શું ભારતના રાજ્યોમાં રાજ્યપાલ હોવા જોઇએ?

b-l-joshi
એનડીએ સરકાર રાજ્યપાલ તરફ પોતાના આકરા વલણને લઇને ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બીએલ જોશી અને છત્તીસગઢના રાજ્યપાલ શેખર દત્તે પોતાનું રાજીનામું આપ્યા બાદ હવે બીજા રાજ્યપાલોના નામ પર તલવાર લટકતી જોવા મળી રહી છે. તેમાંથી કર્ણાટકના ગર્વનર એચ આર ભારદ્વાજ, ગુજરાતની કમલા બેનીવાલ, પંજાબના શિવરાજ પાટિલ, અસમના જે બી પટનાયક, પશ્વિમ બંગાળના રાજ્યપાલ એમ કે નારાયણન, રાજસ્થાનના માર્ગેરેટ અલ્વા અને નાગાલેંડના રાજ્યપાલ અશ્વિની કુમારના નામ મુખ્ય ગણવામાં આવે છે.

બીજી તરફ એનડીએના આ પગલાં કોંગ્રેસ ટીકા કરી રહી છે. એનડીએની હાથમાં કમાન આવતાં જ રાજ્યપાલના રાજીનામા આપવાના વિષય પર કોંગ્રેસે ટિપ્પણી કરતાં કહ્યું કે આને એકપક્ષીય અને તાનાશાહી વલણ ગણાવ્યું છે. પરંતુ અહીં કોંગ્રેસ એ ભૂલી રહી છે કે 2004માં યૂપીએ 1ના શાસનકાળ દરમિયાન એનડીએ શાસનના સમયે નિમવામાં આવેલા રાજ્યપાલોને તેમણે એક ઝાટકે હટાવી દિધા હતા. અને તેનું કારણ ફક્ત આરએસએસ પૃષ્ઠભૂમિ હોવાનું હતું.

જો એક દાસકો પાછળ નજર કરીએ તો કોંગ્રેસ નિયુક્ત મોટાભાગના રાજ્યપાલોમાં ખોટની નજર આવવી કોઇ મોટી વાત નથી. દિલ્હીની મુખ્યમંત્રી રહી ચૂકેલી શીલા દિક્ષીતનું નામ જ્યાં કોમનવેલ્થ ગોટાળામાં ઉછળ્યું હતું. બીજી તરફ કાયદા મંત્રી રહી ચૂકેલા એચ આર ભારદ્વાજે પણ બોફોર્સ ગોટાળા કેસને બંધ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જે બી પટનાયક પણ અસમના મુખ્યમંત્રી રહ્યાં હતા તે દરમિયાન ભષ્ટ્રાચારના દાગથી બચી શક્યા ન હતા.

જો કે પ્રશ્ન એ ઉદભવી રહ્યો છે કે આ સંવૈધાનિક પદની ગરિમાને ઇજા પહોંચડાનારા આ રાજ્યપાલોની આ દેશને હવે કેટલી ચિંતા છે? જે પદની પ્રતિષ્ઠાની સાથે રમીને ફક્ત પોતાના મુખિયાની આંખ અને કાન બનીને પદ પર બેઠ્યાં છે. સાથે જ ''મોટાભાગની સરકાર, વધુ શાસન''ના આ રાજકિય યુગમાં આજે આ એક મોટો વિષય બનીને સામે આવ્યો છે કે શું આપણે રાજ્યપાલ રાજ્યના મુદ્દે પોતાનું યોગ્ય અને સકારાત્મક યોગદાન આપી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X