• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Exclusive : મિત્રાના સવાલોમાં ‘ચંદન’ પણ છે!

By Kanhaiya
|

અમદાબાદ, 26 જુલાઈ : ભારતીય જનતા પક્ષે ચંદન મિત્રાના નિવેદનમાંથી હાથ પાછો ખેંચી લીધો. ચંદન મિત્રા ભાજપના રાજ્યસભાના સભ્ય છે અને તેથી પણ એક ડગલું આગળ તેઓ એક પત્રકાર-તંત્રી છે. ભાજપ દ્વારા તેમના નિવેદનમાંથી હાથ પાછો ખેંચી લેવા ભાજપની પોતાની મજબૂરી હોઈ શકે, તો બીજી બાજુ મીડિયા સેન સામે ચંદન મિત્રાની ટિપ્પણીઓમાં મોદી સમર્થનની ગંધ અનુભવી શકે. આ મુદ્દે ભાજપ અને મીડિયાની દૃષ્ટિએ બે મોટા વિરોધાભાસો સામે આવે છે. પ્રથમ એ કે અમર્ત્ય સેનને ભારત રત્ન આપનાર સરકારના વડાપ્રધાન ભાજપના જ અટલ બિહારી બાજપાઈ હતા, તો બીજો વિરોધાભાસ એ છે કે સેન ઉપર પ્રહાર કરના ચંદન મિત્રાને ઘેરનાર મીડિયાએ સેનના કુતર્કને માત્ર એક નિવેદન તરીકે જ દર્શાવ્યું.

ખેર, સૌની પોત-પોતાની મજબૂરીઓ હોઈ શકે. જ્યાં સુધી અમર્ત્ય સેન અંગે ચંદન મિત્રા દ્વારા ઊભા કરાયેલ પ્રશ્નોનો પ્રશ્ન છે, તો કહેવું પડશે કે પોત-પોતાના રાજકીય તેમજ આર્થિક દૃષ્ટિકોણે જોનારાઓને ભલે તેમાં મોદી સમર્થનની ગંધ કે દુર્ગંધ આવતી હોય, પરંતુ મિત્રા દ્વારા ઊભા કરાયેલા પ્રશ્નોમાં ક્યાંકને ક્યાં ચંદનની સુગંધ પણ ભળેલી છે. તેમના સવાલો પૂર્ણત્વે અયોગ્ય તો નથી જ.

ભારત રત્નનો મહિમા આ દેશમાં કોણ નથી જાણતું? શું ભારત રત્નનો મહિમા સમજવા માટે એટલું જ કાફી નથી કે છેલ્લા પાંચ વર્ષોમાં સરકારને ભારત રત્નને યોગ્ય કોઈ ભારતીય નાગરિક જડ્યો નથી? જો ભારત રત્ન વાસ્તવમાં એટલો બધો મહિમાપૂર્ણ હોય, તો તેનો મલાજો જાળવવાની મોટી જવાબદારી પણ તો તેને પામનારાઓ ઉપર જ હોય કે નહિં?

આખરે ચંદન મિત્રાએ પોતાના ટ્વીટ વડે ભારત રત્નનો મહિમા જ ગાવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં આટલો બધો હોબાળો શેનો? શક્ય છે કે તેમણે પોતાની વાત થોડાક ખિજાઈને કહી હોય, પણ ખીજની આ કથિત દુર્ગંધમાં તેમના દ્વારા ઊભા કરાયેલ પ્રશ્નો સામેથી મોઢું કેમ ફેરવી શકાય? ચંદન મિત્રાના સવાલોમાં ચંદનની મહેક પણ છે. જો ગોરથી અને વિશાલ દૃષ્ટિકોણ સાથે વિચારવામાં આવે તો.

હકીકતમાં અમર્ત્ય સેને જણાવ્યુ હતું કે તેઓ નથી ઇચ્છતાં કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને. સેનની આ ટિપ્પણી ઉપર ભાજપા દ્વારા સધાયેલ શબ્દોમાં જ પ્રત્યાઘાત આવવાના હતાં, પણ ચંદન મિત્રા ખુલીને સામે આવી ગયાં અને તેમણે સેનની ટિપ્પણી ઉપર એક પછી એક ચાર ટ્વીટ કરી નાંખ્યાં. તેમના ટ્વીટમાંથી મીડિયામાં પ્રમુખતા સાથે ઉપસીને માત્ર ભારત રત્ન વાળી વાત જ આવી અને તેનાથી ગભરાયેલ ભાજપે તેમના નિવેદનમાંથી પોતાને અળગો કરી લીધો, પણ મીડિયાની બદજબાની તેમજ ભાજપના ગભરાટમાં મિત્રાના ત્રણ ટ્વીટમાં ઊભા કરાયેલા શબ્દો કચડાઈ ગયાં.

આવો તસવીરો સાથે કરીએ છણાવટ :

મોદી સામે સૂગ

મોદી સામે સૂગ

પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા અને ભારત રત્ન અમર્તય સેને એક ખાનગી ચૅનલને આપેલા ઇન્ટર્વૂયમાં જણાવ્યું કે તેઓ એક ભારતીય નાગરિક તરીકે નરેન્દ્ર મોદીને આ દેશના વડાપ્રધાન તરીકે નથી જોવા માંગતાં. તેમની આ ટિપ્પણીથી વિવાદ ઊભો થયો.

મિત્રાએ લીધો ઉધડો

મિત્રાએ લીધો ઉધડો

અમર્ત્યના નિવેદન અંગે મીડિયાએ તો માત્ર ઔપચારિકતા જ પૂર્ણ કરી અને ભાજપે માત્ર અસંમતિ દર્શાવી, પણ ચંદન મિત્રા ઉગ્ર થઈ ગયાં અને તેમણે એક પછી એક ચા ટ્વીટ કરી નાંખ્યાં.

ચંદનની જગ્યાએ વિવાદ

ચંદનની જગ્યાએ વિવાદ

ચંદન મિત્રાના ચાર ટ્વીટમાંથી ત્રણમાં ઊભા કરાયેલા સવાલો મહત્વના અને યોગ્ય હતાં, પરંતુ મીડિયાએ માત્ર તે જ વાતને હવા આપી કે જેમાં મિત્રાએ અમર્ત્ય સેન પાસેથી ભારત રત્ન પરત લેવાની વાત કહી હતી. હકીકતમાં મિત્રાના સવાલોમાં ચંદન પણ હતું.

મુદ્દાથી ભટકારો

મુદ્દાથી ભટકારો

ચંદન મિત્રાએ 23 જુલાઈના રોજ કુલ ચાર ટ્વીટ કર્યાં. તેમણે પ્રથમ ટ્વીટ કર્યું કે અમર્ત્ય સેન કહે છે કે તેઓ નથી ઇચ્છતાં કે મોદી ભારતના પીએમ બને. શું સેન ભારતના મતદાર છે? આગામી એનડીએ સરકારે તેમની પાસેથી ભારત રત્ન પરત લઈ લેવું જોઇએ. મિત્રાનું આ ટ્વીટ જ વિવાદનું કારણ બની ગયું, જ્યારે આગામી ત્રણ ટ્વીટમાં વિચારવા લાયક મુદ્દાઓ હતાં.

આવંછિત ટિપ્પણી

આવંછિત ટિપ્પણી

બીજા ટ્વીટમાં ચંદન મિત્રાએ લખ્યું કે ડૉ. સેન કૃપા કરી આપ પોતાની અવાંછિત ટિપ્પણી ભારત ઉપર ન થોપો. અમે સૌ આપને વીતેલા જમાનાના અર્થશાસ્ત્રી તરીકે જાણીએ છીએ કે જે હાલ પોતાના જીવન નિર્વાહ માટે કોંગ્રેસની વિચારધારા વેચે છે. મિત્રાનું આ ટ્વીટ એક રીતે યોગ્ય હતું કે એક અર્થશાસ્ત્રી તરીકે અમર્ત્યે અવાંછિત ઇચ્છા કોઈની ઉપર થોપવી જોઇતી નહોતી.

સમૃદ્ધ પરમ્પરાનો ભંગ

સમૃદ્ધ પરમ્પરાનો ભંગ

ત્રીજા ટ્વીટમાં ચંદન મિત્રાએ જણાવ્યું કે જે લોકો અમર્ત્ય સેન તેમજ ભારત રત્ન અંગે મારા નિવેદનથી નિરાશ છે, શું આપ મને કોઇક એવા વ્યક્તિનું નામ જણાવી શકો છો કે જેણે ભારત રત્ન પામ્યા બાદ પક્ષ આધારિત રાજકારણમાં ભાગ લીધો હોય? મિત્રાનું આ ટ્વીટ યોગ્ય જ છે. અત્યાર સુધીના ભારત રત્નોમાં ગેરરાજકીય લોકોની યાદીમાં સી. વી. રમણ, મોક્ષગુંડમ વિશ્વેશ્વરિયા, ધોંડો કેશવ કર્વે, બિધાન ચંદ્ર રૉય, પુરુષોત્તમદાસ ટંડન, પાંડુરંગ વમન કાણે, મધર ટેરેસા, અબ્દુલ કલામ, સત્યજીત રે, એમ એસ શુભલક્ષ્મી, પંડિત રવિશંકર, લતા મંગેશકર, બિસ્મિલ્લા ખાં, ભીમસેન જોશી જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે, પરંતુ આ લોકોએ ક્યારેય રાજકીય નિવેદનબાજી નથી કરી. સેનની ટિપ્પણી આવી સમૃદ્ધ પરમ્પરાનો ભંગ કરે છે.

હોબાળો શેનો?

હોબાળો શેનો?

ચોથા અને છેલ્લા ટ્વીટમાં તેમણે લખ્યું કે ભારત રત્ન સન્માન સમગ્ર દેશનું ઘરેણું છે. ભારત રત્ન વિજેતાએ કોઈ પણ પક્ષ કે નેતા વિરુદ્ધ બોલવું જોઇએ નહીં. સેને કોંગ્રેસની ચૂંટણીગત ટીમનો ભાગ બનવું જોઇએ નહિં. શુક્રવારે મિત્રાએ વધુમાં જણાવ્યું કે તેમને અફસોસ છે કે તેમનું નિવેદન થોડુંક વધુ ઉગ્ર હતું. આમ છતાં તેઓ પોતાનું નિવેદન બદલશે નહીં. આખરે હોબાળો શેનો છે?

English summary
If Nobel prize winner Amartya Sen could not preseve his fairless as a Bharat Ratna, than we could not say that Chandan Mitra's anger fully unfair. Mitra's 3 tweets out of 4 are advisable and thinkable.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more