Dussehra 2019: જાણો રાવણ વિશે અમુક ચોંકાવનારી વાતો
શું તમે જાણો છો કે દાનવ હોવા છતાં પણ રાવણમાં ઘણી બધી સારી બાબતો પણ હતી જેના કારણે આજે દેશના ઘણા ખૂણે રાવણની પણ પૂજા થાય છે.
બુરાઈ પર અચ્છાઈનુ પ્રતીક દશેરા સમગ્ર ભારત ઘણી ભવ્ય રીતે મનાવે છે. આ દિવસે ઠેર ઠેર રાવણનુ પૂતળુ બાળવામાં આવે છે કારણકે રાવણ એક રક્ષક હતો અને તેણે છેતરપિંડીથી પર સ્ત્રીનુ અપહરણ કર્યુ હતુ પરંતુ શું તમે જાણો છો કે દાનવ હોવા છતાં પણ રાવણમાં ઘણી બધી સારી બાબતો પણ હતી જેના કારણે આજે દેશના ઘણા ખૂણે રાવણની પણ પૂજા થાય છે.

રામચરિત માનસમાં રાવણનુ બૃહદ વર્ણન
રાવણ વિશે સૌથી વધુ રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસે લખ્યુ છે જેમણે લેખનીમાં તેને ભગવાન શિવનો બહુ મોટો ભક્ત લખ્યો છે અને તેના હિસાબે પણ રાવણમાં ઘણા સારા ગુણ પણ હતા જેને લોકોએ જાણવા બહુ જરૂરી છે.

કુશળ રાજનીતિજ્ઞ, સેનાપતિ અને વાસ્તુકાર હતો રાવણ
તુલસીદાસ મુજબ દૈત્ય રાવણ એક કુશળ રાજનીતિજ્ઞ, સેનાપતિ અને વાસ્તુકલાનો મર્મજ્ઞ હોવા સાથે બહુ વિદ્યાઓનો જાણકાર હતો. તેને વિદ્યાનુ મહત્વ ખબર હતુ અને તે એક જ્ઞાની રાક્ષસ હતો. રાવણને લોકો બહુ ઉત્કૃષ્ટ કવિ કહેતા હતા, તેણે ઘણી રચનાઓ પણ લખી હતી.

માયાવી હતો રાવણ
રાવણને માયાવી એટલા માટે કહેવામાં આવતો હતો કે તે ઈન્દ્રજાલ, તંત્ર, સંમોહન અને વિવિધ પ્રકારના જાદૂ જાણતો હતો. એટલુ જ નહિ રાવણ બહુ મોટો પંડિત હતો અને આ કારણે ભગવાન રામે તેનાથી વિજય યજ્ઞ કરાવ્યો હતો.

આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષ જાણતો હતો રાવણ
રાવણ આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષનો જ્ઞાતા હતો અને વૈજ્ઞાનિક પણ કહેવાય છે. રાવણે તાંડવ સ્તોત્ર, અંક પ્રકાશ, ઈન્દ્રજાલ, કુમારતંત્ર, પ્રાકૃત કામધેનુ, પ્રાકૃત લંકેશ્વર, ઋગ્વેદ, રાવણીયમ, નાડી પરીક્ષા વગેરે પુસ્તકોની રચના કરી હતી. પૌરાણિક ગ્રંથોમાં વર્ણન પણ છે કે રાવણ ઘણી ભાષાઓનો જાણકાર પણ હતો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
