જાણો આનંદીબેન પટેલની જીંદગીની 8 મહત્વપૂર્ણ વાતો
અમદાવાદ, 20 મે: નરેન્દ્ર મોદીના વડાપ્રધાનનું પદ સંભાળવા જઇ રહ્યાં છે અને હવે તેમના પછી સમાચાર છે કે આનંદીબેન પટેલ ગુજરાતના આગામી મુખ્યમંત્રીનું પદભાર સંભાળશે.
આનંદીબેન પટેલ હાલ ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન બાંધકામ, મહેસૂલી, શહેરી વિકાસ અને શહેરી આવાસ, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ અને કેપિટલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા મંત્રાલયોનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. આનંદીબેન પટેલ ગુજરાતના સંભવિત મુખ્યમંત્રીઓની દોડમાં સૌથી આગળ છે. આનંદીબેન પટેલ ગુજરાત સરકારની એક પ્રભાવશાળી મંત્રીઓમાંથી એક છે.
આનંદીબેન પટેલ, કેશુભાઇ પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જ ગુજરાત ભાજપ કેડરની એક મુખ્ય નેતા રહી ચૂકી છે. હાલમાં આનંદીબેન પટેલ ગુજરાતની સૌથી લાંબા કાર્યકાળવાળી ધારાસભ્યનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂકી છે.
વર્તમાનમાં તે ગુજરાતની એકમાત્ર મહિલા ધારાસભ્ય છે જે સતત ચાર વખત વિજયી થઇને ગુજરાત વિધાનસભા સુધી પહોંચી છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે તેમનો ચોથો કાર્યકાળ ચાલુ છે.
કદાચ જ કોઇ ખબર હશે કે ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે જેમનું નામ ચર્ચાઇ રહ્યું છે તેમને એકવાર તળાવમાં ડૂબી રહેલી બાળકીઓના જીવ બચાવ્યો હતો. આ કામ માટે તેમને વીરતા પુરસ્કારથી નવાજવામાં આવી હતી.
આગળની સ્લાઇડ્સમાં આનંદીબેન પટેલની જીંદગી સાથે જોડાયેલ કેટલીક એવી વાતો વિશે જાણો

મોદીના અંગત
આનંદીબેનનું પુરૂ નામ આનંદીબેન જેઠાભાઇ પટેલ છે. રાજ્ય માટે આ કોઇ નવો ચહેરો નથી. આનંદી રાજ્યની રાજસ્વ મંત્રી હોવાની સાથે-સાથે નરેન્દ્ર મોદીના અંગત માનવામાં આવે છે. આનંદીબેનનો જન્મ 21 નવેમ્બર 1941ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના ખારોદ ગામમાં થયો હતો.

શિસ્ત માટે જાણિતી
શિસ્ત પ્રિય આનંદીબેન 70ના દસકામાં અમદાવાદના મોહિનીબા કન્યા વિદ્યાલયની પૂર્વ આચાર્ય રહી ચૂકી છે. ગુજરાતી ભાષાની સારી પ્રવક્તા 71 વર્ષીય આનંદીબેન પટેલ અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની વાત કરીએ તો રાજ્યમાં નેતાઓને પોતાની કાર્યકુશળતા માટે ઓળખવામાં આવે છે.

વર્ષ 1998થી એકબીજા સાથે પરિચિત
નરેન્દ્ર મોદી 1988થી આનંદીબેનને ઓળખે છે જ્યારે તે ભાજપમાં જોડાઇ હતી. આનંદીબેન તે સમયથી ચર્ચામાં આવી જ્યારે તેમણે દુષ્કાળ પંડિતો માટે ન્યાય માંગવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વર્ષ 1995માં શંકર સિંહ વાધેલાએ જ્યારે બગાવત કરી હતી, તો તે કઠિન દૌરમાં પણ આનંદીબેન અને નરેન્દ્ર મોદીની સાથે-સાથે પાર્ટી માટે કામ કર્યું હતું.

અનુભવ પણ કમાલ
બેદાગ છબિવાળી આનંદીબેન પટેલ પાસે અનુભવની કમી નથી. આનંદીબેન ગુજરાતની સૌથી લાંબા કાર્યકાળવાળી ધારાસભ્યનો રેકોર્ડ પોતાના નામ કરી ચૂકી છે. આ ઉપરાંત 1998માં કેબિનેટમાં આવ્યા બાદથી તે શિક્ષણ અને મહિલા તથા બાળ કલ્યાણ જેવા મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂકી છે.

મળી ચૂક્યો છે વીરતા પુરસ્કાર
આનંદીબેન પટેલ નિડર અને સાહસી પણ છે. તેમણે વર્ષ 1987માં વીરતા પુરસ્કારથી નવાજમાં આવી ચૂકી છે. એક વિદ્યાર્થીને ડૂબતી બચાવવા માટે આનંદીબેન પોતે તળાવમાં કુદી પડી હતી.

ખેડૂતો સુધી પહોંચાડી ટેક્નોલોજીની તાકાત
આનંદીબેન પટેલે શહેરી વિકાસ અને મહેસૂલ મંત્રી ઇ-જમીન કાર્યક્રમ, જમીન સ્વમિત્વ ડેટા અને જમીન રેકોર્ડને કોમ્યુટરકૃત કરીને જમીન સોદામાં થનાર ગોટાળાની આશંકાને ઓછી કરી દિધી. તેમની આ યોજનાથી ગુજરાતના 52 ટકા ખેડૂતોના અંગૂઠાના નિશાનો અને તસવીરોનું કોમ્યુટરીકરણ કરી દેવામાં આવ્યું.

વિધવાઓએ બતાવી શિક્ષણની તાકાત
આનંદીબેન પટેલે બીએસઇનો અભ્યાસ પુરો કર્યા બાદ મહિલા વિકાસ ગૃહને જોઇન કર્યું. અહીંયા અનંદીબેને 50થી વધુ વિધવાઓના કલ્યાણ માટે વોકેશનલ કોર્સ શરૂ કર્યા.

રાષ્ટ્રપતિએ કર્યા સંમ્માનિત
આનંદીબેન પટેલને વર્ષ 1989માં રાષ્ટ્રપતિ દ્વારા સર્વશ્રેષ્ઠ શિક્ષક, 1988માં રાજ્યપાલ દ્વારા ગુજરાતના બેસ્ટ ટીચરનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
