યું છે.
BMW i8માં એક નહીં અનેક ખૂબીઓ છે. તેની એક ખૂબી એ છે કે તેનો ઉપરનો ભાગ અત્યંત મજબૂત અને વજનમાં એકદમ હળવા કાર્બન ફાઇબરનો બનેલો છે. જ્યારે નીચેનો ભાગ 100 ટકા એલ્યુમિનિયમનો બનેલો છે. કાર્બન ફાઇબર સૌથી હળવો પદાર્થ છે. એવું પહેલીવાર બની રહ્યું છે કે મોટા પાયે કોઇ ઔદ્યોગિક વસ્તુના નિર્માણમાં તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ કારમાં 1.5 લીટરના 3 સિલિન્ડર બીએમડબલ્યુ ટર્બો પેટ્રોલ એન્જીન છે. તે પાછળના વ્હીલથી ચાલે છે. જો કે તેની હાઇબ્રિડ સિસ્ટમ પોટેંટ ઇલેક્ટ્રિક મોટરની મદદથી આગળના પૈડાંમાં ડ્રાઇવ આપે છે.પરિણામે ચાલતા જ તે પોર વ્હીલ ડ્રાઇવ કાર બની જાય છે.
તેની અન્ય ખૂબી એ છે કે ચે માત્ર 2.1 લીટર પેટ્રોલમાં 100 કિલોમીટરનું અંતર કાપી શકે છે. પિક અપની વાત કરીએ તો તેમ માત્ર 4.4 સેકન્ડની અંદર 100 કિલોમીટર પ્રતિકલાકની ઝપડ પ્રાપ્ત કરી શકે છે.
અન્ય ખૂબીની વાત કરીએ તો આ કાર પેટ્રોલ વગર માત્ર વીજળીના સહારે 37 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેની લિથિયમ બેટરી ઘરમાં પણ ચાર્જ કરી શકાય છે. તેની આ બેટરી પેટ્રોલ એન્જીન ચાલુ થતા જ ચાર્જ થવા લાગે છે.
તેની હેડલાઇટ એલઇડીથી બની છે. તે લેસર ટેક્નોલોજીથી લેસ છે. તે અત્યંત સ્લીમ છે. આ લાઇટ સામાન્ય એલઇડી લાઇટની સરખામણીએ બમણો પ્રકાશ આપે છે.
આ ઉપરાંત BMW i8માં નેવિગેશન સિસ્ટમ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે, 3ડી ગ્રાફિક, 2 ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, 8.8 ઇંચ કન્ટ્રોલ ડિસ્પ્લે, ટચ કન્ટ્રોલર છે. તેની સીટ ઇલેક્ટ્રિસિટીથી એડજેસ્ટ થાય છે. કંપનીએ મંગળવારે મ્યુનિચમાં તેને લોન્ચ કરી છે.
મ્યુનિચમાં તેની કિંમત 1,35,700 ડોલર એટલે કે અંદાજે 80 લાખ રૂપિયા છે. ભારતમાં તે લોન્ચ કરવામાં આવશે ત્યારે તેની કિંમત ટેક્સ અને ડ્યુટીને કારણે અંદાજે રૂપિયા બે કરોડ જેટલી હશે.

1
એરોડાઇનેમિક ડિઝાઇન

2
2.1 લીટર પેટ્રોલમાં 100 કિલોમીટરનું માઇલેજ

3
4.4 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ

4
સૌપ્કારથમવાર ર્બન ફાયબર અને 100 ટકા એલ્યુમિનિયમનો મહત્તમ ઉપયોગ

5
પેટ્રોલ વિના માત્ર બેટરીથી 37 કિલોમીટર ચાલી શકે છે

6
પેટ્રોલ એન્જીન ચાલુ થતા જ બેટરી ચાર્જ થવા લાગે છે. લિથિયમ બેટરી ઘરે પણ ચાર્જ કરી શકાય છે

7
કારમાં 1.5 લીટરના 3 સિલિન્ડર બીએમડબલ્યુ ટર્બો પેટ્રોલ એન્જીન

8
હાઇબ્રિડ સિસ્ટમ પોટેંટ ઇલેક્ટ્રિક મોટરની મદદથી આગળના પૈડાંમાં ડ્રાઇવ આપે છે.પરિણામે ચાલતા જ તે પોર વ્હીલ ડ્રાઇવ કાર બની જાય છે.

9
કંપનીએ મંગળવારે મ્યુનિચમાં તેને લોન્ચ કરી છે. મ્યુનિચમાં તેની કિંમત 1,35,700 ડોલર એટલે કે અંદાજે 80 લાખ રૂપિયા છે.

10
ભારતમાં તે લોન્ચ કરવામાં આવશે ત્યારે તેની કિંમત ટેક્સ અને ડ્યુટીને કારણે અંદાજે રૂપિયા બે કરોડ જેટલી હશે.