ગાળો બોલ્યા બાદ તમે પણ રિલેક્સ થઈ જાઓ છો? આવુ થવા પાછળ છે વિજ્ઞાન
તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે તે ગાળો બોલ્યા બાદ રિલેક્સ ફીલ કરે છે. જો તમારી સાથે પણ આમ થાય છે તો જણાવી દઈએ કે આમ થવા પાછળ ખાસ વિજ્ઞાન છે.
સામાન્ય રીતે ગાળોને ખરાબ માનવામાં આવે છે અને અસભ્ય માનવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે જે લોકો ગાળો બોલે છે તે વધારે રિલેક્સ અને તણાવ મુક્ત રહે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ગાળો બોલનારામાં સમસ્યાઓ સામે લડવાની ક્ષમતા પણ વધારે હોય છે. આ જ કારણ છે કે ઘણા દેશોમાં લોકોને જિમ અથવા યોગ ક્લાસ દરમિયાન લોકોને ગુસ્સો બહાર કાઢવા કહેવામાં આવે છે.
નોકરી અને ઓફિસ લાઈફમાં લોકોમાં વધારે પડતુ ટેન્શન જોવા મળે છે. આ ટેન્શન તણાવને જન્મ આપે છે. ભાગદોડમાં વ્યક્તિને પોતાના માટે સમય નથી મળતો. પરિણામે વ્યક્તિ માનવ સ્વભાવથી ચિડાઈ જાય છે અને ગાળો આપવાનું શરૂ કરે છે. જો તે સામેની વ્યક્તિને ખોટું લાગતું હોય તો પણ ગાળો ગુસ્સો બહાર કાઢવાનો એક માર્ગ છે.
કોઈને ગાળો આપવી કે ખોટી રીતે તેના પર ગુસ્સો કરવો એ સારી વાત નથી. જો કે, ઘણી વખત તમે જોયું હશે કે કેટલાક લોકો એકબીજાને ગાળો આપે છે. આ બહાને તેઓ તેમની હતાશાને બહાર કાઢી રહ્યા છે. ન્યુ જર્સીની કીન યુનિવર્સિટીમાં આ અંગે એક સંશોધન કરવામાં આવ્યું. આ મુજબ ગાળો બોલવાથી સમસ્યાઓ સામે લડવાની ક્ષમતા વધે છે.
યુનિવર્સિટીએ કેટલાક વિદ્યાર્થીઓ પર સંશોધન કર્યું જેઓ એકબીજાને ગાળો બોલતા હતા. સંશોધકોએ આવા વિદ્યાર્થીઓના હાથ ખૂબ જ ઠંડા પાણીમાં મૂક્યા. જે વિદ્યાર્થીઓ ગાળો બોલતા હતા તે વધારે સમય તેમના હાથ પાણીમાં રાખી શક્યા. જે ગાળો નહોતા બોલતા તેમની ક્ષમતા ઓછી હતી.












Click it and Unblock the Notifications
