ફેસબુક પર વાયરલ થઇ છે આ અજબ ગજબ તસવીરો!
દુનિયામાં હજારો પ્રકારના લોકો હોય છે, દરેકની રહેણી-કરણી અલગ પ્રકારની હોય છે. પરંતુ આપણને આ જ અલગ પ્રકાર ક્યારેક વિચિત્ર અથવા તો અજબ-ગજબ લાગે છે, કારણ કે આપણે એવું જોવા માટે ક્યારેય ટેવાયેલા નથી હોતા.
ઉદાહરણ તરીકે વાત કરીએ દુષ્કાળની તો, બની શકે કે દુષ્કાળના કારણે ત્યાંના લોકો ઘણા દિવસથી નાયા ના હોય. એવી જ રીતે ક્યાંક પૂર આવ્યું હોય તો ત્યાંનાં લોકો બની શકે કે પાણીની આજુંબાજું જ જીવન ગાળવા માટે મજબૂર હોય.
આજે અમે આપના માટે કેટલીક એવી જ તસવીરો લાવ્યા છીએ જે દુનિયાના ઘણા અલગ-અલગ ભાગોમાંથી લેવામાં આવેલી છે. તેમાં ઘણા લોકો પૂરમાં પણ પોતાનું કામ કરી રહ્યા છે, તો કેટલાંક લોકો વરસાદમાં પણ ભરપૂર આનંદ લઇ રહ્યા છે.
આવો નજર નાખીએ આવી જ કેટલીંક રસપ્રદ તસવીરો પર....

માછલી પકડવાની અદભૂત રીત
આ માછલી પકડવાની અદભૂત રીત છે, જે ઘણા જૂના સમયથી ચાલી આવે છે.

આને કહેવાય ભણેસરી
શાળામાં ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હોવા છતાં આ બાળકો કમ્પ્યુટર ચાલુ કરીને અભ્યાસ કરી રહ્યા છે.

વરસાદી જામ
શું તમે ક્યારેય આવી રીતે વરસાદમાં કર્યું છે ચિયર્સ.

નાવાની મજા
હવે દરેક જગ્યાએ પાણી હોય તો ક્યાંય પણ નહાઇ લો.

ઘરમાં સ્વિમિંગ પૂલ
ઘરમાં સ્વિમિંગ પૂલ બની જ ગયો છે તો ચલો છલાંગ લગાવી દઇએ.

રસ્તા પર આરામ
રસ્તા પર આરામ ફરમાવવો અને એ પણ કંઇ આવી રીતે.

પૂરમાં હજામ
પૂર આવ્યું છે તો શું થઇ ગયું કામ તો કરવું જ પડશે ને.

ઊંઘતો ક્યાંય પણ આવે
ઊંઘવા માટે મોઢાનો આવી રીતે પણ ઉપયોગ કરી શકાય છે.

વરસાદથી બચવાની રીત
છત્રી કે રેઇનકોર્ટ નથી તો શું થઇ ગયું વરસાદથી આમ પણ બચી શકાય છે.

બોલો શું સર્ચ કરવું છે!
આજકાલ ટેકનોલોજીનો જમાનો છે તો આ દાદી પણ શું કામ પાછળ રહે.

પાપી પેટનો સવાલ છે
પાપી પેટ માટે તો આગનો દરિયો પણ પાર કરવો પડે, તો આ તો માત્ર પૂર છે.

શું મને ઠંડી ના લાગે?
શું કોઇ પોતાના કૂતરાને આવી રીતે કપડા પહેરાવે છે.

ઊંઘવા માટે બેડની શી જરૂર છે
માત્ર ઊંઘ આવી જોઇએ જગ્યા તો ગમે ત્યાં મળી જ રહેશે.

ગરમ પાણીમાં સ્નાન
ગરમ પાણી શું કરવા કરવું જ્યારે આખો સ્વિમિંગ પૂલ જ ગરમ કરી શકીએ છીએ તો.

આમાં બાપનો વાંક કે બેટાએ કંઇ હળી કરી હશે?
આ મહાશય પોતાના બાળકની ફરમાઇશ કંઇક આવી રીતે પૂરી કરી રહ્યા છે.

આને ઉટપટાંગાસન કહેવાય
આ બાબાએ કંઇક વધારે જ યોગ કરેલા લાગે છે, પણ આ કયું આસન છે?

હિંચકાનો આનંદ
હિંચકાનો આનંદ લેવો હોય તો કંઇક આ રીતે લો.

બર્ગર કિંગ
આને કહેવાય બર્ગર કિંગ.

કોણ કોને લઇ જાય છે?
આને કહેવાય ટૂ વ્હિલર લૉરી.

ટૂ ઇન વન સાયકલ
આ ટૂ ઇન વન સાયકલ ચલાવનાર વ્યક્તિ આખરે ઉપર બેઠો કેવી રીતે હશે.

આને ત્રણ સવારી કહેવાય
લગભગ આમને ખ્યાલ નથી કે બાઇકમાં એક જેવા ત્રણ લોકો બેસવાની મનાઇ છે.

આને બાઇક કહેવું કે ટ્રેક્ટર
કેટલાંક લોકો કંઇક અલગ પ્રકારની સવારી કરવાનું પસંદ કરે છે.

સુંદર વાઘણ
આને કહેવા શેરદિલ સુંદરતા.

આને લેન્ડલાઇન કહેવાય કે મોબલાઇન?
લાગે છે આમને આજે પણ લેન્ડલાઇન ફોનથી વાત કરવાનું પસંદ છે.

ન્હાવાની ગજબ રીત
આને કહેવાય ગરમ પાણીમાં પીકનીક.

સ્મૂધ ઊંટની સવારી
ઊંટની સવારી કરવી હોય તો આમની રીત અપનાવો, નહીં દુ:ખે કમર નહીં દુ:ખે પેટ.

કારની જરૂરત ખરી?
જો એક બાઇકમાં જ આટલાં બધા લોકો આવી જતા હોય તો કારની કોઇ જરૂરીયાત ખરી?

કોણ ખાશેને કોણ ખવડાવશે?
આ ચમચી દ્વારા આમને કોણ ખવડાવશે અને ખાશે?

ખાસ દોસ્તી કે કટ્ટર દુશ્મનાવટ?
બે અનુમાનો લગાવી શકાય કે આમને પોલીસ સાથે કાંતો ખાસ દોસ્તી છે કે અથવા કટ્ટર દુશ્મનાવટ?

હેપ્પી બર્થડે ભાઇ, જરા સંભાળીને
આ ભાઇને કોઇએ કેક કાપવા બોલાવ્યા છે કે લાકડાં?
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
