For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chanakya Niti : આ વાત ક્યારેય કોઇને ન કહો, થશે મોટું નુકસાન

Chanakya Niti : ઇતિહાસના સૌથી મહાન રણનિતીકાર અને અર્થશાસ્ત્રી એવા આચાર્ય ચાણક્ય દ્વારા લિખિત ચાણક્ય નીતિને અનુસરીને તમે સફળતા મેળવી શકો છો.

|
Google Oneindia Gujarati News

Chanakya Niti : ઇતિહાસના સૌથી મહાન રણનિતીકાર અને અર્થશાસ્ત્રી એવા આચાર્ય ચાણક્ય દ્વારા લિખિત ચાણક્ય નીતિને અનુસરીને તમે સફળતા મેળવી શકો છો. આ સાથે તમે કેવી રીતે સફળ થઇ શકો છો, લોકોને કેવી રીતે ઓળખવા, શું કરવું અને શું ન કરવું એ વાતો પણ ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને જણાવીશું કે, એવી કઇ વાતો છે, જે તમારે ભૂલથી પણ બીજાને ન કહેવી જોઇએ. જો આ વાત તમે બીજાને કહેશો તો તેમાં તમારૂ જ નુકસાન થશે.

તમારું દુ:ખ અન્ય લોકોને ન જણાવો

તમારું દુ:ખ અન્ય લોકોને ન જણાવો

આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં જણાવ્યું છે કે, દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે. ક્યારેક ખરાબ દિવસો આવે છે અને પછી સારાદિવસો પણ આવે છે, પરંતુ આ સમયે ચિંતા કરશો નહીં.

આ ઉપરાંત આ સમયે તમારે ધીરજથી કામ લેવું જોઈએ. તમે તમારા દુ:ખનેપોતાનું માનીને બીજાને કહેશો, પણ જેને તમે તમારા પોતાના માનો છો, તે તમારો નહીં થાય તો તમારી મજાક જ ઉડાવવામાં આવશે. આસમસ્યાઓનો દરેકની સામે ક્યારેય ઉલ્લેખ ન કરો. આમ કરવાથી તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

ધંધામાં ખોટ

ધંધામાં ખોટ

ચાણક્ય નીતિ અનુસાર કામમાં ખોટ ક્યારેય કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. આમ કરવાથી લોકો તમારી સામે દુઃખી હોવાનો ડોળ તોકરશે જ પરંતુ સાથે જ તેઓ તમારી સાથે વેપાર કરવામાં પણ સંકોચ અનુભવશે. કારણ કે, તેમને ડર હશે કે, જો તેઓ તમારી સાથે વેપારકરશે, તો તેમને પણ નુકસાન થશે.

પતિ-પત્નીની વચ્ચેની વાત

પતિ-પત્નીની વચ્ચેની વાત

પતિ-પત્ની વચ્ચેની વાત ક્યારેય કોઈને ન કહેવી જોઈએ. પતિ-પત્ની વચ્ચે ઝઘડો હોય કે, પછી તેના ચારિત્ર્યને લઈને કોઈ વાત હોય.આમ કરવાથી પછીથી જ તમારી મજાક ઉડશે. સારું રહેશે કે, તમે આ બાબતને તમારા બંને વચ્ચે રાખો અને તેને સુધારવાનો પ્રયાસ કરો.આમ કરવાથી લાંબા સમય સુધી તમારું લગ્નજીવન સારું રહેશે.

પોતાના અપમાનની વાત

પોતાના અપમાનની વાત

જો કોઈ વ્યક્તિએ જીવનમાં કોઈ કારણસર તમારું અપમાન કર્યું હોય, તો આ વાત બીજા કોઈને ન જણાવો, આવું કરવાથી તે વ્યક્તિની સામેતમારી ઈમેજ કલંકિત થઈ શકે છે. તમારા અપમાનની વાત તમારી અંદર દબાવીને જ રાખવી જોઈએ.

English summary
Chanakya Niti : Never tell this to anyone, there will be a big loss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X