For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Children's Day 2021: ભારતમાં 14 નવેમ્બરે કેમ મનાવવામાં આવે છે બાળ દિવસ?

બાળકોના પ્રિય ચાચા નહેરુના 14 નવેમ્બરના રોજ જન્મદિવસને બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જાણો કારણ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ મનાવવામાં આવે છે. બાળકોના અધિકારો અને તેમના શિક્ષણ વિશે જાગૃતિ વધારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષના બાળ દિવસ પર જાણો 14 નવેમ્બરે જ ભારતમાં બાળ દિવસ કેમ મનાવવામાં આવે છે. 14 નવેમ્બર, 1889ના રોજ ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો જન્મ થયો હતો. જે બાળકોમાં ચાચા નહેરુના નામથી જાણીતા છે. જવાહરલાલ નહેરુ બાળકોને રાષ્ટ્રની અસલી તાકાત અને સમાજનો પાયો માનતા હતા.

1956થી મનાવાય છે બાળ દિવસ

1956થી મનાવાય છે બાળ દિવસ

ભારતમાં 1956થી બાળ દિવસ મનાવવામાં આવી રહ્યો છે પરંતુ પહેલા તે 20 નવેમ્બરના રોજ મનાવવામાં આવતો હતો. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના મૃત્યુ બાદ તેમની જયંતિને ભારતમાં બાળ દિવસની તારીખ તરીકે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી બાળકોના પ્રિય ચાચા નહેરુના 14 નવેમ્બરના રોજ જન્મદિવસને બાળ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

બાળ દિવસનો ઈતિહાસ

બાળ દિવસનો ઈતિહાસ

ચાચા નહેરુના મૃત્યુ બાદ ભારતના પહેલા પ્રધાનમંત્રીની જયંતિને બાળ દિવસ તરીકે મનાવવા માટે ભારતીય સંસદમાં એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આવુ એટલા માટે કરવામાં આવ્યુ કારણકે તે બાળકો વચ્ચે ખૂબ લોકપ્રિય હતા. મંજૂરી મળ્યા બાદથી 14 નવેમ્બરનો બાળ દિવસ ભારતમાં મનાવવાનુ શરૂ થયુ.

બાળ દિવસનુ મહત્વ

બાળ દિવસનુ મહત્વ

બાળ દિવસ પર દેશના પહેલા પ્રધાનમંત્રી નહેરુજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ઉપરાંત આ દિવસ બાળકોના અધિકારો, તેમની દેખરેખ અને શિક્ષણ પર વાત કરવા માટે મનાવવામાં આવે છે. ચાચા નહેરુએ કહ્યુ હતુ કે બાળકો કાલનુ ભારત બનાવશે. જે રીતે આપણે તેમનુ પાલનપોષણ કરીશુ, તે દેશનુ ભવિષ્ય નક્કી કરશે.

બાળ દિવસ સમારંભ

બાળ દિવસ સમારંભ

ભારતમાં બાળ દિવસ સ્કૂલો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે. બાળકોને તેમનો દિવસ ખાસ બનાવવા માટે તેમને રમકડાં, મિઠાઈ અને ઉપહાર ભેટ આપવામાં આવે છે. બાળ દિવસના પ્રસંગે ભારતની સ્કૂલોમાં ફેન્સી ડ્રેસ સ્પર્ધાઓ, ભાષણ અને નિબંધ સ્પર્ધા સહિત ઘણા પ્રેરક સમારંભોનુ આયોજન કરવામાં આવે છે.

English summary
Children's Day 2021: Children's Day is celebrated on 14th November in India. Know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X