Cyclone Dana Landfall : શું હોય છે વાવાઝોડાનું લેન્ડફોલ? જાણો કેમ કિનારે મચાવે છે તબાહી?
Cyclone Dana Landfall : બંગાળની ખાડીમાં સર્જાયેલુ વાવાઝોડું દાના ઓડિસા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે તબાહી મચાવી રહ્યું છે.
વાવાઝોડું દાના વહેલી સવારે કિનારે પહોચ્યુ છે અને હજુ પણ લેન્ડફોલ જારી છે. ઓડિશાના કિનારે ટકરાયેલુ વાવાઝોડું લાખો લોકોને પ્રભાવિત કરી રહ્યું છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, તીવ્ર ચક્રવાતી તોફાન દાના ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયું છે અને તેની લેન્ડફોલ ચાલુ છે. હાલ પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી જોવા મળી રહી છે અને ઓડિશાના ઘણા શહેરોમાં ભારે પવર અને વરસાદ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું હવે ધીરે ધીરે નબળુુ પડી રહ્યુ છે.
શું હોય છે લેન્ડફોલ?
ચક્રવાત અથવા તોફાન દરિયાકાંઠાના વિસ્તારમાં અથડાય ત્યારે તેને લેન્ડફોલ કહેવામાં આવે છે, તે સમયે તેની ગતિ ખૂબ જ વધારે હોય છે, જે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જે છે. આ પ્રક્રિયા ઘણા તબક્કામાં પુરી થાય છે.
કેવી રીતે સર્જાય છે ચક્રવાતી તોફાન?
દરિયાના પાણીનું તાપમાન 26.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય ત્યારે સામાન્ય રીતે સમુદ્રમાં ચક્રવાત રચાય છે. ગરમ પાણી બાષ્પીભવન કરે છે અને વાતાવરણમાં ભેજ બનાવે છે અને લો પ્રેસર એરિયાનું નિર્માણ કરે છે. આ હવા ઝડપથી ફરવા લાગે ત્યારે ચક્રવાત સર્જાય છે.
ચક્રવાતની ઝડપમાં વધારો
એકવાર ચક્રવાત રચાય પછી તે ગરમી અને ભેજને શોષવાનું ચાલુ રાખે છે, તેની ઝડપ અને તીવ્રતામાં વધારો કરે છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળતા જોવા મળે છે.
લેન્ડફોલ પ્રોસેસ
ચક્રવાતનું લેન્ડફોલ ત્યારે થાય છે જ્યારે તેનું કેન્દ્ર જમીન સાથે અથડાય છે. આ તે ક્ષણે ચક્રવાતની તીવ્રતા ટોચ પર હોય છે અને તીવ્ર પવન અને ભારે વરસાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં વિનાશક અસરોનું કારણ બને છે.
આ સમયે પવનની ગતિ ખૂબ જ વધુ હોય છે. જે વૃક્ષો, મકાનો, વીજ થાંભલાઓને ઉખેડી શકે છે. દરિયાના મોજા ઉછળે છે અને કિનારા માટે પૂરનું કારણ બને છે.
લેન્ડફોલની અસર
ચક્રવાતના લેન્ડફોલ પછી તેની તીવ્રતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે, લેન્ડફોલ પછી પણ ભારે વરસાદ અને તોફાની પવનો કેટલાક કલાકો સુધી ચાલુ રહે છે.












Click it and Unblock the Notifications
