For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુરુષોની પ્રજનન ક્ષમતા ઘટાડે છે કોરોના વાયરસ, રિસર્ચમાં મળ્યા પુરાવા, વૈજ્ઞાનિકોએ કહ્યુ - યોગા કરો

કોરોના વાયરસ સંક્રમણનો શિકાર થઈ ચૂકેલ પુરુષ દર્દીની પ્રજનન ક્ષમતા પર કોરોના વાયરસ ખતરનાક અસર કરે છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ કોરોના વાયરસ(Corona virus) સંક્રમણનો શિકાર થઈ ચૂકેલ પુરુષ(Male) દર્દીની પ્રજનન ક્ષમતા(Reproduction quality)પર કોરોના વાયરસ ખતરનાક અસર કરે છે. કોરોના વાયરસ મેલ સ્પર્મ(Male sperm)માં પ્રજનન ક્ષમતાને ખતમ કરવા કે તેને ખરાબ કરવાની તાકાત ધરાવે છે. CNNમાં છપાયેલા રિપોર્ટ મુજબ આનો ખુલાસો ત્યારે થયો જ્યારે કોરોના વાયરસ પર રિસર્ચ કરતી વખતે વૈજ્ઞાનિકોને નવા અને મજબૂત પુરાવા મળ્યા. અમેરિકન જર્નલ 'રિપ્રોડક્શન'માં કોરોના વાયરસ પર નવા અભ્યાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે દાવો કરવામાં આવ્યો છે કે 'સ્ટડી દરમિયાન એ વાતના પુરાવા મળ્યા છે કે કોરોના વાયરસ પુરુષોના વીર્યની ગુણવત્તા અને તેની પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરે છે.' જો કે શોધમાં શામેલ વૈજ્ઞાનિક હજુ પણ અંતિમ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી પરંતુ તેમણે લોકોને સાવધાની રાખવાની ચેતવણી જાહેર કરી દીધી છે.

ઘણી વાર સ્પર્મ કાઉન્ટ શૂન્ય સુધી પહોંચી જાય છે

ઘણી વાર સ્પર્મ કાઉન્ટ શૂન્ય સુધી પહોંચી જાય છે

ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઑફ શેફિલ્ડના એંડ્રોપોલૉજીના પ્રોફેસર એલન પેસીએ આ રિસર્ચ બાદ કહ્યુ છે કે, 'અમે હજુ પણ રિસર્ચનુ ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે પરંતુ હા, પહેલી નજરમાં એવુ જરૂર લાગે છે કે કોરોના વાયરસ પુરુષોની પ્રજનન ક્ષમતા પર વિપરીત અસર કરી રહ્યો છે. વળી, લંડનની ઈમ્પીરિયલ કૉલેજના રિપ્રોડક્શ ઑફ એંડોક્રિનોલૉજી એન્ડ એન્ડ્રોલૉજીના કન્સલન્ટન્ટ ડૉ. જયાસેના જણાવે છે કે સામાન્ય શરદી, તાવ કે કોઈ બિમારી દરમિયાન પુરુષોની પ્રજનન ક્ષમતા કે તેમના સ્પર્મ કાઉન્ટ ઘણા ઘટી જાય છે. ઘણી વાર સ્પર્મ કાઉન્ટ શૂન્ય સુધી પહોંચી જાય છે. માટે એ જોવુ જરૂરી છે કે આ રિસર્ચમાં કોરોના વાયરસથી સંક્રમિત કયા દર્દીને શામેલ કરવામાં આવ્યા છે અને કેટલી દર્દીઓ પર કેટલા દિવસો સુધી આ રિસર્ચ ચાલ્યુ છે.'

84 કોરોના સંક્રમિત દર્દીઓ પર 2 મહિના રિસર્ચ

84 કોરોના સંક્રમિત દર્દીઓ પર 2 મહિના રિસર્ચ

મેડિકલ જર્નલ રિપ્રોડક્શને પોતાના રિસર્ચ દરમિયાન 105 સ્વસ્થ લોકો અે 84 કોરોના સંક્રમિત દર્દીઓના સ્પર્મ વિશે અભ્યાસ કર્યો હતો. 10-10 દિવસના અંતરે આ સ્ટડી 2 મહિના સુધી કરવામાં આવ્યો છે. સ્ટડીમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યુ કે સ્વસ્થ લોકોના સ્પર્મ સંપૂર્ણપણે યોગ્ય છે જ્યારે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓના સ્પર્મમાં સોજો આવી રહ્યો છે. તેની ક્વૉલિટી ખરાબ થઈ ચૂકી છે. સાથે જ સ્પર્મનો આકાર પણ ખરાબ થઈ ચૂક્યો છે. સ્પર્મ ખરાબ થવાની ક્ષમતા આના પર પણ નિર્ભર કરી રહી હતી કે કોઈ દર્દી કોરોના સંક્રમિત થયા બાદ કેટલો વધુ બિમાર પડ્યો છે. રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યુ છે કે કોરોના વાયરસથી સંક્રમિત ઓછા બિમાર લોકોની સ્પર્મ ક્વૉલિટી સમય સાથે બરાબર થતી ગઈ છે. પરંતુ જે દર્દી વધુ બિમાર પડે છે તેમના શુક્રાણુની ગુણવત્તા ઘણી ખરાબ થઈ ચૂકી છે જેનાથી પ્રજનન શક્તિ ઘણી નબળી થઈ જશે.

યોગા કરવાથી સ્પર્મ પર અસર

યોગા કરવાથી સ્પર્મ પર અસર

આ રિસર્ચ દરમિયાન એ પણ કહેવામાં આવ્યુ છે કે જે દર્દીઓને કોરોના વાયરસ સંક્રમણ બાદ યોગા કરવાનુ શરૂ કર્યુ છે તેમના સ્પર્મની ક્વૉલિટીમાં ધીમે ધીમે સુધારો થવાનો શરુ થયો છે. માટે વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ સંક્રમણથી ઠીક થઈ ચૂકેલા લોકોને યોગા કરવાની સલાહ આપી છે. આ સાથે જ વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે કોરોના સંક્રમણમાંથી પસાર થઈ ચૂકેલ લોકો પોતાના ખાન-પાન પર ખાન ધ્યાન આપે. ફળ અને લીલા શાકભાજીનો વધુ ઉપયોગ કરે અને ઓછામાં ઓછુ અડધો કલાક યોગા જરૂર કરે કારણકે યોગા કરવાથી સ્પર્મની ક્વૉલિટીમાં સુધારો નોંધવામાં આવ્યો છે.

અનન્યા પાંડે, સુહાના ખાન, શનાયા અને નવ્યાના બાળપણના ફોટાઅનન્યા પાંડે, સુહાના ખાન, શનાયા અને નવ્યાના બાળપણના ફોટા

English summary
Corona virus impact fertility of men: research
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X