માઇક્રોસોફ્ટ એક્સેલ શીટમાં કોઇ પેઇન્ટિંગ પણ કરી શકે ખરુ?
માઇક્રોસોફ્ટ એક્સલ શીટમાં કોઇ પેઇન્ટિંગ કરી શકે તે વાત ગળે ઉતરે તેવી નથી, કારણ કે એક્સલ શીટનો ઉપયોગ આપણે ડેટા અને પ્રોજેક્ટ પ્રેજેન્ટેશન બનાવવા માટે કરતા હોઇએ છીએ. માઇક્રોસોફ્ટ એક્સલમાં તમે ફોટો ફીચર અને મ્યૂઝિક ફાઇલ એટેચ કરી શકો છો, પરંતુ આખ પેઇન્ટિંગ બનાવવી મુશ્કેલ છે. જો કે, જાપાનના આર્ટિસ્ટ 73 વર્ષિય ટાટસો હાઇરૂચી પાસે એક્સલ શીટમાં પેઇન્ટિંગ બનાવવાનું હુનર છે.
તેમણે 13 વર્ષ પહેલા એક્સલ શીટમાં પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરી હતી. ટાટસો હાઇરૂચીનું કહેવું છે કે માઇક્રોસોફ્ટ એક્સલ બીજા પેઇન્ટિંગ સોફ્ટવેર કરતા સસ્તું પણ છે અને તેમાં કામ કરવું સહેલું છે. આ ઉપરાંત તે સહેલાયથી મળી જાય છે.
તેને તમે કોઇપણ કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી શકો છો, જ્યારે બીજા પેઇન્ટિંગ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવા માટે તમારે વધારે રૈમ અને ગ્રાફિક કાર્ડની જરૂર પડે છે. જ્યારે એક્સલને ઇન્સ્ટોલ કરવા માટે તમને હાઇફાઇ પીસી કે પછી લેપટોપની જરૂર પડતી નથી.
હાઇરૂચીએ સૌથી પહેલા 2006માં એક્સલ ઓટોશેપ આર્ટ પ્રતિયોગિતામાં હિસ્સો લીધો હતો. જ્યારે તેણે એક ડિજીટલ આર્ટવર્કની એક વેબસાઇટ બનાવવામાંવી જે જાપાની ભાષામાં હતી. હાઇરૂચીની સાઇટમાં એક્સલમાં પેઇન્ટિંગ કરવાની રીત આપવામા આવી છે, જેની મદદથી કોઇપણ એક્સલ પેઇન્ટિંગ તૈયાર કરી શકે છે.

ટાટસો દ્વારા બનાવાયેલી પેઇન્ટિંગ
એક્સલ શીટથી પેઇન્ટિંગ બનાવવી અઘરી હોવા છતાં પણ ટાટસોએ મહેનત કરીને આ પેઇન્ટિંગ બનાવી હતી.

એક્સલ શીટમાં બનાવવામાં આવેલી પેઇન્ટિંગ
એક્સલ શીટમાં બનાવવામાં આવેલી પક્ષીઓની પેઇન્ટિંગ

હાઇરૂચીની પેઇન્ટિંગ બનાવવાની રીત
એક્સલ શીટમાં કેવી રીતે પેઇન્ટિંગ બનાવવી તેની રીત ટાટસો હાઇરૂચીની વેબસાઇટમાં આપવામાં આવી છે.

પેઇન્ટિંગ સાથે ટાટસો
એક્સલ શીટમાં જે પેઇન્ટિંગ્સ બનાવવામાં આવી છે તેને દર્શાવી રહેલા ટાટસો હાઇરૂચી

ટાટસોની પેઇન્ટિંગ
અહી ટાટસો હાઇરૂચી દ્વારા તૈયાર કરવામાં આવેલી એક સુંદર પેઇન્ટિંગ દર્શાવવામાં આવી છે.

ટાટસો હાઇરૂચીની મનમોહક પેઇન્ટિંગ
ટાટસો હાઇરૂચી દ્વારા એવી ઘણી બધી પેઇન્ટિંગ એક્સલ શીટ દ્વારા તૈયાર કરી છે, જે મનમોહક છે.

એક્સલ શીટમાં બનાવવામાં આવેલી પેઇન્ટિંગ
ટાટસો હાઇરૂચીએ એક્સલ શીટમાં કુદરતી સૌંદર્યને રજૂ કરતી પેઇન્ટિંગ્સ બનાવી છે

પેઇન્ટિંગમાં જાપાન સંસ્કૃતિ
હાઇરૂચીએ એક પેઇન્ટિંગમા જાપાનની સંસ્કૃતિ રજૂ કરી હતી

આહલાદક પેઇન્ટિંગ
ટાટસો હાઇરૂચી દ્વારા તૈયાર કરવામાં આવેલી આહલાદક પેઇન્ટિંગ

જાપાની ગર્લની પેઇન્ટિંગ
ટાટસો હાઇરૂચીએ અદભૂત રીતે જાપાની ગર્લની આ સુંદર પેઇન્ટિંગ બનાવી છે

સુંદર પેઇન્ટિંગ
ટાટસો હાઇરૂચીએ એક્સલ શીટનો ઉપયોગ કરીને બનાવેલી એક સુંદર પેઇન્ટિંગ

એક્સલ શીટના ઉપોયગથી પેઇન્ટિંગ
ટાટસો હાઇરૂચી દ્વારા તૈયાર કરવામાં આવેલી પેઇન્ટિંગ

ટાટસો હાઇરૂચી દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગ
આ પેઇન્ટિંગ ટાટસો હાઇરૂચી દ્વારા બનાવવામાં આવી છે

ટાટસો હાઇરૂચની પેઇન્ટિંગ
એક્સલ શીટમાં ટાટસો હાઇરૂચીએ બનાવેલી પેઇન્ટિંગ












Click it and Unblock the Notifications
