ભારત સહિતના દેશો, જે આ બાબતોથી પણ જાણીતા છે વિશ્વમાં

વિશ્વ અનેક પ્રકારની ખાસિયતો ધરાવે છે. વિશ્વના દરેક ખૂણે વસેલા વિવિધ દેશો પોતાની એક અનોખી વિશેષતાના કારણે જાણીતા છે. સામાન્ય રીતે ભારત સહિતના દેશોએ પોતાની સંસ્કૃતિ અને રહેણી કહેણીના કારણે લોકોના માનસપટમાં પોતાની છાપ છોડેલી છે, પરંતુ એ સિવાય પણ અનેક એવી બાબતો છે કે જે આ દેશોને વિશ્વના અન્ય દેશો કરતા અલગ તારવે છે.

જેમ કે, ભારત અંગે વાત કરવામાં આવે તો ભારતમાં ફિલ્મ ક્ષેત્ર એક સૌથી મોટા ઉદ્યોગ સમાન છે. ફિલ્મ ક્ષેત્રમાં ભારતમાં જેટલી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે, તેટલી ફિલ્મો ભાગ્યે જ કોઇ અન્ય દેશમાં કરવામાં આવતી હશે. આવી જ રીતે ચીન પોતાની સૌથી મોટી ફોજ અને રશિયા સૌથી વધુ પરમાણુ હથિયારના કારણે વિશ્વમાં જાણીતા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં ભારત અને ચીન સિવાય અન્ય એવા કયા દેશો છે કે જેઓ પોતાની આ અનોખી બાબતોના કારણે જાણીતા બન્યા છે.

ભારતઃ ફિલ્મોનું સૌથી વધુ નિર્માણ

ભારતઃ ફિલ્મોનું સૌથી વધુ નિર્માણ

ભારત વિશ્વ ભરમાં સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ કરવા માટે પણ જાણીતું છે. અત્યારની વાત કરવામાં આવે તો ભારત દ્વારા 2900 જેટલી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાંથી 1288 ફિલ્મો ફીચર ફિલ્મ્સ છે. આ સાથે જ ભારતમાં વિવિધ ભાષાઓમાં પણ સૌથી વધારે ફિલ્મ વિશ્વભરમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ભારતની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બૉલીવુડ દ્વારા જ દર વર્ષે દેશની કુલ ફિલ્મોમાંથી 20 ટકા ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે.

એન્ટાર્કટિકાઃ પૅન્ગ્વિનની ધરતી

એન્ટાર્કટિકાઃ પૅન્ગ્વિનની ધરતી

જે રીતે ભારત ફિલ્મો માટે જાણીતું છે, તેવી જ રીતે એન્ટાર્કટિકા પૅન્ગ્વિન માટે જાણીતું છે. તેને પૅન્ગ્વિનની ધરતી અથવા તો પૅન્ગ્વિનનો સમ્રાટ ખંડ તરીકે પણ સંબોધવામાં આવે છે. જેટલી માત્રામાં પૅન્ગ્વિન વિશ્વના આ પ્રદેશમાં જોવા મળે છે, તેટલા પૅન્ગ્વિન અન્ય કોઇ પણ સ્થળે જોવા મળતા નથી. આ સાથે જ આ પ્રદેશ વિશ્વનો સૌથી ઠંડો પ્રદેશ પણ મનાય છે.

ઇન્ડોનેશિયાઃ સૌથી વધુ જ્વાળામુખીઓ

ઇન્ડોનેશિયાઃ સૌથી વધુ જ્વાળામુખીઓ

વિશ્વ ભરમાં જો સૌથી વધુ જ્વાળામુખીઓની વાત કરવામાં આવે તો નિશ્ચયી ઇન્ડોનેશિયાનું નામ સૌથી ઉપર આવે છે. એક માહિતી અનુસાર ઇન્ડોનેશિયામાં અંદાજે 150 જેટલા કાર્યરત જ્વાળામુખીઓ આવેલા છે.

પાપુઆ ન્યુ ગુએનાઃ સૌથી વધુ બોલાતી ભાષાઓ

પાપુઆ ન્યુ ગુએનાઃ સૌથી વધુ બોલાતી ભાષાઓ

એ વાતથી બધા જ માહિતગાર છે કે, સ્થળ બદલાય એટલે તેની ભાષા બદલાતી હોય છે. તેમ છતાં વિશ્વ ભરમાં એવા બહું ઓછા રાષ્ટ્રો હશે કે જેમાં અધધ કહીં શકાય તેટલી ભાષા બોલાતી હશે. આ યાદીમાં ટોચ પર જો કોઇ રાષ્ટ્ર બિરાજમાન છે, તો એ છે પાપુઆ ન્યુ ગુએના. આ દેશ સાઉથવેસ્ટર્ન પેસિફિક ઓસન નજીક આવેલું છે, જ્યાં 841 જેટલી વિવિધ ભાષાઓ બોલવામાં આવે છે.

રશિયાઃ ન્યૂક્લિઅર હથિયાર

રશિયાઃ ન્યૂક્લિઅર હથિયાર

વિશ્વમાં રશિયા ન્યૂક્લિઅર હથિયારના મામલે સૌથી શક્તિશાળી રાષ્ટ્ર મનાય છે. વિશ્વમાં સૌથી વધુ પરમાણું હથિયાર ધરાવતું આ રાષ્ટ્ર છે. એક સર્વે અનુસાર રશિયા દ્વારા 2013માં 8500 જેટલા ન્યુક્લિયર વોરહેડ્સ માટે બજેટ ફાળવ્યું છે. આ આંક જોતા જ ખબર પડી જાય છે કે, રશિયા પાસે કેટલી માત્રામાં ન્યૂક્લિઅર હથિયાર હશે.

સાઉદી અરેબિયાઃ ઓઇલ પ્રોડ્સુયર

સાઉદી અરેબિયાઃ ઓઇલ પ્રોડ્સુયર

આખા વિશ્વમાં સૌથી વધુ ઓઇલ સાઇદી અરેબિયામાં પ્રોડ્યુસ કરવામાં આવે છે. ભૂમિ ક્ષેત્રફળ જોવામાં આવે તો આરબ વિશ્વમાં સાઉદી અરેબિયા અલ્જેરિયા પછી બીજા ક્રમાંકે આવે છે. આરબ નેશન ઓઇલ ઉત્પાદનના મામલે વિશ્વના અન્ય ભાગો કરતા વધુ ઓઇલ ઉત્પાદન કરે છે અને તેમાં સૌથી વધુ ઓઇલ ઉત્પાદન સાઉદી અરેબિયામાં કરવામાં આવે છે.

બાંગ્લાદેશઃ શાંતિપ્રિય રાષ્ટ્ર

બાંગ્લાદેશઃ શાંતિપ્રિય રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હાથ ધરવામાં આવેલા શાંતિ ઓપરેશનમાં દક્ષિણ એશિયન રાષ્ટ્ર બાંગ્લાદેશનો અભૂતપૂર્વ ફાળો રહ્યો છે. 1970થી બાંગ્લાદેશ સંયુક્ત રાષ્ટ્રના પીસ સપોર્ટ ઓપરેશનના કાર્ય સાથે જોડાયેલું રહ્યું છે. તેમજ 8 હજાર જેટલા સૈનિકો શાંતિદૂત તરીકે કાર્યરત છે.

બોલિવિયાઃ સૌથી વધુ બ્રાઝિલ નટ એક્સપોર્ટર

બોલિવિયાઃ સૌથી વધુ બ્રાઝિલ નટ એક્સપોર્ટર

બ્રાઝીલ નટ પોતાના વિશિષ્ઠ દેખાવના કારણે વિશ્વ ભરમાં જાણીતા છે. તેની ઉંચાઇ 65 મીટર અને પહોળાઇ 2.5 મીટરની આસપાસ હોય છે. આ બ્રાઝીલ નટના સૌથી મોટા એક્સપોર્ટર તરીકે બોલિવિયાનું નામ ટોચ પર આવે છે.

ચિલેઃ સૌથી ઓછા છૂટાછેડા

ચિલેઃ સૌથી ઓછા છૂટાછેડા

સાઉથ અમેરિકાનું ચિલે સૌથી સ્ટેબલ અને સમૃદ્ધ રાષ્ટ્ર છે. હ્યુમન ડેવલોપમેન્ટ, ગ્લોબલાઇઝેશન, પીસ, ઇકોનોમી ફ્રિડમ અને ઓછા ભ્રષ્ટાચારની સાથે આ રાષ્ટ્ર સૌથી ઓછા છૂટાછેડા માટે પણ જાણીતું છે.

ચીનઃ સૌથી મોટી સેના

ચીનઃ સૌથી મોટી સેના

ભારતનો પાડોશી દેશ કે જે અવાર નવાર વિવિધ સરહદી હરકતો કરીને ભારતીય રાજનેતાઓની ઉંઘ હરામ કરી રહ્યું છે, એ ચીન વિશ્વની સૌથી મોટી મિલેટ્રી સર્વિસ માટે જાણીતું છે. ચીનમાં જ્યારે કોઇની ઉમર 18 વર્ષ થઇ જાય ત્યારે ફરજિયાત પણે તેને મિલેટ્રી સર્વિસમાં જોડાવુ પડે છે. જેના કારણે તે સૌથી શક્તિશાળી સેના બળ ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X